કોરોના : દેશમાં ગઈકાલે એક જ દિવસમાં કોરોનાના કારણે મૃત્યુ થયેલા લોકોની સંખ્યામાં 2,000નો વધારો થયો છે. જે ખૂબ જ ચિંતાજનક બાબત છે. આ સાથે જ અહીં દેશમાં કોરોનાના બીજા આંકડાઓ પર એક નજર કરીએ…
ભારતના કોરોનાના આંકડા:
●તારીખ: 17મી જૂન, 2020(બુધવાર)
●સમય: સવારે 11 વાગ્યા સુધી
●કુલ પોજીટીવ કેસની સંખ્યા: 3,54,065 (વધુ 10,974 નવા કેસ ઉમેરાયા)
●રિકવર થયેલા દર્દીઓની સંખ્યા: 1,86,935 (વધુ 6,992 લોકો રિકવર થઈ ગયા)
●કુલ મૃત્યુઆંક: 11,903 (વધુ 2,003લોકોનું દુઃખદ અવસાન થયું)
●કુલ એક્ટિવ કેસની સંખ્યા: 1,55,227 (2,049 કેસનો વધારો થયો)
ભારત બાદ હવે પરત ફરીએ આપણાં ગુજરાતના કોરોનાના આંકડાઓ પર. ગુજરાતમાં છેલ્લા 24 કલાક બાદ પોઝીટીવ કેસમાં 520 કેસનો વધારો નોંધાયો છે, સાથે જ 27 લોકોના કોરોનાના કારણે મૃત્યુ થયા છે, આ સાથે જ અહીં ગુજરાતના કોરોના સંબંધિત આંકડાઓ પર નજર કરીએ…
ગુજરાત રાજ્યના કોરોનાને લગતા આંકડાઓ:
- તારીખ: 17મી જૂન, 2020
- સમય: સાંજે 5:00 વાગ્યા સુધી
- કુલ પોઝીટીવ કેસની સંખ્યા: 25,148 (નવા 520 કેસ નોંધાયા)
- કુલ રિકવર થયેલા દર્દીઓની સંખ્યા: 17,438 (વધુ 348 લોકોએ કોરોનાને મ્હાત આપી.)
- કોરોના વાઇરસના દર્દીઓનો મૃત્યુઆંક: 1,561 (વધુ 27 લોકોના મૃત્યુ થયા.)
- કુલ એક્ટિવ દર્દીઓની સંખ્યા: 6,149
ભારત અને ગુજરાતના કોરોનાના આંકડા જોયા બાદ હવે જૂનાગઢ જિલ્લાના કોરોનાના આંકડા પર એક નજર નાખીએ, તો જાણી શકાય કે, જૂનાગઢ જિલ્લામાં આજે કોરોના વાઇરસના નવા 5 કેસ નોંધાયા છે, જેની સાથે જ જિલ્લામાં કોરોનાના પોઝીટીવ કેસની સંખ્યા43 થઈ ચૂકી છે.
જૂનાગઢ જિલ્લાની કોરોના વાઇરસ સંબંધિત માહિતી:
●તારીખ: 17મી જૂન, 2020 (બુધવાર)
●સમય: 5:00 PM
●કુલ પોઝીટીવ કેસની સંખ્યા: 43
●કુલ એક્ટિવ કેસની સંખ્યા: 12
●સાજા થયેલા દર્દીઓની સંખ્યા: 30
●મૃત્યુઆંક: 1
Also Read : Voting is a right, a responsibility, and a privilege