નરસિંહ મહેતા : શ્રીકૃષ્ણની રાસલીલા ના પ્રત્યક્ષદર્શી

નરસિંહ મહેતા

નરસિંહ મહેતા : ગુજરાતી ભાષાના આદિ કવિ તરીકે જાણીતા શ્રી નરસિંહ મહેતાનું ગામ એટલે જૂનાગઢ

વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે

પર દુઃખે ઉપકાર કરે તોયે મન અભિમાન આણે રે…”

મહેતાજીનો જન્મ ભાવનગરના તળાજા ગામમાં વડનગરા નાગર કુળમાં વર્ષ ૧૪૧૪માં થયો હતો. તેમના પિતાનું નામ કૃષ્ણદાસ અને માતાનું નામ દયાકુંવર હતું. તેઓ પાંચ વર્ષના હતા ત્યારે તેમના માતાપિતા અવસાન પામ્યાં. આથી તેમનો ઉછેર તેમના દાદીએ કર્યો. આઠ વર્ષના થયા ત્યાં સુધી તેઓ બોલતા શીખ્યાં હતા.

નરસિંહ મહેતા

વર્ષ ૧૪૨૯માં, તેમના લગ્ન માણેકબાઈ સાથે થયા અને તેઓ તેમના ભાઈ બંસીધર સાથે જૂનાગઢ વસવા આવ્યા. બંસીધરની પત્ની નરસિંહ મહેતા સાથે દૂરવ્યવહાર કરતી. ભક્તિમાં લીન નરસૈંયાને મહેણાંટોણા મારતી. સ્વમાન જેમનું ધન હોય, તેમ પોતાની સાથે થતા ગેરવર્તનથી ત્રાસીને તેઓ ગામથી નજીક વનમાં શાંતી મેળવવા જતા રહ્યાં.

સાત દિવસ સુધી તેમણે મહાદેવની સતત પૂજાઅર્ચના કરી, ઉપવાસ કર્યા. અંતે શિવ પ્રસન્ન થયા, અને નરસૈંયાએ કહ્યું, ”પ્રભુ તમને જે ગમતું હોય આપો..” તે પછી શિવજી તેમને વૃંદાવન ધામ લઈ ગયા અને શ્રીકૃષ્ણ તથા ગોપીઓની રાસલીલાના દર્શન કરાવ્યા. નરસિંહ મહેતા રાસલીલા નિહાળવામાં એટલા મશગૂલ થઈ ગયા કે તેમના હાથમાં પકડેલી મશાલથી તેમનો હાથ દાઝવા લાગ્યો, પણ હરિભક્ત નરસૈંયાને સહેજ પણ પીડા થઈ.

નરસિંહ મહેતાભાભીએ કરેલા ગેરવર્તનના કારણે તેઓ વન ગયા અને અંતે રાસલીલા નિહાળવાનો અવસર મળ્યો તેવું તેમને સ્વીકાર્યું. જેવા ઘર પરત આવ્યા તેઓ ભાભીને પગે લાગ્યા અને જણાવ્યું કે તેમને જરા પણ માઠું નથી લાગ્યું. આમ નરસિંહ પ્રસન્ન થયાં. એવા અનેક પ્રસંગો ઈતિહાસના પાને પ્રચલીત છે.તેમનું મૃત્યુ વર્ષ ૧૪૮૯માં માંગરોળ ખાતે થયું હતું. આથી માંગરોળનું સ્મશાનનરસિંહનું સ્મશાનકહેવાયું.

નરસિંહ મહેતાનાં સન્માનમાં ગુજરાતી સાહિત્ય ક્ષેત્રે દરવર્ષેનરસિંહ મહેતા એવોર્ડઆપવામાં આવે છે. જેની શરૂઆત 1999 થી થઈ હતી. એવોર્ડમાં સ્મૃતિચિહ્ન તરીકે મહેતાજીની પ્રતિમા પ્રદાન કરવામાં આવે છે

મહેતાજી દ્વારા તૈયાર થયેલી કેટલીક કૃતિઓ:

વૈષ્ણવ જન તો તેને..

જળકમળ છાંડી જાને બાળા..

સખી આજની ઘડી તે રળિયામણી..

અખિલ બ્રહ્માંડમાં એક તુ શ્રી હરિ..

સુદામાચરિત્ર

શામળદાસનો વિવાહ

કુંવારબાઈનું મામેરું

હુંડીઓ

ચાતુરીઓ

દાણલીલા

નરસિંહ

Also Read : નુસરત જહાં સાથે શપથ લેનાર આ યુવતીને જોઈને થઈ જશો તેનાં દિવાના , જાણો કોણ છે આ યુવતી.. જુઓ તસવીરો