Junagadh News : જૂનાગઢ ડિવિઝન પોસ્ટ ઓફિસ ખાતે ધોરણ 10 પાસ લાયકાત ધરાવતા ઉમેદવારો માટે વોક ઈન ઇન્ટરવ્યૂ તા.09 જાન્યુઆરીના યોજાશે.
- જૂનાગઢ ડિવિઝન પોસ્ટ ઓફિસમાં એમ્પેનલમેન્ટ અને એજન્ટની નિયુક્તિ માટે વોક ઈન ઇન્ટરવ્યુ આગામી તા.9 જાન્યુઆરીના રોજ યોજાશે.
- સુપ્રીટેન્ડેન્ટ ઓફ પોસ્ટ ઓફિસ જૂનાગઢ ડિવિઝન, જૂનાગઢ, પોસ્ટલ લાઈફ ઇન્સ્યોરન્સ તેમજ રૂરલ પોસ્ટલ લાઈફ ઇન્સ્યોરન્સ પ્રોડક્ટસના વેંચાણ માટે એમ્પેનલમેન્ટ, એજન્ટ નિયુક્તિ માટે વોક ઈન ઇન્ટરવ્યુ યોજાશે.
- જેમાં રસ ધરાવતા અને લાયક ઉમેદવારોએ આગામી તા.9 જાન્યુઆરીના રોજ પ્રમાણપત્રો સાથે સુપ્રીટેન્ડેન્ટ ઓફ પોસ્ટ ઓફિસ, જૂનાગઢ ડિવિઝન, ચોથો માળ, ગાંધીગ્રામ, જૂનાગઢ ખાતે ઇન્ટરવ્યૂમાં હાજર રહેવુ.
- ઉમેદવારોએ પોતાના બાયોડેટા, ઉંમરનું પ્રમાણપત્ર, શૈક્ષણિક લાયકાતો, આધારકાર્ડ, પાનકાર્ડ, આવશ્યક સર્ટિફિકેટ અને અનુભવ (જો કોઈ હોય તો) તે બાબતના દાખલાની પ્રમાણિત નકલો અને બે પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ સાથે લાવવાના રહેશે.
- આ ઇન્ટરવ્યૂ માટે ધો.10 પાસ અને ઉંમર વર્ષ 18 થી 50 ની હોવી જરૂરી છે.
- ઈન્ટરવ્યુ સમય સવારે 11 વાગ્યા થી સાંજે 5 વાગ્યા સુધીનો રહેશે.
- જેમાં ભુતપૂર્વ લાઈફ એડવાઈઝરો, આંગણવાડી કાર્યકરો, મહિલા મંડળ કાર્યકરો, એસ.એચ.જી, ભૂતપૂર્વ સર્વિસ મેન, નિવૃત્ત ટીચરો, બેરોજગાર, સ્વરોજગાર યુવાનો તથા ઉપરોક્ત લાયકાત ધરાવતા કોઈપણ ઈચ્છુક વ્યક્તિ હાજર રહી શકશે.
- તેમજ ઇન્સ્યોરન્સ પ્રોડક્ટ વેચવાનો અનુભવ અને કોમ્પ્યુટરની જાણકારી, સ્થાનિક ક્ષેત્રની જાણકારી ધરાવનારને પ્રાથમિકતા આપવામાં આવશે.