છેલ્લા બે માસમાં 15 જેટલા બાળસિંહોનો જન્મ થયો છે

આમ તો ગીરની મુલાકાત પર હાલ ચોમાસાના લીધે પ્રતિબંધ છે પણ ગીરમાં ફરવા જતા લોકોને જાણીને આનંદ થશે કે તાજેતરમાં જ છેલ્લા બે માસમાં 15 જેટલા બાળસિંહોનો જન્મ થયો છે. ચોમાસા દરમ્યાન સંવનનકાળ હોવાથી છેલ્લા અમુક સમયથી સિંહણો સિંહબાળને જન્મ આપે છે. હજુ આવનારા સમયમાં(ઓક્ટોબર-નવેમ્બર માસમાં) 50થી વધુ સિંહબાળનો જન્મ થવાની સંભાવના છે. ગીર વન્યક્ષેત્ર આગામી 16 ઓક્ટોબરથી મુલાકાત માટે ખુલ્લું મુકવામાં આવશે.

Also Read : જાણો કાળવા ચોકના નામકરણ અને ત્યાં ઊભેલી પ્રતિમાનો ઉજળો ઇતિહાસ