7, ડિસેમ્બર: રાષ્ટ્રીય ધ્વજ દિવસ

રાષ્ટ્રીય ધ્વજ દિવસ

રાષ્ટ્રીય ધ્વજ દિવસ : ભારતને ઇ.સ.1949 માં આઝાદી મળી, ત્યારપછી તુરંત જ સૈનિકોના કલ્યાણ અને સુધારણા માટે સરકારને ભંડોળ એકત્ર કરવાની ફરજ ઉભી થઇ. તે અંતર્ગત 28, ઓગસ્ટ, 1949 ના દિવસે રક્ષામંત્રીની હાજરીમાં એક બેઠક મળી જેમાં 7 ડિસેમ્બરને દર વર્ષે ધ્વજ દિવસ તરીકે ઉજવવામાં આવશે તેવી જાહેરાત કરાઈ.ભારતમાં સૌપ્રથમ ધ્વજ દિવસની ઉજવણી 7, ડિસેમ્બર, 1949ના રોજ કરવામાં આવી હતી.

તેની પાછળનો ઉદ્દેશ્ય એ હતો કે લોકોને નાના નાના ઝંડાઓ વહેંચી તેમાંથી જે ભંડોળ એકત્ર થાય તે સૈનિકોના કલ્યાણ અર્થે વાપરવું. એવું માનવામાં આવે છે કે દેશની રક્ષા કરવા લડાઈઓમાં પોતાનો જીવ જોખમે મુકતા જવાનોના પરિવારોને આશરો આપવાની જવાબદારી નાગરિકોની છે. તેથી આવો નિર્ણય લેવામાં આવ્યો હતો. ભારતીય સૈનિકો, ઇન્ડિયન નેવી, તથા એરફોર્સના હિંમતવાન જવાનોના સન્માન માટે તેમજ શહીદ થયેલા સૈનિકોને શ્રદ્ધાંજલિ આપવાના હેતુથી આ દિવસ ની ઉજવણી કરવામાં આવે છે.

આવો આજે રાષ્ટ્રીય ધ્વજ દિવસ નિમિતે આપણી ભારતીય સેનાના વિવિધ ધ્વજો વિશે માહિતી મેળવીએ…

  • ભારતીય સેનાનો ધ્વજ:

જેમાં લાલ ધ્વજમાં સૈન્યનું ચિન્હ તથા ઉપરના ખૂણા પર ભારતીય ત્રિરંગો

 

  • ભારતીય નૌકાસેનાનો ધ્વજ:

જેમાં સફેદ ધ્વજમાં લાલ પટ્ટા અને વચ્ચે રાષ્ટ્રીય સિંહાકૃતિવાળું ચિન્હ અને ઉપરના ખૂણા પર ભારતીય ત્રિરંગો

 

  • ભારતીય વાયુસેનાનો ધ્વજ:

જેમાં આછા ભૂરા રંગના ધ્વજ ઉપર વર્તુળાકાર ચિન્હો તથા ઉપરના ખૂણા પર ભારતીય ત્રિરંગો

 

  • ભારતીય તટરક્ષક દળનો ધ્વજ:

જેમાં ભૂરા ધ્વજ ઉપર તટરક્ષક દળનું ચિન્હ તથા ઉપરના ખૂણા પર ભારતીય ત્રિરંગો

 

  • આપણું જૂનાગઢ આઝાદ થયું તે પહેલાનો ઘ્વજ.

રાષ્ટ્રીય ધ્વજ દિવસ

તો આ હતું રાષ્ટ્રીય ધ્વજ દિવસનું મહત્વ અને સાથે ભારતીય સૈન્યના વિવિધ ધ્વજ વિશેની માહિતી…

જય હિંદ…

Source By- Wikipedia

Author: Sumit Jani #TeamAapduJunagadh

Also Read : મુકેશ અંબાણી આ ઇષ્ટદેવની કરે છે ઉપાસના, અખંડ ભરેલા રહે છે ધનના ભંડાર