આપણું જૂનાગઢ ફેસબુક પેઈજ લાઇક કર્યું ?
- ગુજરાતની જનતાને નાસ્તો નામ પડે એટલે જ્યાં સુધી ઓડકાર ન આવે ત્યાં સુધી પેટ ભરી ભરીને ખાય એટલે એ નાસ્તાને ગુજરાતીઓ માટે નાસ્તો કહેવો કે પછી જમણવાર એ હજુ નક્કી જ નથી થતું!
આપણે વાત કરી રહ્યાં છીએ નાસ્તાની. આમ જોઈએ તો નાસ્તાનાં પણ ઘણાં પ્રકારો હોઈ છે. જેમ કે સવારમાં લેવામાં આવતો નાસ્તો, બપોરે જમ્યા પછી ફરી ભૂખ લાગે તો થતી કટક બટક વાળો નાસ્તો, સાંજે તળાવની પાળે થતો નાસ્તો, શિયાળાની ગમે તેવી ઠંડીમાં પણ ભવનાથ જઈને થતો નાસ્તો. રાત્રે કડકડતી ઠંડીમાં ત્યાં જઇ તાપણું કરવાનું અને પછી મિત્રો સાથે બેસીને ગપ્પાં મારતાં-મારતાં, હોય એટલા ગાંઠિયા-ભજીયા ઝાપટી જઇને પછી ચા પીને છુટ્ટા પડવાના શોખીન છીએ આપણે જુનાગઢવાળા.
દિવાળી આવવામાં હવે થોડા દિવસોની જ બાકી છે, ઘરસફાઈનું મહાઅભિયાન લગભગ બધાં ઘરોમાં હવે પતવામાં હશે, એ ધૂળથી ખરાબ થઇ ગયેલા કપડાઓ બદલાવવા નવાં કપડાઓની ખરીદી પણ ચાલી રહી હશે, હવે મુખ્ય કામને અંજામ આપવાનો સમય આવી ગયો છે. આ કામ એટલે વિવિધ નાસ્તા બનાવવાનું કામ જે હવે બધા ઘરોમાં ટૂંક જ સમય હાથ ધરાશે.
દિવાળી આવે’ને કોઈપણ ઘરે આવ્યું હોય એટલે નાસ્તાની ડીશ ટેબલ પર આવી જ જાય અને આવેલ વ્યક્તિને એવાં જુસ્સાથી નાસ્તો કરવા માટે આગ્રહ કરતા હોય જાણે કે હમણાં ભરપેટ જમાડી દેશે. જો કદાચ આપણાંથી ભૂલથી પણ ના કહેવાય જાય ત્યાંતો તેમનો આગ્રહ બમણો થઈ જાય અને કહેવાં લાગે કે,” તહેવાર ઉપર ઘરે આવ્યા છો તો નાસ્તો તો કરવોજ પડશે હો…!” આવું બીજું ઘણુબધું કહે એટલે આપણે નમતું જોખવું જ પડે અને શરમમાં ને શરમમાં પેટ ભરેલું હોઈ તો પણ ખાવું જ પડે અને જો આપણે થોડુંક ખાઈને હવે બસ કહીએ એટલે પાછું કહે ,” આ તમારા માટે જ છે, આટલું તો ખાવું જ પડશે.’ વગેરે જેવાં ગંભીર આગ્રહ ચાલું જ રાખે.
સામાન્ય રીતે આ નાસ્તામાં રવાના ઘૂઘરા, ચોળાફળી, ફાફડા, કચોરી, ગુલાબજાંબુ, સક્કરપારા, ચેવડો વગેરે મીઠાઈ અને નમકીન જેવો નાસ્તો તમને આપેલ પ્લેટમાં જોવા મળતો હોય છે અને આ બધું આપણે જ ખાવું પડશે એવાં આગ્રહો વારંવાર સાંભળવા પડે છે.
આ તહેવાર નિમિતે તમારો મનપસંદ નાસ્તો અને તમને કરવામાં આવતી આગ્રહની ધમકીઓ નીચેના કોમેન્ટ બોક્સમાં જણાવો.
Author : Piyush Malvi #TeamAapduJunagadh
Also Read : મેચ : IND / PAK મેચ દરમિયાન ગ્રાઉંડ પર આ યુવાને તેની GFને કઇંક આવા અંદાજમાં કર્યું પ્રપોઝ , જુઓ વિડીયો…
આપણું જૂનાગઢ ફેસબુક પેઈજ લાઇક કર્યું ?
આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!