શું તમે ગ્રેજ્યુએટ થઈને વિદેશમાં અભ્યાસ કરવા જવાનું વિચારો છો? તો એકવાર આ જરૂરથી વાંચો…

ગ્રેજ્યુએટ

ગ્રેજ્યુએટ : વર્તમાન સમયમાં અભ્યાસનું મહત્વ દિવસેને દિવસે વધતું જાય છે, જેનું એક કારણ છે સમાજમાં આવેલી શિક્ષણ અંગેની જાગૃતિ. વિદ્યાર્થીઓની સાથેસાથે વાલીઓ પણ પોતાના બાળકના ઉજ્જવળ ભવિષ્ય માટે સતત કાર્યશીલ રહે છે. શ્રેષ્ઠ અને ગુણવત્તાયુક્ત શિક્ષણ આપે તેવી સંસ્થા અને શિક્ષકોની શોધ માટે કેટલાય પ્રયત્નો કરે છે.

ગ્રેજ્યુએટ

બીજી બાજુ જોવા જઈએ તો, આજ-કાલ દરેક વિદ્યાર્થીઓની એવી ઈચ્છા હોય છે કે, વિદેશમાં અભ્યાસ કરવા મળે. વિદેશના કલ્ચરમાં રહીને સારામાં સારી યુનિવર્સિટીમાં અભ્યાસ કરીને ઉચ્ચ ડિગ્રી હાંસલ કરે, એટલું જ નહીં પરંતુ વિદેશમાં અભ્યાસ કરીને સારો એવો બિઝનેશ કે ઉચ્ચ દરજ્જાવાળી નોકરી કરી ખુબજ મોટા પ્રમાણમાં અર્થ ઉપાર્જન કરી, પોતાની કારકિર્દીને સર્વશ્રેષ્ઠ બનાવે. પરંતુ કેટલાક કારણો અને જરૂરી માર્ગદર્શન ન મળવાને લીધે તેમનું આ સપનું માત્ર સપનું બનીને રહી જાય છે.

ઘણાં વિદ્યાર્થીઓ અને વાલીઓ એવી માનસિકતા ધરાવતાં હોય છે, વિદેશ અભ્યાસ અર્થે જવું હોય તો મેટ્રો સિટીમાં જવું જ પડે! જેના લીધે બમણા ખર્ચની પણ ચિંતા થાય છે. જે કારણે જે તે વિદ્યાર્થીના સપનાને ત્યાંજ પૂર્ણવિરામ લાગી જાય છે. આવી સ્થિતિમાં તમને કોઈ એવું જણાવે કે, વિદેશ જવાની તૈયારી કરવા માટેનું માર્ગદર્શન મેળવવા માટે મેટ્રો સિટીમાં જવાની જરૂર નથી, આપણાં જૂનાગઢમાં જ એ શક્ય બન્યું છે, તો શું તમે માનશો?

ગ્રેજ્યુએટ

જો ના! તો તમારે આ વાત માનવી જ પડશે, કેમકે આપણાં જૂનાગઢમાં મોતિબાગ વિસ્તાર મા ચાલતી Trans Globe નામની સંસ્થા, વિદેશમાં અભ્યાસ અર્થે જવા ઇચ્છતા વિદ્યાર્થીઓ માટે સુંદર તક નિર્માણ કરી રહ્યું છે. આવો આ સંસ્થાની કાર્યપ્રણાલી વિશે થોડું જાણી લઈએ…

Trans Globe એક એવી સંસ્થા છે, જે વર્ષ 1992થી કાર્યરત છે, ત્યારથી લઈને આજ સુધીમાં તે વિદેશમાં અભ્યાસ અર્થે જતાં વિદ્યાર્થીઓને રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરે મદદરૂપ થઇને એક વિશ્વાસપાત્ર સંસ્થાના રૂપમાં ઊભરી આવી છે. આ સંસ્થાના ચીફ એક્ઝિક્યુટિવ, શ્રીમાન વિજય મહેતા ભારતના પ્રથમ ઓસ્ટ્રેલિયન એજ્યુકેશન રિપ્રેઝન્ટેટિવ ​​છે, જે PIER દ્વારા “ઇન્ટરનેશનલ એજ્યુકેશન સર્વિસીસ” માટે પ્રમાણિત થયેલ છે.

Trans Globe ભારતભરના તમામ વિદ્યાર્થીઓને અંગ્રેજી ભાષાની પરીક્ષા (PTE) માટે ખાસ પરીક્ષણ કેન્દ્ર પ્રદાન કરે છે. આ એકમાત્ર એવી સંસ્થા છે, જે ઓસ્ટ્રેલીયા, યુ.એસ., યુ.કે., કેનેડા, ન્યુઝીલેન્ડ, સિંગાપોર, દુબઈ યુનિવર્સિટી તેમજ સંસ્થાનો સાથે સીધી રીતે જોડાયેલી છે. જે દુનિયાભરમાં અભ્યાસ માટે જતાં વિદ્યાર્થીઓને સફળતાપૂર્વક વિઝા અપાવવા માટે જાણીતી છે. થોડા સમય પહેલા ઓસ્ટ્રેલીયાથી આપણાં જૂનાગઢમાં આવેલા એક રિપ્રેઝેન્ટેટીવ દ્વારા તેમના કેટલાક મંતવ્યો નીચેના વિડિયો દ્વારા જોઈએ…

https://www.instagram.com/p/BmvjoYhAkyt/?utm_source=ig_share_sheet&igshid=1uqr6a99lr0y9

વૈશ્વિક શિક્ષણ મેળવવા ઇચ્છતા વિદ્યાર્થોને પ્રોત્સાહન આપતી ગુજરાત રાજ્યની એકમાત્ર સ્થાનિક અને નામાંકિત સંસ્થા છે. સમગ્ર ગુજરાતમાં 8 જગ્યાઓએ Trans Globe દ્વારા સંસ્થા કાર્યરત છે, જેમાં આપણાં જૂનાગઢનાં વિદ્યાર્થીઓ માટે પણ શહેરમાં સુવિધાસભર એજ્યુકેશન હાઉસ ચલાવવામાં આવે છે. ગૌરવપૂર્ણ વાત તો એ છે કે, છેલ્લા 25 વર્ષોથી આ સંસ્થા દ્વારા હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ ઓસ્ટ્રેલિયાની ખ્યાતનામ યુનિવર્સિટીમાં અભ્યાસનો એક ભાગ બન્યા છે. એક સર્વે મુજબ અંદાજિત 95% થી વધુ વિદ્યાર્થીઓ એનરોલમેન્ટનો હિસ્સો બને છે.

અમારું લક્ષ્યાંક એ છે કે, અમે વિદ્યાર્થીઓને સાચી અને સચોટ માહિતીથી વાકેફ કરાવીને પ્રવેશ તથા વિઝા  મેવવામાં મદદરૂપ થઈએ. વૈશ્વિક શિક્ષણ જગતમાં સફળ થયેલા અને અનુભવી વિદ્યાર્થીઓએ દ્વારા આજે પણ Trans Globe ની જ ભલામણ કરવામાં આવે છે.

તો હવે વિદેશ જઈને અભ્યાસ કરવો છે એકદમ સરળ. વધુ માહિતી માટે સંપર્ક કરો.

સરનામું: 218, રાયજીનગર કોમ્પ્લેક્સ, એચડીએફસી બેન્કની સામે, મોતિબાગ રોડ, જૂનાગઢ.

સંપર્ક: 0285-2675213/ 8866328027

Also Read : આવો ગઝલોમાં મળીએ, કલાપી પુરસ્કાર વિજેતા સુવિખ્યાત ગઝલકાર મનોજ ખંડેરિયાને.