લુ થી બચવાના ઘરગથ્થું ઉપાય

લુ થી બચવાના ઘરગથ્થું ઉપાય

લુ થી બચવાના ઘરગથ્થું ઉપાય : આજ કાલ સૂરજ માંથી વધારે પ્રમાણમાં અગ્નિજ્વાળાઓ ફેંકાઈ રહી છે અને મોસમ વિભાગની જાણકારી મુજબ આ સ્થિતિ 16 મે સુધી આમજ રહેશે. આ આકરા તાપથી શરીરમાં લુ લાગવા,સન સ્ટ્રોક કે હિટ સ્ટ્રોક નાં કેસોમાં સમયસર સારવારનો અભાવ જીવલેણ સાબીત થઇ શકે છે.
લુ થી બચવાના ઘરગથ્થું ઉપાય
લુ લાગવા પર આ ઘરગથ્થુ ઉપાય કરી શકાય.

 1. છાયાઅથવા એસીવાળા સ્થાન પર દર્દીને લઇ જવો.
 2. દર્દીના શરીર પર ભીના કપડા ફેરવવા.
 3. પંખાનો સીધો પવન દર્દીના શરીર પર પહોંચે તેમ કરવુ.
 4. દર્દીને ઠંડા પાણીમાં નાહવા કહેવું.
 5. પ્રવાહી વધારે પીવુ.
 6. માદક પદાર્થોનું સેવન ન કરવું.

-કહે છે ” પાણી પહેલાં પાળ બાંધવી” તેવીજ રીતે લૂ જ ન લાગે તે માટે કેટલીક ટિપ્સ :
લુ થી બચવાના ઘરગથ્થું ઉપાય
લુ થી બચવા માટેના સરળ ઉપાયો નીચે મુજબ છે.

 1.  ઓછા વજનવાળા અને હળવા કપડા પહેરવા.
 2. તડકામાં કામ કરવાનું હોય તો આછા કલરના કપડા પહેરવા.
 3. પ્રવાહી વધારે માત્રામાં પીવું.
 4. બીપી, હૃદયરોગ અથવા માનસીક રોગની દવા લેતા હોય તો વધારે કાળજી રાખીને શરીરને ગરમીથી બચાવવુ જોઇએ અને હીટ સ્ટ્રોક સામે રક્ષણ માટેની પુરતી તૈયારી રાખવી.
 5. નાના બાળક અથવા કોઇપણ વ્યકિતને કારમાં બેસાડીને કાર પાર્ક કરી દેવી ખુબ જ ખતરનાક બની શકે છે. કારનું તાપમાન દશ મીનીટમાં જ ર૦ એફ વાતાવરણના તાપમાન કરતા ઉપર વધી શકે છે જે જીવલેણ બની શકે છે.
 6. દીનચર્યા એવી રીતે ગોઠવો કે શારીરિક કામ બહારનું હોય તો તે સવારે અથવા સાંજે કરવુ અને અનિવાર્ય હોય તો આગળ જણાવેલી કાળજી રાખવી.
 7. શરીરને ગરમીમાં કામ કરવાની ટેવ ન હોય તો તેને ધીમે ધીમે ટેવ પાડવી, એક સાથે શરીર ગરમીનો સામનો કરશે તો લુ લાગવાની શકયતા વધી જાય છે.

Also Read : જાણો સૌપ્રથમ ગિરનાર ની પરિક્રમા શરૂ કરાવનાર સોરઠ ના એક સંત વિશે