Junagadh News : આજે તા.10 સપ્ટેમ્બરના રોજ ઉત્તરપ્રદેશના રાજ્યપાલ અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શ્રીમતિ આનંદીબેન પટેલે લીધેલી શુભેચ્છા મુલાકાત નોબલ યુનિવર્સિટી માટે પ્રેરક અને પ્રગતિવર્ધક રહેશે!

Junagadh News
Junagadh News : આજે તા.10 સપ્ટેમ્બરના રોજ ઉત્તરપ્રદેશના રાજ્યપાલ અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શ્રીમતિ આનંદીબેન પટેલે લીધેલી શુભેચ્છા મુલાકાત નોબલ યુનિવર્સિટી માટે પ્રેરક અને પ્રગતિવર્ધક રહેશે!
  • શ્રીમતિ આનંદીબેન પટેલે ગુજરાત રાજ્યની કોઈ ખાનગી યુનિવર્સિટીની શુભેચ્છા મુલાકાત લીધી હોય તેનો આ પ્રથમ જ કહી શકાય તેવો કિસ્સો છે.
  • નોબલ યુનિવર્સિટીની આ મુલાકાત પ્રસંગે તેમના સુપુત્રી અને સોશિયલ આંત્રપ્રિન્યોર અનારબેન પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા.
  • આ દરમિયાન તેઓ યુનિવર્સિટીના વિવિધ વિભાગોની વિઝિટ સાથે વર્લ્ડક્લાસ કેમ્પસ નિહાળી યુનિવર્સિટીની એજ્યુકેશન તથા એક્સ્ટ્રા કરિક્યુલર એક્ટિવિટીઝથી પણ પરિચિત થયા હતા.
  • ત્યારબાદ ઉપસ્થિત વિદ્યાર્થીઓ તેમજ યુનિવર્સિટીના સ્ટાફગણને સંબોધીને આપેલા પ્રેરક ઉદ્બોધનમાં તેમણે યુનિવર્સિટીની શિક્ષણ વ્યવસ્થાને પ્રશંસનીય ગણાવી હતી.
  • આ સાથે જ યુનિવર્સિટી આગામી સમયમાં NAAC એક્રેડીટેશનમાં પણ A++ ગ્રેડ સાથે સર્વોચ્ય રેન્કિંગ મેળવે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી.