જૂનાગઢ : સામાન્ય રીતે બાળકોને તમે લીલા શાકભાજી ખાવા આપો તો તે નાપસંદ કરી મોં બગાડે છે, પરંતુ આ લીલા શાકભાજીને લઈને કોઈ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક વાનગી બને તો? જી હાં! આપણા જૂનાગઢમાં આવેલી હોટેલ ઇન્દ્રલોક ખાસ તમારા માટે અને તમારા લાડકા બાળકો માટે લઈને આવ્યું છે ’સિઝલર એન્ડ કબાબ ફેસ્ટિવલ’. જ્યાં તમને મળશે સિઝલર અને કબાબની અવનવી વેરાયટીઝ. આ સ્વાદિષ્ટ વાનગીઓનો સ્વાદ એકવાર ચાખીને વારંવાર ખાવાનું મન થઈ જાય એવી છે. આવો આ સ્વાદિષ્ટ સિઝલર અને ક્રિસ્પી કબાબ આરોગતા પહેલા તેના વિશે થોડું જાણી લઈએ…
સિઝલર :
સિઝલરની શરૂઆત લગભગ જાપાનના ટેપેનાયકીથી થઈ હોવાનું મનાય છે. દ્વિતીય વિશ્વયુદ્ધ પછી તે અમેરિકામાં સમાવિષ્ટ થયું અને વર્ષ 1950ના દાયકાથી તે એક વ્યંજન તરીકે પ્રચલિત થયું. જ્યારે ભારતમાં આ સિઝલરની શરૂઆત સૌપ્રથમ મુંબઈમાં વર્ષ 1963માં થઈ. જે શરૂઆત ફિરોઝ ઈરાની દ્વારા ઍક્સેલસીયર સિનેમાની બાજુમાં ‘ધ સિઝલર’ રેસ્ટોરન્ટમાં કરવામાં આવી. એ પછી તે ભારતભરમાં પ્રચલિત થવા લાગ્યું.
આ સિઝલરને એક ખાસ પ્રકારની ધાતુના વાસણમાં પીરસવામાં આવે છે. જે પાત્ર સિઝલરનું તાપમાન જાળવી રાખે છે અને તેનો ખરો સ્વાદ બેકરાર રાખે છે. કરકરા તળેલા શાકભાજી, ફ્રેન્ચ ફ્રાઇસ અને સિઝલિંગ બાર્બીક્યુ સોસ સૌનું મન જીતી લે છે. આ સિઝલરને સ્વાદિષ્ટ પકવાનનું મિશ્રણ પણ કહી શકીએ. જેને ચટપટા સિઝલિંગ સોસ સાથે પીરસવામાં આવે છે.
વેજ કબાબ:
વેજ કબાબ ખુબજ સ્વાદિષ્ટ અને લાજવાબ વાનગી છે. આ વાનગીની સૌપ્રથમ શરૂઆત તુર્કમાં આશરે 12મી સદીમાં થઈ હતી. એ પછી ભારતદેશમાં મુગલ શાસનકાળ દરમિયાન આ વાનગી ધીમે ધીમે પ્રચલનમાં આવી. સામાન્ય રીતે બધાને એવું લાગે છે કે કબાબ ફક્ત એક નોનવેજ ડિશ છે, પરંતુ એવું નથી તેને વેજ રીતથી પણ ખૂબ સારી રીતે બનાવવામાં આવે છે. આ કબાબ સ્વાદમાં ચટપટા અને તીખા હોય છે, ઉપરાંત તે એકદમ કરકરા હોય છે. તેમાં મસાલાનું લાજવાબ મિશ્રણ કરવામાં આવે છે જેથી આપણે તેનો સ્વાદ ક્યારેય ભૂલી શકતા નથી. વેજ કબાબમાં જુદી-જુદી શાકભાજીઓનો ઉપયોગ થાય છે જેમકે બટેટા, વટાણા વગેરે. આ વેજ કબાબ ખુબજ પૌષ્ટિક હોય છે જે આપણા સ્વાસ્થ્ય માટે લાભદાયી છે.
આ શિયાળાની ફૂલ ગુલાબી ઠંડી વચ્ચે સિઝલર અને વેજ કબાબ ખાવાની મજા જ કઇંક ઔર છે દોસ્તો! એટલા માટે જ આપણા જૂનાગઢની નામાંકિત હોટેલ ઇન્દ્રલોક આ ઠંડી ભરેલા શિયાળામાં આપ સૌના માટે લઈને આવ્યું છે ગરમા ગરમ ‘સિઝલર એન્ડ કબાબ ફેસ્ટિવલ’. જ્યાં તમે કબાબ અને સિઝલરની અનેકવિધ વાનગીઓનો સ્વાદ માણી શકશો. આ ફેસ્ટિવલ હવે માત્ર સીમિત સમય સુધી જ ચાલશે, પછી એવું ન કહેતા કે અમને ખબર નહોતી!! તો જલ્દી જજો, સિઝલર અને કબાબ તમારી રાહ જુએ છે…
Address: Majevdi Gate, Near railway station, Junagadh
Call: 9601285800
અને હાં !! તમે કરેલા અનુભવો આ કોમેન્ટ બોક્સમાં શેર કરવાનું ન ભૂલતા હોં…
#TeamAapduJunagadh
Also Read : Top 5 Youtubers India : ભારતના આ 5 વ્યક્તિ જે બની ગયાં અચાનક સેલિબ્રિટિ, જાણો કઈ રીતે બન્યા સફળ…