શીખ ધર્મ ના સ્થાપક ગુરૂનાનકજીનો જન્મ કારતક માસની પૂર્ણિમાના દિવસે થયો હતો. ગુરૂનાનકજીનો જન્મ રાવી નદીના કિનારે સ્થિત તલવંડી નામનાં ગામમાં થયો હતો. એક વિદ્વાનના મતાનુસાર ગુરૂનાનકજીનો જન્મ 15-એપ્રિલ-1469 ના દિવસે થયો હોવાનું માનવામાં આવે છે. પરંતુ તિથી અનુસાર કારતક માસની પૂનમના દિવસે રૂનાનકજીની જ્ન્મતિથી મનાવવામાં આવે છે.આવો આ અવસરે આપણે ભારતમાં આવેલા 10 પ્રસિદ્ધ ગુરુદ્વારાની શાબ્દિક યાત્રા કરી તેના વિશે જાણીએ.
-
સુવર્ણ મંદિર –પંજાબ
પંજાબના અમૃતસરમાં આવેલું આ સુવર્ણ મંદિર જગવિખ્યાત છે. આ ગુરુદ્વારાની દીવાલો સોનાની બનેલી છે. આ ગુરુદ્વારાનેહરીમંદિર સાહિબ સિંહ ગુરુદ્વારા તેમજ દરબાર સાહિબ તરીકે પણ ઓળખવામાં આવે છે.જ્યાં શીખ લોકોની સાથે સાથે હિંદુઓપણ ખૂબ જ શ્રદ્ધાપૂર્વક માથું ટેકવે છે.
-
મણિકરણ સાહિબ ગુરુદ્વારા -હિમાચલ પ્રદેશ
એક માન્યતા પ્રમાણે શીખ ધર્મના પહેલાં ધર્મગુરુ નાનક દેવ આ જગ્યાએ ધ્યાનમાં બેઠા હતા. પહાડોની વચ્ચે આવેલું આ એક સુંદરગુરુદ્વારા છે.
- શ્રી પટના સાહિબ ગુરુદ્વારા –બિહારપટના સાહિબ ગુરુદ્વારા શીખ ધર્મના દસમાં ધર્મ ગુરુ
ગોવિંદ સિંહનું જન્મ સ્થળ છે. આ ગુરુદ્વારાનું નિર્માણ મહારાજા રણજિતસિંહએકરાવ્યું હતું. આ ગુરુદ્વારા સ્થાપત્ય કલાનો અદભુત નમૂનો છે.
-
તખ્ત શ્રી દમદમા સાહિબ ગુરુદ્વારા –પંજાબ
આ ગુરુદ્વારા પંજાબના ભટિંડા નજીક આવેલું છે. ગુરુ ગોવિંદ સિંહજી અહીં આવીને રોકાયા હતા અને મુઘલોનો સામનો કર્યો હતો.
-
પાંવટા સાહિબ ગુરુદ્વારા-હિમાચલ પ્રદેશ
આ જગ્યાએ ગુરુ ગોવિંદ સિંહજીએ પોતાના જીવનકાળના ચાર વર્ષ વિતાવ્યા હતા અને દશમ ગ્રંથની રચના કરી હતી.
-
શ્રી હેમકુંડ સાહિબ ગુરુદ્વારા –ઉત્તરાખંડ
આ ગુરુદ્વારા ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં આવેલું છે. સુંદર મજાના પહાડોની વચ્ચે આવેલા આ ગુરુદ્વારાનું નિર્માણગુરુ ગોવિંદ સિંહજી દ્વારા કરવામાં આવ્યુ હતું.
-
હજૂર સાહિબ ગુરુદ્વારા –મહારાષ્ટ્ર
આ ગુરુદ્વારા મહારાષ્ટ્રના નાંદેડ નગરમાં ગોદાવરી નદીના કિનારે આવેલું છે. આ જગ્યા પર ઈ.સ.1708માં ગુરુ ગોવિંદ સિંહજીના અંતિમસંસ્કાર કરવામાં આવ્યા હતા. ત્યારબાદ મહારાજા રણજિત સિંહે અહીં ગુરુદ્વારાનું નિર્માણ કરાવ્યું હતુ.
-
શીશ ગંજ ગુરુદ્વારા સાહિબ –દિલ્હી
આ ગુરુદ્વારા દિલ્હીમાં આવેલું છે. શીખ ધર્મના નવમા ધર્મગુરુ તેગ બહાદુરની શહીદીની યાદમાં આ ગુરુદ્વારા બનાવવામાં આવ્યુ હતું.આ જ સ્થળે ઔરંગઝેબએ નવમા શીખગુરુ તેગ બહાદુરની હત્યા કરી નાખી હતી કારણ કે તેમણે ઇસ્લામ ધર્મ અંગીકાર કરવાની ના પાડીહતી.
-
ફતેહગઢ સાહિબ ગુરુદ્વારા –પંજાબ
આ ગુરુદ્વારાને ફતેહસિંહ અને જોરાવરસિંહની શહીદીની યાદમાં બનાવવામાં આવ્યો હતો. આ ગુરુદ્વારા વાસ્તુશાસ્ત્રનો અદભુત નમૂનોછે.
-
બંગલા સાહિબ ગુરુદ્વારા –દિલ્હી
આ ગુરુદ્વારાનું નિર્માણ રાજા જયસિંહએ કરાવ્યું હતું. આ ગુરુદ્વારા શીખધર્મના આઠમા ધર્મગુરુ હરકિશન સિંહજી દ્વારા કરવામાંઆવેલા ચમત્કારો માટે પ્રસિદ્ધ છે. આ ગુરુદ્વારાને શીખ તેમજ હિંદુ ધર્મનું પવિત્ર સ્થળ માનવામાં આવે છે.
- તો આ હતા શીખ ધર્મના 10 પ્રખ્યાત ગુરુદ્વારાઓ…
- આપ સૌને ગુરુનાનક જયંતીની ખૂબ ખૂબ શુભકામનાઓ…
Also Read : બિપાશાએ મિસ્ટર બજાજના લૂક પર પતિને કહ્યું કઈક આવું કે કરણ આપ્યો આવો જવાબ.. જુઓ તસવીરો