ivote : આપણો મત આપણ નેતા- આપણાં એક મતનું મૂલ્ય….ચાલો જાણીએ આપણાં મતદાનનું મહત્વ.

  1. ivote : લોકસભાની ચૂંટણીનુંને હવે થોડાં જ દિવસો બાકી રહ્યા છે.ત્યારે આપણી ફરજ બજાવવાનો સમય આવી ગયો છે,ત્યારે ચાલો લોકશાહીનાં આ તહેવારમાં મતદાન કરી આપણો મત આપીને આપણાં નેતાને લાવીએ.. એક પગલું  મતદાનની  તરફ જે લઈ જશે, એક અમૂલ્ય સરકાર તરફ.

મતદાન કરવુંએ આપણી નૈતિકફરજ છે,ત્યારે આપણે જાણીએ કે આપણાં એક મતથી શું થઈ શકે છે?

આપણાં એક મતથી શું થાય છે?

ઘણા લોકોના મનમાં થાય છે કે મારા એક વોટથી શું થશે? શુ ખરેખર મારો એક વોટ ગણાતો હશે? ઘણા લોકોના મનમાં આ વિચાર થાય છે  ઇતિહાસ જોઈએ,  એક મત વધારે મળવાથી હિટલર નાઝી પાર્ટીનો પ્રમુખ બન્યો હતો અને હિટલર યુગનો જન્મ થયો હતો, એક વોટને કારણે અટલજીને સત્તા પક્ષમાં બેસવાને બદલે વિપક્ષમાં બેસવું પડ્યું હતું, એક વોટના કારણે સરદાર પટેલ કોર્પોરેશનની ચૂંટણી હારી ગયા હતા. તેથી આપણો એક મતનું મૂલ્ય ઘણું બધુ છે. આપણાં એક મતથી આપણી ઈચ્છા મુજબની સરકાર રચી શકીએ છે, કારણ કે આપણે કેવાં નેતાંને પસંદ કરવાએ આપણાં એક મતથી થઈ શકે છે. ivote

I Vote

આપણો મત કોને આપવો .

આજે દરેકનાં મનમાં એક જ સવાલ છે કે મારો એક મત કોને આપવો ? ત્યારે એક મતદાતા માટે મુશ્કેલીનું કામ છે કે મત કઈ પાર્ટીને આપવો? આ બધાં પ્રશ્નોની સાથે મતદાતા માતે એક સારા નેતાંને મત આપવો એ તેણે ખુદને નક્કી કરવાનું હોય છે કારણ કે એક મતથી 5 વર્ષને ખરાબ પણ થઈ  શકે છે અને પાંચ વર્ષને સવર્ણયુગ પણ બનાવી શકીએ છે આ બધુ આપણાં પર નિર્ભર કરે છે કે આપણે કેવી સરકાર બનાવી. એક મતદાતા તરીકે આપણે એવાં નેતાને મત આપીએ જે ગરીબી દૂર કરી શકે, મધ્યમ વર્ગોની જરૂરિયાત સમજી શકે , યુવાનોને રોજગારી પૂરી પાળી શકે, આતક્વાદને થતાં અટકાવી શકે અને આજના સમયમાં મ્હત્વનો મુર્દોએ છે કે ભારતમાથી ગરીબીને દૂર કરવી યુવાનોને રોજગારી પૂરી પાડવી, અને શિક્ષણ ક્ષેત્રે સુધારો લાવવો અને દેશને વિકાસ તરફ લઈ જાય તેવી પાર્ટીને મત આપવો. આપણો મત કોઈ આપણાં જ્ઞાતીનાં ઉમેદવારને નહીં કે આપણાં સ્વાર્થ માટે કોઈ ઉમેદવારને મત નાં આપીએ આપણો મત એક એવાં  વ્યક્તિને હોવો જોઈએ જે એક અમૂલ્ય લોકશાહીનું ઘડતર કરી શકે.

ivote

 યુવાનોનું મતદાનમાં મહત્વ….

મતદાતાઓ માટે તેનું મહત્વનું યોગદાન હોય છે તેમનો અમૂલ્ય મત આપીને એક અમૂલ્ય લોકશાહી બનાવી શકે છે.

એક સર્વશ્રેષ્ઠ મતદાતા તરીકે આપણે એક એવાં નેતાને મત આપીએ, જે એક સારી સરકાર બનાવે ક અને આપણાં નિર્ણયો પર ખરી ઉતરે!

આજના યુવાનો એટલા જાગૃત થઇ ગયાં છે કે, તેઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કઈ રીતે કરવો એ બખૂબી જાણે છે. વર્તમાન સમયની યુવાપેઢી પોતાની સમજદારીથી મતદાન કરીને યોગ્ય સરકાર બનાવવા જાગૃત થઈ ગઈ છે.

લોકસભાની ચૂંટણીની તૈયારીઓનો પ્રારંભ થઈ ગયો છે. જેની સાથે યુવાપેઢીમાં પણ અનેરો જોશ અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે. એક સમય એવો હતો, જ્યારે યુવાનો મતદાન પ્રત્યે એટલા ઉત્સાહી અને જાગૃત ન હતા. હાલમાં યુવાનોને પોતાના હકને લઇને નવી પ્રેરણા જન્મી છે. સોશિયલ મીડિયાથી યુવાનોમાં મતદાન કરવાની જાગૃતિ આવી છે. યુવાનો કેવા રાજકીય પક્ષને મત આપવા માંગે છે, તે વિચારવા જેવી બાબત છે , પણ આજની યુવા પેઢીમાં મતદાનને લઈને ઘણી જાગૃતિ આવી ગઈ છે. જો કે આપણે અહીં એ વાતની ચર્ચા કરવાની છે કે આજનો યુવાન ખરેખર ઇલેક્શનને લઇને શું વિચારી રહ્યા છે.. ? ચૂંટણી પ્રથામાં તેને કેટલો વિશ્વાસ છે? પોતાના મતનો ઉપયોગ કરી કેવા રાજયનું નિર્માણ કરવામાં સહયોગ આપવા માગે છે..? આપાણી પાસે ઘણા બધા સવાલો છે જેના સવાલોનો જવાબ આજના યુવાનો પાસે છે.

આજની યુવા પેઢી જાણે છે કે કેવી સરકાર તેઓ ઈચ્છે છે. તે અનુસધાન જોવાનું રહ્યું કે યુવાનો  કેવી સરકારને પસંદ કરેછે.

આ લોકસભાની ચૂંટણીમાં આપણો મત આપીને આપણે આપણી મતદાતા તરીકની ફરજ બજાવીએ અને એક નવું લોકશાહીનું ઘડતર કરવામાં આપનું યોગદાન આપીને અમૂલ્ય સરકાર બનાવીએ. આ લોકશાહીનાં પર્વને આપણે આપણો કિંમતી મત આપીને ઉજવીએ……

#TeamAapduJunagadh

Also Read : Check your knowledge about Girnar Ranges