દેવાયત બોદર (ભાગ 2: દેવાયત બોદરે આપ્યો જૂનાણાંના ધણીને આશરો)

દેવાયત બોદર

દેવાયત બોદર : જૂનાગઢનો રાજપલટો થઇ ગયો છે, જૂનાગઢના રાજા રા’ડિયાસની દગાથી હત્યા થઈ ગઈ છે, ત્યારે રાણી સોમલ દેના ખોળે રમતું બાળક એટલે કે જૂનાગઢનો ધણી નવઘણ નોંધારો ન બને તે માટે રાણી સોમલ દે તેને આલીદર બોડીદરન આહીર દેવાયત બોદરને ત્યાં હેમખેમ પહોંચાડવા પોતાની દાસી વડારણ વાલબાઈની મદદ લે છે. ત્યારે દાસી વાલબાઈ નવઘણને હેમખેમ દેવાયત બોદરને ત્યાં પહોંચાડી દે છે. દેવાયત બોદરદેવાયત બોદર આલીદર ગામના વતની હતા. તેમના પરિવારમાં નવઘણની ઉંમરના જ બે સંતાનો હતા; જેમનો એક પુત્ર વાહણ અને એક પુત્રી જાહલ હતી. સોલંકીના કાળા કેર વચ્ચે દેવાયત બોદર અને આહિરાણી નવઘણનો જીવ બચાવવા તેમને પોતાનો જ પુત્ર સમજીને આશરો આપે છે.દેવાયત બોદર દેવાયત બોદર રાજ બાળકને આહિરાણીન હાથમાં સોંપતા કહે છે કે,”જૂનાણાંનું ભાવિ હવે આપણાં હાથમાં છે, આ રાજ બાળક મારા જીભની માનેલી બેન રાણી સોમલ દેનું છે. સોલંકીના આક્રમણથી હવે તે માં વિહોણો બન્યો છે અને આપણે આશરે આવી પહોંચ્યો છો!”ત્યારે આહિરાણી ખૂબજ હેતથી અને પ્રેમથી રાજબાળ નવઘણનો સ્વીકાર કરે છે અને કહે છે કે,”મારા બંને સંતાનો વચ્ચે, હવે આ પણ મારુંજ સંતાન છે અને હું અને ઉછેરીશ! મુરલીધર હવે આ નવઘણન રખોપા કરશે.” આ રીતે જૂનાગઢન ધણીને દેવાયત આહીરને ત્યાં આશરો મળે છે અને બંને ભાઈ-બહેન સાથે ઉછરી રહ્યો છે.પાંચેક વર્ષનો સમય વીત્યા પછી ભગવાન જાણે’ને ક્યાંકથી બાતમી મળી હોય કે કેમ, પણ આલીદરના જાપે સોલંકીના સૈનિકોએ ચોકી બેસાડી અને આખા ગામ પર ચાંપતી નજર રાખવાનું શરૂ કર્યું છે. આહિર કોમના વડીલોને બોલાવી પૂછપરછ કરવામાં આવી રહી છે કે,”રા’ડિયાસનો વંશજ દેવાયત બોદરને ત્યાં છે, શું આ વાત સાચી છે? શું સાચેજ દેવાયતના ઘરમાં રાજનો દુશ્મન ઉછરી રહ્યો છે?”. ત્યારે વફાદર આહીરો મગનું નામ મરી પાડતા નથી, બધા ના કહીને નનયો કરે છે. આખરે સોલંકીન સૈનિકો ચોકીએ દેવાયત બોદરને બોલાવે છે…વધુ ક્રમશઃ

આગળના ભાગમાં જાણીશું કે, કઈ રીતે દેવાયત બોદર એક પાલકપિતાનું કર્તવ્ય નિભાવીને, જૂનાગઢણો ધણી નવઘણ પોતાના આશરે ઉછરે છે તેનો ખુલ્લાસો કરે છે; અને કઈ રીતે નવઘણણો જીવ બચાવવા તે પોતાના સગા દીકરાનું બલિદાન આપવા રાજી થાય છે.

સંદર્ભ: “રા’નવઘણ” પુસ્તક અને ઝવેરચંદ મેઘાણી રચિત “રા’નવઘણ”

Author: Kalpit Chandpa (“કસુંબી”) #TeamAapduJunagadh

Image Source: Madhyam Communications (Youtube Channel)

Also Read : World Press Freedom Day