Girnar Stairs : ક્યારેય એવુ વિચાર્યું છે કે ગિરનાર ના પગથિયાં બનવાનો વિચાર કોને આવ્યો હશે! ચાલો જાણ્યે

ગિરનાર

Girnar Stairs : આપણાં  જૂનાગઢમાં કોઈ અવધૂતની જેમ સૂતેલો ગરવો ગિરનાર આવેલો છે.જે દેશભરમાં પ્રખ્યાત છે.દર વર્ષે લાખો શ્રધ્ધાળુઓ અહી દર્શન કરવા આવે છે.ગુરુ દત્તાત્રેયનાં શિખર સુધી પહોચવા માટે 9999 પગથિયાં આવેલા છે.અત્યારે તો મોર્ડન ટેક્નોલૉજીના માધ્યમથી ગિરનાર પર્વત પર રોપ વે બનવા જઇ રહ્યો છે જેની કામગીરી ટૂંક સમયમાં જ શરૂ થઈ જશે.પણ તમને ક્યારેય એવો વિચાર આવ્યો છે કે આટલા વર્ષો પહેલા કઈ રીતે આ પગથિયાં બનાવવામાં આવ્યા હશે!!! તો ચાલો તમને જણાવીએ તેના ઇતિહાસ વિશે. girnar stairs

Girnar Stairs

સદીઓ પહેલા ગુજરાતને રણ મેદાનમાં વિજયી બનાવી ઉદયન મંત્રી ઝખમી હાલતમાં રણ છાવણીમાં સૂતા હતા.યુદ્ધમાં વિજય મેળવી પાછા ફરતી વખતે તેઓ મૃત્યુ પામ્યાં.તેમણે પોતાના પુત્ર માટે એક સંદેશો મોકલ્યો કે મારી ઈચ્છાઓ પૂરી કરજો.મારી ઈચ્છા હતી કે હું શેત્રુંજય પર્વત પર યુગાદિદેવીના મંદિરનું નવસર્જન કરાવું અને ગિરનાર પર્વત પર પગથિયાં બનાવડાવું.તેમની અંતિમ ઇચ્છાને પૂરી કરવા તેમના પુત્ર બાહડ મંત્રીએ શેત્રુંજય પર યુગાદિ દેવીના મંદિરનું નવસર્જન કરાવ્યુ.પરંતુ ગિરનાર પર્વત પર પગથિયાં બનાવવાની તેમની ઇચ્છા હજી અધૂરી હતી.

ગિરનાર પર્વત પર પગથિયાં બનાવવાની ઇચ્છા પૂરી કરવા માટે બાહડ મંત્રી જુનાગઢ આવ્યા.તેમણે અહી ઊચી ઊંચી નજરો ન પહોંચી શકે એવી ભેખડો જોઈ.પર્વતનો વિરાટ ઘેરાવ અને વાદળો સાથે વાતો કરતાં એના શિખરો જોયા.તેઓ ચિંતામાં આવી ગયા કે આવા વિરાટકાય પર્વતમાં પગથિયાં બનાવવાનું કઈ બાજુ થી શરૂ કરવું?તેમની સાથે આવેલા ઘણા શિલ્પીઓ એ પણ ઘણી મહેનત કરી પણ પગથિયાં બનાવવાનો નિર્ણય તેઓ પણ ના કરી શક્યા.Related image

બાહડ મંત્રીએ ખૂબ મથામણ કરી પણ એને કોઈ રસ્તો મળતો નહતો.છેવટે તેમને ગિરનાર ની રક્ષા કરનાર માં અંબાની યાદ આવી અને તેઓ પાક્કો સંકલ્પ કરી માં આંબાના ચરણોમાં બેસી ગયા અને એક જ વાત રટવા લાગ્યા,‘હે માં !!મને રસ્તો બતાવો જેથી હું મારા પિતાની ઇચ્છા પૂરી કરી ને ઋણ મુક્ત થઈ શકું.

માં અંબાની આરાધના કરતાં કરતાં ઘણા દિવસો વીતી ગયા.બાહડ મંત્રીને વિશ્વાસ હતો કે મારી આ મૂંઝવણનો અંત આવસે જ.અંતે એની આરાધનાથી પ્રસન્ન થઈને માં અંબે પ્રગટ થયા.અને બોલ્યા ‘હું જે રસ્તે અક્ષત(ચોખા)વેરતી જાઉં એ રસ્તે તું પગથિયાનું સર્જન કરજે.સૌ આનંદમાં આવી ગયા .માં અંબા ગિરનારના દુર્ગમ રસ્તા વચ્ચે ચોખા વેરતા ગયા અને ત્યાં પગથીયાના ટાંક્ણા પડતાં ગયા.જાણો છો આ પગથિયાં બનાવવામાં કેટલો ખર્ચ થયો હતો? એ સમયના રૂપિયા ત્રેસઠ લાખ રૂપિયાના ખર્ચા પછી ગિરનારના પગથિયાં થોડા સહેલા બન્યા.

ઉદયન મંત્રી અને બાહડ મંત્રીનો આપણે આભાર માનવો જોઇયે કે તેમને આવો વિચાર આવ્યો.અને ગિરનારની વાટ થોડી સહેલી થઈ.

અમે પણ જૂનાગઢને એટલો જ પ્રેમ કરીએ છીએ જેટલો તમે! જૂનાગઢ પ્રત્યેના આ પ્રેમને વધુ ગાઢ બનાવવા Aapdu Junagadh આપને જરૂરથી ઉપયોગી થશે. આ એક એવું માધ્યમ છે, જેના દ્વારા તમે આપણાં જૂનાગઢમાં બનતી રોજબરોજની સકારાત્મક ઘટનાઓ, નગરજનોને ઉપયોગી માહિતી, જૂનાગઢ શહેર અને તેની આજુબાજુ આવેલા સ્થળો, ધાર્મિકતા, ઐતિહાસિક સ્મારકો, વ્યક્તિ વિશેષ વિશેની માહિતી મેળવી શકશો. જો તમને ઉપરનો લેખ ગમ્યો હોય તો, શેર કરીને વધુને વધુ લોકો સુધી પહોંચાડો તથા તમારો અભિપ્રાય નીચે કોમેન્ટ બોક્સમાં જણાવો.
જો આપની પાસે જૂનાગઢ વિશેની વિશેષ માહિતી હોય તો અમારા સુધી ઇમેઈલ દ્વારા પહોંચાડી શકો છો.

Email Id: aapdujunagadh@gmail.com

Author: Urvashi Deshani  #TeamAapduJunagadh

Also Read : ગાયત્રી બાદ ‘ યે રિશ્તા કયાં ‘ માંથી આ અભિનેત્રી લઈ રહી છે વિદાઇ ! સિરિયલ છોડ્યા બાદ કરશે કઈક આવું…