કોરોના : ગુજરાતમાં ગઈકાલે પ્રથમવાર 1,000થી વધુ કેસ નોંધાતા કુલ પોઝીટીવ કેસ 50 હજારને પાર થયા.

કોરોના : છેલ્લા અમુક દિવસોથી જૂનાગઢમાં સતત વધતા કોરોનાના કેસમાં થોડી ગતિ મંદ પડી હોય તેવું જણાઈ છે. ગઈકાલના રોજ પણ નવા નોંધાયેલા પોઝીટીવ કેસની સંખ્યા માત્ર 12 રહી હતી, જેનાથી સમગ્ર જૂનાગઢ જિલ્લા સહિત તંત્રમાં પણ રાહતની લાગણી વ્યાપી હતી. અહીં જૂનાગઢના કોરોનાના આંકડાઓ વિશે વિસ્તારપૂર્વક માહિતી મેળવીએ, તે પહેલાં ગુજરાત અને ભારતના કોરોનાના આંકડા પર નજર કરીએ.

સૌથી પહેલા અહીં ભારતના કોરોનાના આંકડાઓ પર નજર કરીએ. છેલ્લા 24 કલાક બાદ દેશમાં કોરોનાના પોઝીટીવ કેસમાં ફરી નવા 37 હજાર પોઝીટીવ કેસ નોંધાયા છે. આ સાથેના ભારતના કોરોનાના અન્ય આંકડાઓ પર નજર કરીએ.

ભારતના કોરોનાના આંકડા:

  • તારીખ: 22મી જુલાઈ, 2020(બુધવાર)
  • સમય: સવારે 11 વાગ્યા સુધી
  • કુલ પોજીટીવ કેસની સંખ્યા: 11,92,915 (વધુ 37,724 નવા કેસ ઉમેરાયા)
  • રિકવર થયેલા દર્દીઓની સંખ્યા: 7,53,050 (વધુ 28,472 લોકો રિકવર થઈ ગયા)
  • કુલ મૃત્યુઆંક: 28,732 (વધુ 648 લોકોનું દુઃખદ અવસાન થયું)
  • કુલ એક્ટિવ કેસની સંખ્યા: 4,11,133

ગુજરાત રાજ્યના કોરોનાને લગતા આંકડાઓ:

  • તારીખ: 21મી જુલાઈ 2020(મંગળવાર)
  • સમય: સાંજે 5:00 વાગ્યા સુધી
  • કુલ પોઝીટીવ કેસની સંખ્યા: 50,465 (નવા 1,026 કેસ નોંધાયા)
  • કુલ રિકવર થયેલા દર્દીઓની સંખ્યા: 36,403 (વધુ 744 લોકોએ કોરોનાને મ્હાત આપી.)
  • કોરોના વાઇરસના દર્દીઓનો મૃત્યુઆંક: 2,201 (વધુ 34 લોકોના મૃત્યુ થયા.)
  • કુલ એક્ટિવ દર્દીઓની સંખ્યા: 11,861

કોરોના

ભારત અને ગુજરાત બાદ હવે જૂનાગઢના કોરોનાના આંકડાઓ પર એક નજર કરીએ. છેલ્લા 24 કલાક બાદ જૂનાગઢ જિલ્લામાં કોરોનાના નવા માત્ર 12 કેસ જ નોંધાયા છે. જેથી સમગ્ર જૂનાગઢ જિલ્લાના લોકો અને તંત્ર દ્વારા થોડા ફહતના શ્વાસ લેવાય હતા. નવા આવેલા કેસની વિસ્તાર સહિતની તમામ માહિતી નીચે દર્શાવેલ Image મુજબ છે.

આ સાથે જ કાલના દિવસે વધુ 22 લોકોએ કોરોનાને મ્હાત આપી છે, જ્યારે ગઈકાલના રોજ વધુ 1 કોરોના દર્દીનું દુઃખદ અવસાન થયું છે.

જૂનાગઢ જિલ્લાની કોરોના વાઇરસ સંબંધિત માહિતી:

●તારીખ: 21મી જુલાઈ, 2020 (મંગળવાર)
●સમય: 8:00 PM
●કુલ પોઝીટીવ કેસની સંખ્યા: 576
●કુલ એક્ટિવ કેસની સંખ્યા: 123
●સાજા થયેલા દર્દીઓની સંખ્યા: 430
●મૃત્યુઆંક: 18

કોરોના

આ સાથે જ અહીં જણાવવાનું કે, જૂનાગઢ જિલ્લામાં અન્ય રાજ્ય અને જિલ્લામાંથી કોરોનાની સારવાર લાઇ રહેલા દર્દીઓની સંખ્યા 51 છે, જેથી જૂનાગઢ જિલ્લામાં સારવાર લઇ રહેલા દર્દીઓની કુલ સંખ્યા 627 ગણવામાં આવે છે.

કોરોના