આપણું જૂનાગઢ ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

શક્તિપીઠ

શક્તિપીઠ : હિન્દુ ધર્મમા સ્ત્રીની દૈવીતા બ્રહ્માંડમાં સૌથી મહાન સર્જનાત્મક શક્તિ માનવામાં આવે છે. વિશ્વભરમાં હિન્દુઓ અનેક તહેવારો દ્વારા શક્તિની આરાધના કરે છે. નવરાત્રી, દુર્ગા પૂજા, કાલિ પૂજા આવા બધા તહેવારો છે. તો ચાલો આ નવરાત્રીમા તમને જણાવીએ 51 શક્તિપીઠ પાછળની પૌરાણિક કથા…

હિન્દુ પૌરાણિક કથાઓ મુજબ બ્રહ્માના પુત્ર એટલે કે રાજા દક્ષ પ્રજાપતિને સતી નામની પુત્રી હતી. સતી ભગવાન શિવની ઉપાસના કરતી હતી અને અંતે જ્યારે તેની લગ્ન કરવાની ઉંમર આવી, ત્યારે તે જાણતી હતી કે તે કૈલાશ પર ભગવાન શિવ હતાં અને તેમના નામના શ્વાસ સતીમાં ચાલતાં હતા. અને તેમને પામવા માટે સતીએ તરત જ તેના પિતાના વૈભવ અને મહેલને છોડી દીધા અને શિવના હૃદયને જીતવા માટે તેનું ધ્યાન શરૂ કર્યું.

તેમણે ગાઢ જંગલોમાં તીવ્ર તપશ્ચર્યા કરી. ભગવાન શિવ તેણીની તપસ્યાથી પ્રસન્ન થયા અને તેણી સાથે લગ્ન કરવા સમંત થયા. દંતકથા મુજબ એવું કહેવાય છે કે સતી અને શિવ તેમના વૈવાહિક જીવનમાં ખુશ હતા, પરંતુ રાજા દક્ષ પ્રજાપતિ આ વિવાહથી બિલકુલ ખુશ નહતા, તેથી દક્ષએ એક મહાન યજ્ઞ ગોઠવ્યો, ત્યારે તેણે બધા દેવો અને સંતોને આમંત્રણ આપ્યું, પરંતુ તેમના જમાઈ શિવને સભાનપણે તેમનું અપમાન કરવા માટે બાકાત રાખ્યા. તેના પિતાના નિર્ણયથી દુ:ખી થઈને સતીએ તેના પિતાની મુલાકાત લેવાનું નક્કી કર્યું અને તેમને આમંત્રણ ન આપવાનું કારણ માંગ્યું, પણ રાજા દક્ષ પ્રજાપતિએ મૌન ધારણ કરી ફરી ભગવાન શિવનું અપમાન કર્યું. પોતાના પતિનું અપમાન સહન કરવામાં અસમર્થ સતીએ પોતાની જાતને યજ્ઞની ચમકતી આગમાં હોમી દીધી.

જયારે શિવને આ વાતની જાણ થઇ ત્યારે તેઓ ગુસ્સે થયા અને તેમની જટા ખોલી વીરભદ્રનું સર્જન કર્યું, વીરભદ્રએ દક્ષના મહેલમાં વિનાશ કર્યો અને તેને વધ કર્યો. આ દરમિયાન, તેમના પ્રિય આત્માના અવસાનનો શોક કરતા શિવએ સતીના શરીરને હાથોમાં લઇ અને વિનાશ (તાંડવઃ)ના નૃત્યનો પ્રારંભ કર્યો. બ્રહ્માંડને બચાવવા અને શિવની સંવેદનાને પાછા લાવવા, ભગવાન વિષ્ણુએ 51 ટુકડાઓમાં સુદર્શન ચક્રનો ઉપયોગ કરીને સતીનું નિર્જીવ શરીર કાપી નાખ્યું.

આ ટુકડાઓ વિવિધ સ્થળોએ પૃથ્વી પર પડયા અને શક્તિ પીઠ તરીકે જાણીતા થયા . આ બધા 51 સ્થાનો પવિત્ર ભૂમિ અને યાત્રાધામ માનવામાં આવે છે.

Also Read : જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ભારતની 21મી સર્વશ્રેષ્ઠ યુનિવર્સિટી બની! આવો જાણીએ સંપૂર્ણ વિગતો…

આપણું જૂનાગઢ ફેસબુક પેઈજ લાઇક કર્યું ?


આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!