Mahobat Maqbara : વ્યસ્ત સડકોની વચ્ચે ધબકતું જૂનાગઢનું હૃદય

Mahobat Maqbara

Mahobat Maqbara : જૂનાગઢ નગર પર કાળક્રમે કેટલાંય રાજાઓએ શાસન કર્યું. જેમાં જૂનાગઢ પર રાજ કરનારા અંતિમ શાસકો એટલે બાબી વંશજો. બાબી વંશના રાજાઓ નવાબ તરીકે ઓળખાતા. આ નવાબી કાળમાં જૂનાગઢ નગરમાં અનેક શિલ્પ સ્થાપત્યોનું નિર્માણ થયું. જેમાંના કેટલાક આજે નાશ પામ્યાં છે, તો કેટલાંક અડીખમ ઊભીને ઇતિહાસની સાક્ષી પૂરે છે. ત્યારે આવો જાણીએ આપણાં જૂનાગઢ શહેરની મધ્યમાં આવેલાં સ્થાપત્યના અદ્દભુત વારસા સમાન મહાબત મકબરા વિશેની કેટલીક વાતો.

Mahobat Maqbara

  • ૧૮૦૦ ના ઉત્તરાર્ધમાં નિર્માણ પામેલ આ ઇમારત હિંદુમુસ્લિમયુરોપીય અને ગૉથિક વાસ્તુકલાનું મિશ્રણ છે.
  • મહાબત મકબરો એ જૂનાગઢના નવાબ મહાબત ખાનજીબીજાનો તથા બહાઉદ્દીન મકબરો એ નવાબ રસુલ ખાનજીના વજીર બહાઉદ્દીનભાઈનો છે.

Mahobat Maqbara

  • આ મકબરાનું નિર્માણકાર્ય ઇ.સ.૧૮૭૮ માં મહાબત ખાનજી દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું અને ઇ.સ.૧૮૯૨ માં તે કાર્ય બહાદુર ખાનજી દ્વારાપૂર્ણ કરવામાં આવ્યું હતું.
  • આ બંને ઇમારતોની ખાસ વિશેષતાઓમાં નાના ગુંબજોઅત્યંત બારીકીથી કરેલ નકશીકામફ્રેન્ચ શૈલીની બારીઓગૉથીકશૈલીની કોલમ અને ચળકતા ચાંદીના દરવાજા સામેલ છે.

Mahobat Maqbara

  • આ મકબરાનો અંદરનો અને બહારનો ભાગ પથ્થરો પર બેનમૂન કોતરણી કરીને તૈયાર કરેલ છે.
  • ઉપરાંત બંને ઇમારતો ડુંગળી આકારનાં ગુંબજો ધરાવે છે.

  • અન્ય આકર્ષણમાં મકબરાની ચારે બાજુએ ચાર મિનાર છે જેની ફરતે વક્રાકારે સીડીઓ છે.
  • જો કે હાલમાં તંત્ર દ્વારા કોઈ કાળજી લેવામાં ન આવતી હોવાથી તથા લોકોની જાગૃતિના અભાવે આ મકબરાની હાલત દિવસે ને દિવસે ખરાબ થતી જાય છે. તો આવો આપણને પ્રાપ્ત થયેલી આ વિરાસતોનું રક્ષણ કરીએ અને લોકોને તેનું મહત્વ સમજાવી તેનું નુકશાન કરતાં અટકાવીએ.

Mahobat Maqbara

અમે પણ જૂનાગઢને એટલો જ પ્રેમ કરીએ છીએ જેટલો તમે! જૂનાગઢ પ્રત્યેના આ પ્રેમને વધુ ગાઢ બનાવવા Aapdu Junagadh આપને જરૂરથી ઉપયોગી થશે. આ એક એવું માધ્યમ છે, જેના દ્વારા તમે આપણાં જૂનાગઢમાં બનતી રોજબરોજની સકારાત્મક ઘટનાઓ, નગરજનોને ઉપયોગી માહિતી, જૂનાગઢ શહેર અને તેની આજુબાજુ આવેલા સ્થળો, ધાર્મિકતા, ઐતિહાસિક સ્મારકો, વ્યક્તિ વિશેષ વિશેની માહિતી મેળવી શકશો. જો તમને ઉપરનો લેખ ગમ્યો હોય તો, શેર કરીને વધુને વધુ લોકો સુધી પહોંચાડો તથા તમારો અભિપ્રાય નીચે કોમેન્ટ બોક્સમાં જણાવો.જો આપની પાસે જૂનાગઢ વિશેની વિશેષ માહિતી હોય તો અમારા સુધી ઇમેઈલ દ્વારા પહોંચાડી શકો છો.

Email Id: aapdujunagadh@gmail.com

Author:SumitJani#TeamAapduJunagadh

Also Read : Upla Datar : જૂનાગઢની કોમી એકતાનું પ્રતિક