Why do leopards attack more in summer? દીપડા (leopard) શા માટે ઉનાળામાં જ વધુ હુમલા કરે છે? જાણો આ રહ્યું કારણ..
વન્યપ્રાણીઓ માનવો પર હુમલા કરતાં હોય, તેવા દાખલા ઉનાળાની ઋતુમાં સૌથી વધુ સામે આવતા હોય છે! એમાંય ખાસ કરીને દીપડા (leopard) જેવા હિંસક પ્રાણીઓ દ્વારા થતાં હુમલાના કિસ્સાઓ સૌથી વધુ ચર્ચામાં આવે છે, ત્યારે મનમાં સવાલ અવશ્યથી થાય કે, આવું ઉનાળાની સિઝનમાં જ શા માટે વધુ બને છે?
જેનો જવાબ આપતા જૂનાગઢના મુખ્ય વન સંરક્ષક આરાધના સાહુ જણાવે છે કે; ચાલુ વર્ષની ઉનાળાની ઋતુમાં અત્યાર સુધીમાં 10 જેટલા એવા કિસ્સાઓ સામે આવ્યા છે, જેમાં કોઈ વન્યપ્રાણીએ માનવ વસાહતમાં જઈને કોઈ પર હુમલો કર્યો હોય! જેની પાછળનું મુખ્ય કારણ એ છે કે; ઉનાળાની ઋતુમાં લોકો ઘરના ફળિયામાં કે ખેતરની ખુલ્લી જગ્યામાં સુવાનું વધુ પસંદ કરતાં હોય છે.
ત્યારે ઉનાળાની ઋતુમાં જંગલમાં પૂરતું પાણી અને ખોરાક ન મળતા વ્યાકુળ બનેલા વન્યપ્રાણીઓ માનવ વસાહત કે ખેત વિસ્તારમાં આવી ચડતા હોય છે, એ વખતે ખુલ્લામાં સૂતેલા માનવો પર તેઓ સહેલાઈથી હુમલો કરીને તેને પોતાનો શિકાર બનાવતા હોય છે. આવા દાખલાઓમાં દીપડા (leopard) દ્વારા થયેલ હુમલાઓની સંખ્યા વધુ પ્રમાણમાં જોવા મળે છે!
જ્યારે સિંહ જેવા પ્રાણીઓ તેની છેડતી કે પજવણી સિવાય ક્યારેય પણ માનવજાત પર હુમલો કરતાં નથી, તેવું મોટાભાગના તારણોમાંથી જાણવા મળે છે! જેને લઈને સુરક્ષા રાખવા અંગે તેઓએ જણાવ્યું કે; રહેણાંક નજીક પાલતુ પ્રાણીઓના મૃતદેહ ન રાખવા, જો નોનવેજ ખાવાની આદત હોય તો વધેલ ખોરાકને યોગ્ય જગ્યાએ નિકાલ કરવો, જો બહાર ખુલ્લી જગ્યામાં સુવાનું થાય તો સંપૂર્ણ સુરક્ષિત જગ્યાએ સૂવું જોઈએ.
Watch Video : Click here
Also Read : Wildlife Gir Jungle : જંગલ છોડી નીકળેલા પ્રાણીઓને પાછાં લાવવા, વનતંત્ર દ્વારા થઈ રહી છે આ વિશિષ્ટ કામગીરી