જૂનાગઢ જિલ્લાના આ સેવાભાવી મહિલાએ હજારો સ્ત્રીઓને સરકારી યોજનાઓનો લાભ અપાવ્યો છે

જૂનાગઢ

જૂનાગઢ : લોકોની સેવા માટે કાર્યો કરતી અનેક સેવાભાવી સંસ્થાઓ વિશે આપણે સાંભળ્યું છે, પરંતુ હાલતી ચાલતી સેવાભાવી સંસ્થા વિશે ક્યારેય સાંભળ્યું છે!! જી હા, આજે અમે તમને એક એવી મહિલા વિશે જણાવીશું, જે બીજા લોકોને મદદ કરવા હંમેશા તૈયાર રહે છે.

ગૃહસ્થ જીવનમાંથી નિવૃત થયા બાદ કોઈપણ માણસ શું કરે? શાંતિથી પ્રભુ ભક્તિ કરી નિવૃત જીવન જીવે, પણ ઘણા લોકો એવા હોય છે જેને નિવૃત થવું ગમતું જ નથી. નિવૃત્તિ બાદ પણ તેઓ સમાજ સેવા સાથે જોડાયેલા રહે છે. આજે એક એવા સેવાભાવી વૃધ્ધાની વાત કરવી છે કે, જેમણે જનસેવા એ જ પ્રભુસેવાને પોતાનો જીવનમંત્ર બનાવી મહિલાઓને સરકારની યોજનાઓનો લાભ અપાવવાનું પ્રણ લીધું છે.

જૂનાગઢ

આ મહિલાનું નામ છે રૂપીબેન માલદેભાઈ કેશવાલા. માણાવદરના બસ સ્ટેશન નજીક રહેતા 65 વર્ષના રૂપીબેનના પતિ પોલીસ હતા અને વર્ષો પહેલા તેમનું અવસાન થયેલું છે. તેમના પતિ પણ સેવાભાવી હતા અને એમના જ માર્ગે તેઓએ સેવાનો રાહ પકડ્યો છે. રૂપીમા મહિલાઓને સમય કાઢીને સરકારી કચેરીઓ સુધી લઈ આવે છે અને ડોક્યુમેન્ટ પૂરા ન હોય તો તે માટે પણ મદદ કરે છે.

https://twitter.com/i/status/1149292198577373184

માણાવદર મામલતદાર કચેરીમાં વિધવા મહિલાઓને શોધીને તેમને વિધવા સહાયનો લાભ અપાવવા આવેલા રૂપિમાએ કહ્યું કે, 30 વર્ષથી તેઓ બહેનોને ખાસ કરીને વિધવા બહેનો પગભર થાય તે માટે સરકારશ્રીની વિવિધ યોજનાઓનો લાભ મળે અને તેમના ડોક્યુમેન્ટ યોગ્ય રીતે તૈયાર થાય તે માટે તે નિસ્વાર્થ ભાવે સેવા કરે છે.

જૂનાગઢ

20 વર્ષથી તેમને થાઇરોઇડની બીમારી છે. તેઓએ કહ્યું કે, છેલ્લા શ્વાસ સુધી તે આ સેવા કરી શકે તે માટે પ્રાર્થના કરી રહ્યા છે. તેમણે વધુમાં કહ્યું કે સરકારે ચાલુ વર્ષે વિધવા બહેનોને રાહત મળે તે માટે પુખ્ત ઉંમરના પુત્ર ન હોવાની શરત કાઢી નાખી છે. જેથી હવે વૃધ્ધા વિધવાને પણ આ યોજનાનો લાભ મળશે. માણાવદર પંથકમાં પાત્રતા ધરાવતી વિધવા બહેનોને સહાય મળે તે માટે તેઓ પ્રયત્નશીલ છે.

જૂનાગઢ

રૂપીમાએ કહ્યું કે, ત્રીસ વર્ષમાં માણાવદર અને બાટવા પંથકની પંદર હજારથી વધુ બહેનોને જુદી જુદી સરકારી યોજનાઓનો લાભ તેમજ તેમને કોઈને કોઈ કામ મળી રહે તે માટે એકબીજાને મળીને સફળ પ્રયત્નો કર્યા છે.

Author: Urvashi Deshani #TeamAapduJunagadh

Also Read : Two extra buses have been arranged for Junagadh – Somnath route during the holy month of Shrawan.