શ્રીકૃષ્ણ એ શા માટે મોકલી નરસૈંયાને માળા? મહેતાજીની હારમાળા જયંતિનું વિશેષ મહાત્મય

શ્રીકૃષ્ણ

શ્રીકૃષ્ણ : આ વાત આજ થી લગભગ 563 વર્ષ પહેલાની છે, જ્યારે નરસિંહ મહેતાનો ભક્તિકાળ ચાલતો હતો. એ સમય દરમિયાન જૂનાગઢ ઉપર રા’વંશના વંશજ રા’માંડલિકનું રાજ હતું. ત્યારે ભગવાન શ્રીકૃષ્ણ નરસૈયાના કામ કરવા સાક્ષાત હાજરી પુરાવે છે તેવી કેટલીય વાતો રાજા રા’માંડલિકના કાને પડી. રા’માંડલિક આ બધી વાતોને ખોટી માનતો હતો. તેણે આ વાતને પુરવાર કરવા મહેતાજીને નજર કેદ કર્યા.શ્રીકૃષ્ણએ વખતે ઉપરકોટ કચેરી ખાતે નરસૈયાને એક કોટડીમાં નજર કેદ કરવામાં આવ્યા, આટલું જ નહીં પરંતુ દામોદરરાયજીના મંદિરે પણ ચોકી પહેરો રાખી મંદિરના કમાડ બંધ કરી દેવામાં આવ્યા હતા. તે પછી રા’માંડલિકે મહેતાજીને કહ્યું કે જો તમે ખરા ભક્ત હોય અને તમારી ભક્તિ સાચી હોય તો ભગવાનને કહો કે તેના ગળાનો હાર તમને પહેરાવે.શ્રીકૃષ્ણતે વખતે મહેતાજી એ પોતાનો કેદારો કોઈ કારણોસર એક શેઠજીને ત્યાં ગિરવી મૂકેલો હતો. એ કેદારો ભગવાન શ્રીકૃષ્ણએ નરસિંહ મહેતાનું રૂપ લઈને શેઠને ત્યાંથી છોડાવ્યો અને એ કેદારો મહેતાજી સુધી પહોચાડવામાં આવ્યો. મહેતાજીને કેદારો મળતા જ સમજાઈ ગયું કે મારો ભગવાન આવી ગયો છે. પછી મહેતાજી એ કેદારો હાથમાં લઈ શ્રીહરિનું ભજન શરૂ કર્યુ. ત્યારે દામોદરજી મંદિરના કમાડ આપો આપ ખૂલી ગયાં અને બધાની હાજરીમાં ભગવાનનો હાર ત્યાંથી ઊડતો ઊડતો આવીને નરસિંહ મહેતાના ગળામાં ધારણ થઈ ગયો. આ બધી ઘટના જોઈને રા’માંડલિક અત્યંત અચંબિત થયા અને પોતાની ભૂલ સ્વીકારી મહેતાજીના પગે પડ્યા. આ ઐતેહાસિક પ્રસંગ એટલે નરસિંહ મહેતાની હારમાળા જયંતિ.આજે માગસર સુદ સાતમના દિવસે નરસિંહ મહેતાની 564મી હારમાળા જયંતિ છે. જેને અનુલક્ષીને નરસિંહ મહેતા ચોરા ટ્રસ્ટ દ્વારા 3જી ડિસેમ્બરના રોજ સાંજના 5:30 કલાકે ગંધ્રપવાડા સ્થિત હાટકેશ શિવાલય ખાતે નરસિંહ મહેતાની 564મી હારમાળા જયંતીની ઉજવણી કરવામાં આવશે. આ તકે નરસિંહ પદ ગાયન, કાવ્ય પઠન તેમજ વ્યાખ્યાન કરવામાં આવશે. ગુજરાતી ભાષાના આદિકવિ નરસિંહ મહેતાની હારમાળા જયંતિના ઉજવણી પ્રસંગે નરસિંહપ્રેમીઓને સહપરિવાર હાજર રહેવા અનુરોધ કરાયો છે.અમે પણ જૂનાગઢને એટલો જ પ્રેમ કરીએ છીએ જેટલો તમે! જૂનાગઢ પ્રત્યેના આ પ્રેમને વધુ ગાઢ બનાવવા Aapdu Junagadh આપને જરૂરથી ઉપયોગી થશે. આ એક એવું માધ્યમ છે, જેના દ્વારા તમે આપણાં જૂનાગઢમાં બનતી રોજબરોજની સકારાત્મક ઘટનાઓ, નગરજનોને ઉપયોગી માહિતી, જૂનાગઢ શહેર અને તેની આજુબાજુ આવેલા સ્થળો, ધાર્મિકતા, ઐતિહાસિક સ્મારકો, વ્યક્તિ વિશેષ વિશેની માહિતી મેળવી શકશો.

તમે જે લેખ વાંચી રહ્યાં હતાં, તે Aapdu Junagadh ના માધ્યમથી પ્રસારિત થયો છે. આ લેખ વાંચવા માટે આપનો ખૂબ ખૂબ આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરીને વધુને વધુ લોકો સુધી પહોંચાડો તથા તમારો અભિપ્રાય નીચે કોમેન્ટ બોક્સમાં જણાવો.

જો આપની પાસે જૂનાગઢ વિશેની વિશેષ માહિતી હોય તો અમારા સુધી ઇમેઈલ દ્વારા પહોંચાડી શકો છો.
Email Id: aapdujunagadh@gmail.com

Author: Sumit Jani #TeamAapduJunagadh

Also Read : વાયુ શું ફરી આવશે? પલટાય ગઈ છે દિશા, જાણો વિગતો…