મોહરમ કોઈ ખુશીનો નહીં, પણ શોકનો તહેવાર છે!

મોહરમ ઇસ્લામિક કેલેન્ડરનો પ્રથમ મહિનો છે. મોહરમના પહેલા દિવસે ઇસ્લામિક નવું વર્ષ ઉજવવામાં આવે છે, જેને ખૂબ પવિત્ર મહિનો માનવામાં આવે છે. મોહરમનો દસમો દિવસ; જે તમામ મુસ્લિમ માટે ભારે શોકનો દિવસ છે. કારણ કે આ દિવસે હઝરત અલીના પુત્ર અને પયગમ્બર મુહમ્મદના પૌત્ર ઇમામ હુસેનની શહાદત થઇ હતી, જેને યાદ કરવા માટે મોહરમના  10માં ચાંદે મુસ્લિમ અનુયાયીઓ ભારે શોકમાં ગરકાવ થઇ જતા હોય છે.મોહરમમોહરમનો ઇતિહાસ એવો છે કે, આશરે ચૌદ સદી પહેલા આસુરાના દિવસે કરબલામાં ઇસ્લામની સૌથી મોટી જંગ થઇ હતી. પયગમ્બર મુહમ્મદના પૌત્ર ઇમામ હુસેન પર ઉમૈયાદ ખલીફા યહૂદીઓના ઘણા મોટા સૈન્યએ હુમલો કરી જંગનું સ્વરૂપ આપ્યું હતું. ઇમામ હુસેનની નમ્ર સેનામાં ફક્ત તેના મિત્રો અને કુટુંબનો સમાવેશ હતો, જેમાં મહિલાઓ અને નાના બાળકોનો સમાવેશ હતો, પરંતુ તેઓ સશસ્ત્ર દુશ્મન સેના દ્વારા ઘેરાયેલા હતા. દુશ્મનોએ હુસેન અને તેના જૂથને પકડ્યા અને તેમને સતત ત્રણ દિવસ રણની ગરમીમાં પાણી અને ખોરાકથી વંચિત રાખ્યા. ક્રૂર સૈનિકોએ હુસેન અને તેના 6 વર્ષના દીકરાની નિર્દયતાથી હત્યા કરી હતી.મોહરમઈસ્લામિક માન્યતા અનુસાર યહૂદી બાદશાહે પોતાની સત્તા કાયમ કરવા માટે ઈમામ હુસેન તથા તેમના પરિવાર પર જાતજાતના જુલ્મો કર્યા હતા અને જંગના 10માં દિવસે તેમની હત્યા કરી દીધી હતી. ઈમામ હુસેનનો મકસદ ઈસ્લામ ધર્મ અને ઇન્સાનિયતની રક્ષા કરવાનો હતો. આ જંગ ઈતિહાસના પન્નામાં સુવર્ણ અક્ષરે દર્જ થઈ ગઈ. મોહરમ કોઈ તહેવાર નથી પણ શોકનો મહિનો છે.મોહરમકર્બલાની જંગમાં ઈમામ હુસેન સાથે તેમના 72 સાથી પણ શહીદ થયા હતા. જેમાં તેમના 6 માસનો પૂત્ર અલી અસગર અને 18 વર્ષનો અલી અકબર પણ શામેલ હતા. એવું કહેવામાં આવે છે કે, જ્યારે ઈમામ હુસેનને શહીદ કરવામાં આવ્યા, ત્યારે તેઓ સજદાની (નમાજની અવસ્થામાં) હાલતમાં હતા.મોહરમમોહરમ મહિનો મુસ્લિમ સમુદાય માટે અતિપવિત્ર છે. મોહરમ મહિનામાં મુસ્લિમ સમુદાયના લોકો ઇમામ હુસેન અને તેમના પરિવારે આપેલી શહીદીને યાદ કરીને શોક વ્યક્ત કરે છે અને સુખ આપતી તમામ વસ્તુનો ત્યાગ કરે છે. શોકનો સમયગાળો મોહરમના પહેલા ચાંદથી શરૂ થાય છે અને 10માં ચાંદ ઈમામ હુસેનના શહીદીના દિવસ સુધી ચાલે છે. મુસ્લિમો 10 દિવસ સુધી રોજા રાખે છે. છેલ્લો દિવસ આસુરાની રાત તરીકે ઓળખાય છે.મોહરમ

ઇસ્લામ ધર્મમાં ‘ઇદ’ એ આનંદ અને ઉલ્લાસનો તહેવાર છે. જયારે ‘મોહરમ’ એ હજરત ઇમામ હુસેન અને અન્ય કરબલાના શહીદોની સ્મૃતિમાં ‘શોક’નો તહેવાર છે. મુસ્લિમ બિરાદરો મહોરમમાં ઠંડું પીણું, શરબત, દૂધની વાનગી બનાવીને દાનનું કાર્ય કરી પુણ્ય કરે છે. તેમજ હજરત ઇમામ હુસેનની યાદમાં ‘તાજિયા’ બનાવીને, ભવ્ય રીતે તેને શણગારીને જુલૂસ કાઢવામાં આવે છે.

સંદર્ભ: ઇન્ટનેટ

#TeamAapduJunagadh