International Day Of Non Violence : સામાન્ય રીતે જો 2 ઓક્ટોબર ની વાત કરવામાં આવે એટલે તરત જ ચેતાઓ જવાબ આપી દે કે ગાંધીજયંતી. પરંતુ આ દિવસને આંતરરાષ્ટ્રીય સ્તરે એક એની જ ઓળખ મળી છે .શું તમે જાણો છો કે આ દિવસ ને આંતરરાષ્ટ્રીય સ્તરે ક્યાં અર્થે ઉજવવામાં આવે છે ? આપણે એ પણ ભૂલી ગયા છીએ કે આઝાદ ભારત ને જોવા માટે ગાંધીજી અહિંસાનો ધર્મ અપનાવેલો. પણ આ ધર્મ એટલે કે અહિંસા એ લોકોના માત્ર સ્મરણોમાં જ છે. જો કે ઘણા લોકોને તો આ દિવસને આંતરરાષ્ટ્રીય સ્તરે અહિંસા દિવસ તરીકે ઉજવવામાં આવે છે તે પણ યાદ નથી!
આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ શા માટે ઉજવવામાં આવે છે ?
15 જૂન 2007ના દિવસે સંયુક્ત રાષ્ટ્ર મહાસભા દ્વારા 2 ઓક્ટોબર ને આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ ઘોષિત કરવા માટે મતદાન થયું હતું. જેમાં મહાસભાના બધાં સભ્યો દ્વારા 2 ઓક્ટોબર ને ગાંધીજી ની જન્મજ્યંતી નિમિત્તે ઉજવવા માટે ઘોષિત કરવામાં આવ્યું.
સંતો કરે તેમ નહીં પણ કહે તેમાં વિશ્વાસ રાખો
આજે અગિયાર વર્ષ પછી પણ આપણે આ દિવસને માત્ર ગાંધીજયંતી તરીકે જ ઉજવીએ છીએ .જ્યારે ગાંધીજી એ ચીંધેલ રાહ ને માત્ર આપણે માત્ર યાદ જ કરીએ છીએ ! બીજું કશું નહીં!. આવો આ વખતે સૌ સાથે મળીને ‘આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ’ તરીકે ઉજવીએ અને ગાંધીજી ની વિચારશ્રેણી ને ખરેખરા અર્થ માં યાદ કરીએ.
Also Read : બાલિકા વધુ સિરિયલની અભિનેત્રી હવે લાગી રહી છે આવી, તેનાં આ નવાં લૂકને જોઈને ચોકી જશો…