Junagadh News : જૂનાગઢમાં 77માં સ્વાતંત્ર્ય પર્વની ગરીમામય માહોલમાં ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી.
- જૂનાગઢના બિલખા રોડ પર આવેલ પોલીસ તાલીમ વિદ્યાલયના ગ્રાઉન્ડ ખાતે જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી.
- આ પ્રસંગે રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારીતા તથા મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ભાનુબેન બાબરીયાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું.
- તેમણે રાષ્ટ્રધ્વજને સલામી આપી, દેશ માટે બલિદાન આપનાર નામી અનામી શહીદોને યાદ કરી, પ્રજાજોગ સંદેશ આપ્યો હતો.
- ત્યારબાદ ખુલ્લી જીપમાં પરેડ નિરીક્ષણ કરવાની સાથે પ્રજાજનોનું અભિવાદન ઝીલ્યું હતું.
- આ સાથે મંત્રીએ જૂનાગઢના જિલ્લાના વિકાસ કાર્યો માટે રૂ.25 લાખનો ચેક અર્પણ કર્યો હતો.
- રાષ્ટ્રીય પર્વની આ ઉજવણીમાં દેશભક્તિસભર અને રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યા હતા.
- કાર્યક્રમના અંતે મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરવાની સાથે પ્રતિકાત્મક રીતે આયોજિત કબડ્ડી અને રસ્સાખેંચ રમતના ખેલાડીઓ સાથે મુલાકાત કરી, રમતવીરોને પ્રોત્સાહિત કર્યા હતા.
- આ તકે અનેક પોલીસ અને ફાયર જવાનો સહિતના વ્યક્તિઓનું ઉત્કૃષ્ટ કામગીરી બદલ સન્માન કરવામાં આવ્યું હતું.