Lions : સાસણનાં ગીર વિસ્તારમાં એક સાથે 15 સિંહ , બાળસિંહોનું ટોળું જોવા મળ્યું… જુઓ આ વિડ્યો

Lions : ગુજરાતનાં ગીર જંગલની વાત આવે એટેલ ગીરના રાજા સિંહની તરત જ યાદ આવી  જાય.ગીરનું જંગલ જ્યાં અનેક પ્રાણીઑ, પક્ષીઓ, જીવજંતુ વસવાટ કરે છે, આ સાસણનાં જંગલનો રાજા એટ્લે “ સિહ “ ગીરનો  નાથ કહો કે ગીરનાં જંગલની શાન બધુ એ જ છે, ત્યારે આ સિંહથી જ ગીરના જંગલની સુંદરતામાં વધારો કરે છે. Lions

Lions

તમે આ સિંહને પાંજરામાં તો ઘણી વાર જોઈ હશે પણ સિંહનાં દર્શનતો સાસણનાં જંગલોમાં ખૂલેઆમ ભ્રમણ કરતો હોયને ત્યારે જોવામાં આવે ત્યારે લાગે કે આ ગીરનો  રાજા છે.  સિંહ ગીરના વિસ્તારોમાં ખૂલે આમ જ જોવ મળે છે અને ત્યાં વસવાટ કરતાં મલધારીઑ સાથે તો તેમનો રોજનો ભેટો થતો રહે છે ત્યારે તેમનાં માટે તો સિંહ તેમનાં સાથી જેવાં છે,  એ લોકો ને તો સિંહ ખૂલે આમ જોવા મળે છે એ પણ નજીકથી તે સિંહને જોઈ અને તેમને એટલાં નજીકથી જાણે પણ છે.

Lions

શહેરનાં લોકોએ તો સિંહોને માત્ર પીંજરામાં જોવા મળે, હા! એક વાત અલગ છે કે એ ભલે પીંજરાની અંદર હોય તો પણ તેને સિંહનો રાજા કહેવાય. સિંહને લગતી ઘણી તસવીરો અને વિડ્યો વાઇરલ થાઈ છે જેમાં સિંહ નો એક અલગ જ અંદાજ જોવા મળે છે. ત્યારે હાલમાં સાસણનાં વિસ્તારમાં એક સાથે 15 બાળ સિંહોનો એક વિડીયો વાઇરલ થયો છે,જેમાં એક સાથે 15 સિંહઑનું ટોડું જોવા મળ્યું, આ સિંહનાં ટોડાંમાં જંગલનો રાજા સિંહ,તેની સાથે સિંહણ અને બાળ સિંહ પણ જોવા મળ્યા આ નજારો ભાગ્યે જ જોવા મળે.  આ સિંહનાં ગ્રૂપને જોઈને એવું લાગે કે જાણે જંગલનો રાજા એક સાથે તેનાં પરિવાર સાથે ફરવા કેમ નિકડ્યા હોય. આ બાળ સિંહ સાથે રાત્રિનાં સમયમાં આવો નજારો જોવો ત્યારે અલગ જ અનુભતી થાય કારણ કે આટલા બાળ સિંહોને એકી સાથે જોવું એક અનોખો જ લાવો છે.

https://www.facebook.com/aapdujunagadh/videos/279290799682190/?t=5

#TeamAapduJunagadh

Also Read : Girnar : ગિરનાર રોપ–વેની અપર સ્ટેશન સુધીની કામચલાઉ ટ્રૉલી શરૂ કરવામાં આવી…