શું તમે શ્રાવણ માસ દરમિયાન જૂનાગઢ આ 30 શિવાલયના દર્શન કર્યા?

જૂનાગઢ

ભારત દેશ એટલે તહેવારોનો દેશ, ધાર્મિકતાનો દેશ. એમાંય ખાસ કરીને જ્યારે પવિત્ર શ્રાવણ માસનું મહત્વ જ કઇંક અનોખુ છે. પાવનકારી અને પવિત્ર ગણાતા શ્રાવણ માસનો પ્રારંભ તા.2 ઓગષ્ટને રોજથી થયો હતો.

જૂનાગઢ

શ્રાવણ માસ દરમિયાન ભોળાનાથની પુજા, અર્ચના અને આરાધના કરી મહાદેવને રિઝવવા ભાવિકોમાં અનેરો થનગનાટ જોવા મળતો હોય છે.

જૂનાગઢ

દૂધ અને જળનો અભિષેક, બિલીપત્રો અને સુગંધીદાર પુષ્પો ચઢાવી શિવજીને પ્રસન્ન કરવા ભક્તો શિવાલયોમાં ઉમટી પડે છે. જેની વચ્ચે શિવાલયો હર હર મહાદેવ અને ૐ નમઃશિવાયના નાદ સાથે ગુંજી ઊઠે છે.

આ શ્રાવણ માસમાં ભાવિકો શિવપૂજા સાથે વ્રત, જપ, એકટાણા અને ઉપવાસ કરી મનને પવિત્ર કરે છે. જો આપણાં જૂનાગઢની વાત કરવામાં આવે તો, જૂનાગઢને શિવજીનું ધામ પણ કહી શકીએ.

કારણ અનાદિ કાલથી અસ્તિત્વ ધરાવતો ગરવો ગઢ ગિરનાર કોઈ તપસ્વીની પ્રતિકૃતિ સમાન જ દર્શાય છે. કેટલાક ધાર્મિક લોકો તેને ભગવાન શિવનું જ સ્વરૂપ માને છે.

એટલું જ નહીં, ગિરનારની તળેટીમાં આવેલું વસ્ત્રાપથેશ્વર મહાદેવ તથા ભવનાથ મહાદેવ મંદિર અતિપ્રાચીન હોવાના ઉલ્લેખો મળી આવ્યા છે. આ ઉપરાંત જૂનાગઢ શહેરમાં પણ અનેક એવા શિવાલયો છે, જેનું પૌરાણિક કાળમાં થયું હતું.

આ ઉપરાંત શહેરમાં અનેક એવા શિવાલયો પણ છે, જેનું નિર્માણ અર્વાચીન કાળમાં થયું હોવા છતાં આજે તે ભક્તોની અનેરી આસ્થાનું કેન્દ્ર બન્યા છે. કદાચ આ કારણે જ કહી શકાય કે, જૂનાગઢવાસીઓ માટે મહાદેવ પ્રત્યેની આસ્થા અને પ્રેમ અનન્ય છે.

જેને ધ્યાને લઈને પવિત્ર શ્રાવણ માસ દરમિયાન આપણું જૂનાગઢ દ્વારા દરરોજ સવારે જૂનાગઢ શહેર અને તેની આજુબાજુમાં આવેલા વિવિધ શિવાલયોના દર્શન કરાવવામાં આવ્યા.અમારા દ્વારા થયેલી આ પહેલ તમને કેવી લાગી તે અંગે નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી તમારા અભિપ્રાયો આપજો. જો તમે પ્રત્યેક શિવાલયના દર્શન નથી કર્યા તો આજેજ Aapdu Junagadhના પેજ પર જઈને દર્શન કરો…

જૂનાગઢ

મહાદેવ હર…

Also Read : વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ 1972ની કલમ 9ની જોગવાઈ પ્રમાણે સિંહદર્શન કાયદેસર ગુનો બની ગયા છે