Aapdu Junagadh Food Awards 2020 ની થઈ શરૂઆત, હવે કરીએ વોટ બીજી બધી પછી વાત!

Aapdu Junagadh

Aapdu Junagadh : જૂનાગઢનું પોતાનું સોશિયલ મીડિયા નેટવર્ક એવું ‘Aapdu Junagadh’ ફરી એકવાર લઈને આવી રહ્યું છે, “Aapdu Junagadh Food Award.” જી હા!ગત વર્ષના આપના સ્વાદિષ્ટ પ્રતિસાદને ધ્યાને રાખીને આ વર્ષે ફરી એકવાર જુનાગઢની સ્વાદપ્રેમી જનતાને પોતાની જીભનો સ્વાદ અને પેટની અગ્નિ ઠરવા માટે સર્વોત્તમ સ્થળ મળી રહે, તે હેતું સાથે Aapdu Junagadh લઈને આવ્યું છે,“Aapdu Junagadh Food Award”.

Aapdu Junagadh

તો તમે તૈયાર થઈ જાવ, તમારા મનપસંદ ફૂડ પ્લેસને ટોપ સુધી પહોંચાડવા માટે! કારણ કે, વોટિંગ લાઇન તા.5મી ફેબ્રુઆરીથી ચાલુ થઈ રહી છે. જેમાં તમારે અમુક સ્ટેપ્સ ફોલોવ કરીને તમારા મતાનુસાર સ્વાદ, સ્વછતા તેમજ સર્વિસમાં શ્રેષ્ઠ હોય તેવા ફૂડ પ્લેસને વોટિંગ કરવાનું રહેશે. જેની મદદથી જૂનાગઢનાં સારામાં સારા ફૂડ પ્લેસને અમારા તરફથી ફૂડ એવોર્ડ 2020 આપવામાં આવશે.

ગત વર્ષે યોજાયેલા ફૂડ એવોર્ડ કરતાં આ વર્ષે યોજનારા ફૂડ એવોર્ડમાં કેટલીક નવીનતાઓ જોવા મળશે. આ વર્ષે ફૂડ એવોર્ડમાં આપણી સાથે એક સેલિબ્રિટિ પણ જોડાશે અને આપ સૌ હવે આ વાતથી વાકેફ છો કે, આ સેલેબ્રિટી એટલે આપણાં સૌના કાનને જેનો અવાજ સાંભળવો ગમે, જેની વાતો સાંભળીને લાગે કે‘ એલા, આ તો આપણો કોઈ દોસ્તાર છે!’ તેવા રેડ એફ.એમ. ફેઇમ ‘RJ આકાશ’.

જી બિલકુલ, આ વર્ષે ફૂડ એવોર્ડમાં તમારી સાથે જોડાશે RJ આકાશ. આ ફૂડ એવોર્ડમાં તમારા વોટ અને RJ આકાશના પ્રતિભાવોને ધ્યાનમાં રાખીને જુદાજુદાં ફૂડ પ્લેસને અમે આપીશું જૂનાગઢની જનતા દ્વારા નક્કી થતો બેસ્ટ ફૂડ સ્પોટનો ‘Aapdu Junagadh Food Award’. તમારે તમારા ચહીતા સ્થળને એવોર્ડ અપાવવા માટે અમુક સ્ટેપ્સ ફોલોવ કરવા પડશે જે કઈક આ મુજબ છે…

પહેલા રાઉન્ડમાં સૌપ્રથમ અમારા ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર દરેક કેટેગરીઝને સંબંધિત એક વિડિયો આવશે, ત્યારબાદ તમારે એ કેટેગરીઝમાં જે સ્થળ તમારી દ્રષ્ટિએ સ્વાદ, સ્વછતા અને સર્વિસમાં સર્વશ્રેષ્ઠ હોય તેનું નામ કોમેન્ટમાં જણાવવાનું રહેશે. તમારા દ્વારા મળેલી કોમેન્ટમાંથી જે બે નામ સૌથી વધુ વોટ મેળવશે તેમને અમે બીજા રાઉન્ડમાં આગળ લઈ જઇશું.

બીજા રાઉન્ડમાં RJ આકાશ દ્વારા જે તે સ્થળ પર જઈને, જે તે કેટેગરીઝનું જાત નિરિક્ષણ કરવામાં આવશે. આ બીજા રાઉન્ડ બાદ તમારા વોટિંગ અને RJ આકાશના પ્રતિભાવને ધ્યાનમાં રાખીને દરેક કેટેગરીના સૌથી શ્રેષ્ઠ ફૂડ પ્લેસને આપવામાં આવશે ‘Aapdu Junagadh Food Award’. યાદ રાખજો આ ફૂડ એવોર્ડમાં માત્રને માત્ર જૂનાગઢની જનતા અને RJ આકાશ જ પ્રતીભાવ આપશે અને તેના પરથી જ વિજેતાઓના નામ જાહેર થશે. આ આખી ઇવેન્ટમાં Aapdu Junagadh માત્ર ડિજિટલી સહકાર આપશે, પરંતુ વોટિંગ કરીને આગળ લઈ જવાનું કામ તમારૂ છે…

For Voting – https://aapdujunagadh.com/foodawards/

Also Read : the occasion of celebrating Birth Anniversary of Lord Parshuram.