Gir Lion Info : સાવજ…!! નામ પડતાં જ મનમાં સવાશેર લોહી ચડી જાય, રૂંવાળે રૂંવાળે ખુમારી ફૂંટવા લાગે. ગીરના સિંહો એ ફક્ત વન્ય પ્રાણી જ નથી, પરંતુ સૌરાષ્ટ્ર પ્રદેશનું અનોખુ ગૌરવ છે. આપણને મળેલા આ અમૂલ્ય વારસા જેવા સિંહો વિશે આપણી પાસે બહુ જૂજ માહિતી હશે! ત્યારે આવો આજે જાણીએ ગીરના ખુમારી ભરેલા રતન, “એશિયાઈ સિંહ” વિશેની કેટલીક જાણી-અજાણી વાતો…
એશિયાઇ સિંહ એ બિલાડ વંશનું સૌથી ઊંચું અને વાઘ પછીનું સૌથી મોટું પ્રાણી છે. આ પ્રાણી આખા વિશ્વમાં માત્ર ગુજરાત રાજ્યમાં આવેલા સૌરાષ્ટ્ર વિસ્તારના ગીર અભયારણ્યમાં જોવા મળે છે. એશિયાઇ સિંહએ ભારતમાં જોવા મળતી 5 “મોટી બિલાડી”ઓ માંથી એક છે. અન્ય ચાર પ્રજાતિમાં બેંગોલ ટાઇગર, ભારતીય દિપડો, બરફનો દિપડો (snow leopard) અને ધબ્બેદાર દિપડો (clouded leopard) વગેરે છે.
પહેલાના સમયમાં તે અરબસ્તાનથી છેક સુમાત્રા સુધી જોવા મળતા હતાં, ત્યારે તેની ત્રણ પ્રજાતિઓ હતી બંગાળના સિંહ, અરેબીયાના સિંહ અને ઇરાનના સિંહ. સમય જતાં આજે તે ફક્ત ભારતનાં થોડા ભાગ પુરતા જ જોવા મળે છે. હાલ આફ્રિકામાં જોવા મળતા સિંહ કરતા તે કદમાં નાનાં અને રંગે ઝાંખા હોય છે, પરંતુ આક્રમકતાની દ્રષ્ટિએ આ બંન્ને પ્રજાતિ સરખી જ હોય છે.
આ પ્રાણી સામાન્ય રીતે શિયાળાની ઋતુમાં, જંગલમાં રસ્તાની આજુબાજુ ખુલ્લા વિસ્તારોમાં તથા ઉનાળાની ઋતુમાં જળસ્ત્રોતોની આજુબાજુ જોવા મળે છે. સિંહણ સામાન્ય રીતે એક વારમાં બે થી ત્રણ બચ્ચાંઓને જન્મ આપે છે, પાછલા સમયમાં ચાર બચ્ચા આપ્યાનું પણ નોંધાયેલ છે.
વિશ્વમાં સિંહનું આયુષ્ય વધુમાં વધુ 29 વર્ષ નોંધાયેલું છે, પરંતુ સામાન્ય રીતે તેનું આયુષ્ય 15 થી 18 વર્ષનું હોય છે. જુનાગઢ ખાતે આવેલા સક્કરબાગ પ્રાણીસંગ્રહાલયમાં વધુમાં વધુ 23 વર્ષ અને અમદાવાદ પ્રાણીસંગ્રહાલયમાં 26 વર્ષ નોંધાયેલું છે.
સામાન્ય રીતે જ્યાં સિંહની વસ્તી હોય છે, ત્યાં વાઘ રહેતા નથી અને તેનું કારણ બીજું કશું નહીં, પણ એ હકીકત છે કે સિંહ અને વાઘ બંનેને રહેઠાણ માટે અલગ-અલગ પ્રકારનાં જંગલની જરુરિયાત હોય છે. સિંહને પાંખા આવરણવાળા જંગલ માફક આવે છે, જ્યારે વાઘને ગાઢ જંગલો વસવા માટે પસંદ હોય છે. સિંહને ૧૮ નખ હોય છે. સિંહના આગળના પગમાં 4-4 અને પાછળના પગમાં 5-5 નખ હોય છે.
વર્ષ 1880 થી 1890 સુધીમાં દેશમાંના અન્ય રાજ્યોમાંથી ધીરેધીરે સિંહનો સફાયો થયો અને ફક્ત ગીરના જંગલ પૂરતા તે સિમીત રહી ગયા. આ માટેનો સંપૂર્ણ ફાળો જૂનાગઢના નવાબને જાય છે. જૂનાગઢ નવાબે સિંહની વસ્તીને પર્યાપ્ત રક્ષણ પૂરું પાડ્યું હતું. વર્ષ 1904 થી 1911 ના વર્ષ સુધીમાં સિંહની વસ્તી વધી હતી. નવાબના અવસાન બાદ વાર્ષિક 12 થી 13 સિંહોનો શિકાર કરવામાં આવતો. 1911 થી સિંહના શિકાર ઉપર ચુસ્તપણે પ્રતીબંધ ફરમાવવામાં આવ્યો. 1913 માં જૂનાગઢના મુખ્ય વન અધીકારી તરફથી કરવામાં આવેલ નોંધ અનુસાર વધારેમાં વધારે 20 સિંહો હૈયાત હોવાનું જાણવા મળ્યું હતું.
ગીર જંગલ શુષ્ક અને અર્ધશુષ્ક જંગલવાળા વિસ્તાર જેમ કે, ગીરનાર અને મીતીયાળા સાથે જોડાયેલું હતું અને આ સિવાય બરડા અને આલેચની ટેકરીઓમાં પણ વિસ્તરેલું હતું. ઢાંક અને ચોરવાડની વચ્ચેના જંગલોમાં પણ ગીર સાથે જોડાયેલા હતા. આ સિંહ માટેના નવા પ્રવેશદ્વાર છે. આ વિસ્તારોમાં સિંહ મુક્તપણે વિચરી શકતા. તાજેતરના વર્ષોમાં સિંહ ગીર, ગીરનાર, મીતીયાળા, બરડા, જેસર, પાલીતાણા, ભાવનગર અને અમરેલી વિસ્તારોમાં પોતાનું કાયમી નિવાસસ્થાન બનાવી વિચરી
આ આર્ટિકલમાં મુકેલી તમામ તસ્વીરો અમે Google પરથી લીધેલી છે. જે મૂકવા પાછળનો ઉદ્દેશ્ય આર્ટિકલની પારદર્શકતા વધારવાનો છે.
અમે પણ જૂનાગઢને એટલો જ પ્રેમ કરીએ છીએ જેટલો તમે! જૂનાગઢ પ્રત્યેના આ પ્રેમને વધુ ગાઢ બનાવવા Aapdu Junagadh આપને જરૂરથી ઉપયોગી થશે. આ એક એવું માધ્યમ છે, જેના દ્વારા તમે આપણાં જૂનાગઢમાં બનતી રોજબરોજની સકારાત્મક ઘટનાઓ, નગરજનોને ઉપયોગી માહિતી, જૂનાગઢ શહેર અને તેની આજુબાજુ આવેલા સ્થળો, ધાર્મિકતા, ઐતિહાસિક સ્મારકો, વ્યક્તિ વિશેષ વિશેની માહિતી મેળવી શકશો. જો તમને ઉપરનો લેખ ગમ્યો હોય તો, શેર કરીને વધુને વધુ લોકો સુધી પહોંચાડો તથા તમારો અભિપ્રાય નીચે કોમેન્ટ બોક્સમાં જણાવો.
જો આપની પાસે જૂનાગઢ વિશેની વિશેષ માહિતી હોય તો અમારા સુધી ઇમેઈલ દ્વારા પહોંચાડી શકો છો.
Email Id: aapdujunagadh@gmail.com
Also Read : Himjamata Temple : હિમાલયનાં દીકરી અને પાર્વતી સ્વરૂપ: માઁ હિમજા