જૂનાગઢ એ અફાટ પ્રકૃતિના ખોળે રમતું એક રમણીય નાગર છે. પ્રકૃતિ એ જાણે મન ભરીને અહિયાં વસવાનું નક્કી કર્યું હોય તેવું આ નગર જૂનાગઢવાસીઓને તો વ્હાલું છે જ, પરંતુ સાથે સાથે બહારથી આવતા પ્રવાસીઓને પણ આ નગર મુલાકાત લેતાની સાથે જ ઘેલું લગાડે છે. અહીનો ઉજળો ઈતિહાસ જાણીને ભલભલાની છાતી ગજગજ ફૂલવા લાગે છે.
વિદેશી વિજ્ઞાનીઓએ જૂનાગઢમાં રહીને અનેક નવા રિસર્ચ કર્યા, જેમાં તેમને જાણવા મળ્યું કે, જૂનાગઢની જમીન, આબોહવા અને પાણીની અસર અહીં રહેતા નગરવાસીઓમાં વર્તાય છે. જૂનાગઢની જમીનમાં જે ખનીજ છે, તે માનવીના જીવનમાં નવો ઉમંગ ભરે છે. શરીરને જોઈતા બધાજ ખનીજ તત્વો જૂનાગઢના પાણીમાં પ્રમાણસર મળી રહે છે, જે શરીરને જલ્દી વૃદ્ધ થતું અટકાવે છે અને લાંબી વય સુધી મનુષ્યને યુવાન રાખે છે.
જૂનાગઢની આબોહવા જેવી દુનીયાના કોઈપણ ખૂણામાં આબોહવા નથી, એવું કહીએ તો પણ ખોટું નથી. જૂનાગઢની આબોહવા માનવીના હાડકા અને ફેફ્સાને હરહંમેશ મજબૂત રાખે છે. હૃદયના લોહીને પાતળું રાખે છે, જે ત્વરાથી શરીરમાં ભ્રમણ કરે છે. ટી.બી. કે દમ જેવા રોગ તો જૂનાગઢમાં એક-બે મહિના રહો તો વગર દવાએ માણસ ઠીક થઈ જવાની ક્ષમતા અહીની આબોહવા ધરાવે છે. અમથા થોડાં જૂનાગઢવાસીઓ પ્રકૃતિના ખોળે બેસવા જાય છે! અહીં શુદ્ધ ઓક્સિજન મળે છે જે મનુષ્યના શરીરને કોઈપણ રોગથી દૂર રાખે છે.
જૂનાગઢમાં રજાઓ વિતાવવા વિદેશીઓ પણ આતુર રહે છે. દરવર્ષે મોટી સંખ્યામાં વિદેશી પર્યટકો જૂનાગઢની મુલાકાતે આવતા હોય છે. કેટલાક વિદેશીઓ તો ત્રણ થી ચાર મહિના જૂનાગઢમાં રહ્યા હોવાના દાખલા છે. જેની પાછળનું એકમાત્ર કારણ પ્રકૃતિ પ્રત્યેનો તેમનો અગાઢ પ્રેમ છે. આ વિદેશીઓ જૂનાગઢની ધરતી પર કોઈપણ સ્થળોની મુલાકાત લીધા વગર ફક્ત આરામ ફરમાવવા રહ્યા હતા અને નાનીમોટી બીમારીઓથી મુક્ત થઈ પાછા વિદેશ ગયા હતા.
વૈજ્ઞાનિકોનું એ પણ કહેવું છે કે, જૂનાગઢની ધરતી પર વર્ષમાં છ મહિના સતત રહેવાથી માણસની સરેરાશ ઉંમરમાં વધારો થાય છે અને ઘણી બીમારીઓમાંથી મુકતિ મળે છે. અહીના પવિત્રતા અને પ્રકૃતિના પ્રેમથી ભરપૂર વાતાવરણમાં જે આનંદ પ્રાપ્ત થાય છે, તે કથિત સ્વર્ગથી ઓછો ઉતરે એવો નથી. ત્યારે આવો સૌ જૂનાગઢને મળેલા પ્રકૃતિક વારસાનું જતન કરીએ, નીરોગી રહીએ અને દીર્ઘાયુ જીવન જીવીએ.
Also Read : Lesser Known Facts about Bahauddin College