૯મી નવેમ્બર, ૧૯૪૭ : જૂનાગઢ આઝાદ થયું તે ક્ષણ

જૂનાગઢ
 • વાત ૧૯૪૭ના ઓગસ્ટ મહિનાની છે. જ્યારે એક તરફ સમગ્ર દેશ આઝાદીની ઉજવણીમાં વ્યસ્ત હતો ત્યારે દેશના અમુક પ્રદેશો હજી પણ ગુલામીના અંધકારમાં કેદ હતા. જેમાં જૂનાગઢનો પણ સમાવેશ થતો હતો. આઝાદીના ઉદય સાથે ભારતનાં દેશી રાજ્ય શાસનનો સૂર્યાસ્ત થયો, અને એક પછી એક રાજ્યો ભારતના સંઘમાં વિલીન થતાં ગયાં. એમાં જૂનાગઢ રાજ્ય બાકાત રહી ગયું હતું.
 • દેશના પશ્ચિમ કિનારે સૌરાષ્ટ્રમાં પશ્ચિમ દક્ષિણના ખૂણા પર જૂનાગઢનું રાજ્ય આવેલું છે. તે વિસ્તાર અને વસ્તીની રીતે મહત્વનું રાજ્ય ગણાતું. અહીં વિશ્વ પ્રસિદ્ધ ધાર્મિક સ્થાનો આવેલાં છે. જેમાં મુખ્ય જ્યોતિર્લિંગ તેમજ જૈન ધર્મનાં મંદિરોનો સમાવેશ થાય છે. મોટાભાગની વસતિ હિન્દુઓની હતી, તેમ છતાં નવાબ અને દીવાન પોતાના રાજ્યને પાકિસ્તાન સાથે ભેળવવા માટે કાવતરામાં વ્યસ્ત હતાં.
 • જૂનાગઢના નવાબે બે વાર જાહેર કર્યું કે તે ભારતમાં સામેલ થવા માંગે છે, તેમ છતાં કોઈ કારણોસર જૂનાગઢે પાકિસ્તાન તરફ વફાદારી બતાવતાં વિલીનીકરણમાં વિલંબ કરતાં હતા. ભારત સરકારે તે વિશે ૧૩ ઓગસ્ટએ તાકીદ કરી ત્યારે જવાબ આપ્યો કે હજી વિચારણા ચાલે છે. તે દિવસે જૂનાગઢના પ્રજાજનોએ એક સભામાં ઠરાવ કર્યો કે જૂનાગઢે ભારતમાં ભળવું જોઈએ.જૂનાગઢ
 • નવાબે એક મેમોરેન્ડમ સાથે ઠરાવ આપ્યો. પરંતુ  ૧૫મી ઓગસ્ટએ, પાકિસ્તાન સાથે જોડાવાની સત્તાવાર જાહેરાત કરી. કેન્દ્રના ગૃહખાતાને તેની જાણ પણ કરી,  અને તેની અખબાર દ્વારા જાણ થઈ.
 • બાબરીયાવાડમાં તો નવાબે પોતાના લશ્કરની ટુકડી મોકલી. રિયાસતી ખાતાના તત્કાલીન સચિવ વી. પી. મેનને લખ્યું છે કે, સરદાર પટેલનો મત હતો કે નવાબ દ્વારા સેના મોકલવી અને ફરી બોલાવવાનો ઈન્કાર કરવો તે આક્રમણ જેવું છે. જવાબ દંડથી આપવો જોઈએ પરંતુ માઉન્ટબેટનનો મત જુદો હતો. ભારતપાકિસ્તાન યુદ્ધનો ડર બતાવતા હતા. તેમણે યુનોમાં જવાની સલાહ આપી. પણ સરદારે કહ્યું કે ફરિયાદી બનીને જવામાં ખોટ ખમવી પડે..!
 • મેનનને સરદારે નવાબને મળવા મોકલ્યા, પણ તે મળ્યા નહીં. દીવાન ભુટ્ટોએ ઉડાઉ જવાબ આપ્યા. સૌરાષ્ટ્રનું વાતાવરણ ઉગ્ર બનતું જતું હતું. દરમ્યાન નેતાઓની એક મુંબઈ ખાતે મિટિંગ યોજાઈ. ત્યારે બૃહદ મુંબઈ રાજ્યના મુખ્યમંત્રી શ્રી મોરારજી દેસાઈ હતા. તેમણે સરદાર પર પણ પૂર્ણ ભરોસો હતો. બેઠકમાં સશસ્ત્ર પ્રજાકીય સંઘર્ષ કરીને જૂનાગઢનો કબજો લેવાનો નિર્ણય લેવામાં આવ્યો.
 • અંતે આરઝી હકુમતની ઘોષણા કરી અને તેના સેનાપતિ તરીકે શામળદાસ ગાંધીને જવાબદારી સોંપવામાં આવી. હિંદમાં કોઈપણ સ્થળે અરાજકતા ઊભી થાય સરદાર સાહેબને ગમતું નહોતું. તેથી તેમણે પ્રવૃત્તિ સામે ભારે તકેદારી રાખી.જૂનાગઢ
 • પ્રજાએ હિજરત શરૂ કરી, આજુબાજુના રાજ્યોના વેપારીઓ જૂનાગઢ સાથે વેપાર બંધ કર્યા. આરઝી હકુમતમાં સોરઠના નવયુવાનો જોડાયા અને હથિયારોની તાલીમ લઈને બળવાન બન્યા. સેનાએ પેલા નવાગઢ કબ્જે કર્યું, પછી કુતિયાણાને પોતાના તાબામાં કર્યું.
 • બાબરીયાવાડ જૂનાગઢનું ખંડિયું રાજ્ય નથી એવું ભારત સરકારે ઠરાવતાં તેણે વિલીનીકરણ પર હસ્તાક્ષર કર્યા. લડાઈમાં નવાબની પોલીસ કે સેનાએ કોઈ મુકાબલો કર્યો, મેદાન છોડીને ભાગવા લાગ્યા. આમ આરઝી હકુમતની સેના જૂનાગઢના દરવાજે ખડી થઈ ગઈ. નવાબ પરિસ્થિતિથી ગભરાયા, દીવાન શાહનવાઝ ભુટ્ટો પણ હારી ગયા. તેઓ રાતોરાત પાકિસ્તાન ભાગ્યા.
 • ઉતાવળમાં તેઓ એક બેગમ અને પુત્રને ભૂલી ગયા. એરોડ્રામ પર ખબર પડી પણ પત્ની કે પુત્રનાં આવવાની રાહ જોઈ. નવાબની પત્ની પાછળથી સમુદ્ર માર્ગે કરાંચી પહોંચ્યા હતાં. ભુટ્ટોએ રાજયમંત્રી પરિષદની બેઠક બોલાવીને જૂનાગઢને ભારતને સોંપવાનો ઠરાવ કર્યો. જૂનાગઢ રાજયમંત્રી પરિષદ તે પ્રજા માટે રક્તપાત, મુશ્કેલીઓ અને જાનમાલના નુકસાનથી બચાવવાના હેતુથી અને ભવિષ્યમાં પ્રજાની ઈચ્છા પ્રમાણે સમાધાન થાય તે આશાથી હિંદની સરકારને રાજ્યનો હવાલો સોંપવા તૈયાર છે.
 • પત્ર કેન્દ્ર સરકારને મોકલાયો. સરદારે કહ્યું કે નવાબ ભાગી ગયા છે, વહીવટ વેરવિખેર થઈ ગયો છે, દીવાન શાસન ચલાવવા સક્ષમ નથી, તેથી તેમણે વહીવટ હિન્દ સરકારને સોંપ્યો છે. વડાપ્રધાન શ્રી નેહરુએ યોગ્ય જવાબ આપીને જૂનાગઢ પર હિન્દ સરકારના કબજાને વ્યાજબી ઠેરવ્યો.
 • તે વખતે સ્થિતિ થોડી ભયજનક હતી. સમસ્યાનો ઉકેલ લાવવા સરદારે ૧૩ નવેમ્બરએ જુનાગઢની મુલાકાત લીધી અને બહાઉદ્દીન કોલેજના પરિસરમાં વિરાટ જનસભા યોજી અને પ્રજાને પૂછ્યું કે જે કંઈ થયું તેમાં તેમની સંમતિ છેઅને પ્રજાએ હાથ ઊંચા કર્યા.
 • જૂનાગઢની પર રાજશાહીનો કપરો બોજો સૈકાઓથી હતો તેમાંથી મુક્ત થયો. જૂનાગઢ મુક્ત થતાં પાકિસ્તાને હુંકાર કર્યો, પણ તેમાં કંઈ દમ હતો. અનીતિભર્યો હુંકાર કદી ટક્યો નથી. ઝાકળના બિંદુની જેમ સૂર્યના કિરણ તેના પર પડતાં શોષાઈ જાય છે.

રીતે જૂનાગઢ અંતે મુક્ત થયું અને સત્યનો જય જયકાર થયો

જય હો જૂનાગઢ…!!!

Reference- Gujarat Samayik

Author : Morvee Raval #TeamAapduJunagadh

Also Read : Reasons why you should experience Monsoon in Junagadh City?