Junagadh Farmer Online : જૂનાગઢ જિલ્લાના ખેડૂતો માટે આ ઓનલાઈન સુવિધા ખુલ્લી મૂકવામાં આવી

Junagadh Farmer Online

Junagadh Farmer Online : ખેતી ખાતાની વિવિધ યોજનાઓનો લાભ લેવા માટે રાજ્ય સરકારે આઇ-ખેડૂત પોર્ટલ ખુલ્લું મુક્યું છે. આ પ્રોજેક્ટ અંતર્ગત ખેડૂતોને ખેતી સંબંધી તમામ જાણકારી ઘર આંગણે પૂરી પાડવામાં આવે છે. ગુજરાત રાજ્યએ છેલ્લા દાયકામાં સરેરાશ 10%થી વધુનો કૃષિ વિકાસ દર હાંસલ કર્યો છે. ગુજરાત રાજ્ય દ્વારા દેશમાં પ્રથમ વખત કૃષિ મહોત્સવ અને સોઈલ હેલ્થ કાર્ડ જેવા નવીન કાર્યક્રમનું આયોજન થયું હતું. આ વિકાસ યાત્રામાં એક નવીન સોપાનનો ઉમેરો થયો.

રાજ્યના ખેડુતોને ખેતી માટે જરુર પડતી ખેત સામગ્રી વિશે માહિતી સમયસર મળી રહે, અદ્યતન કૃષિ વિષયક માહિતી આંગળીનાં ટેરવે ઉપલબ્ધ થઈ શકે, વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ ખેડૂતોને ઘરઆંગણે આસાનીથી મળી રહે અને હવામાન અને કૃષિ પેદાશોના જુદાજુદા બજારમાં ચાલી રહેલા બજારભાવો જાણી શકાય તે માટે કૃષિ અને સહકાર વિભાગ દ્વારા I-ખેડૂત પોર્ટલ કાર્યાન્વિત કર્યું છે.

Junagadh Farmer Online

કૃષિ અને સહકાર વિભાગ, ગુજરાત રાજ્ય હસ્તકનાં ખાતાના વડાઓ, સોસાયટીઓ, બોર્ડ, કોર્પોરેશન ધ્વારા વિવિધ વ્યક્તિલક્ષી/ સંસાધન લક્ષી યોજનાઓનું અમલીકરણ કરવામાં આવે છે. ખેડૂતો માટે અમલમાં મૂકવામાં આવતી યોજનાઓનો લાભ ખેડૂતોને સહેલાઇથી મળી રહે અને આ બાબતે પારદર્શકતા જળવાઈ રહે તે હેતુથી I-ખેડૂતપોર્ટલ દ્વારા તમામ યોજનાઓનો અમલ કરવામાં આવનાર છે.

ખેડૂત રજીસ્ટ્રેશન મોડ્યુલમાં નોંધણી કરાવેલ ખેડૂતોએ I-ખેડૂત પોર્ટલમાં જોઈતી ખેત સામગ્રી, મશીનરી, અન્ય ઘટકોની પસંદગી કરવાની રહે છે. I-ખેડૂતપોર્ટલમાં જે તે બાબત માટે ઓનલાઈન અરજી કરી તે અરજીની પ્રિન્ટ આઉટ કઢાવી ખેડુતે અરજીફોર્મ પર સહી/ અંગુઠો કરી સબંધિત ખાતાની કચેરીમાં રજૂ કરવાની રહે છે. અરજી કર્યા બાદ તે અંગેનું સ્ટેટસ ખેડૂતો ઓનલાઈન જોઈ શકે છે.

ત્યારે ખેડૂતો માટે જૂનાગઢ જિલ્લામાં આઈ-ખેડૂત પોર્ટલ ખુલ્લું મુકાયું છે, જેના દ્વારા ખેડૂતો જરૂરી અરજી કરીને ખેતઓજારો તથા સિંચાઈ જેવી સુવિધાઓ પ્રાપ્ત કરવા સહાય મેળવી શકે છે.

રાજ્યના દરેક ખેડૂત ખાતેદારો ખેતીવાડી ખાતાની વિવિધ સહાય યોજનામાં સહાય મેળવવા માટે ઓનલાઈન અરજી કરી શકે તે માટે ગુજરાત સરકાર દ્વારા તા.29, એપ્રિલ થી 31, મે સુધી આઈ-ખેડૂત પોર્ટલ ખુલ્લું મુકવાનું નક્કી કર્યું છે. જેના માધ્યમથી ખેડૂતો ઓનલાઈન અરજી કરીને ખેતીમાં જરૂરિયાતના સાધનો જેવાકે, ટ્રેક્ટર, પાવર ટીલર, રોટાવેટર, કલ્ટી વેટર, પ્લાતવ, થ્રેસર વગેરે સાધનો તેમજ સિંચાઈ સુવિધાના સાધનો ઉપર વિવિધ યોજના હેઠળ સીધી સહાય પોતાના બેંક ખાતામાં મેળવી શકશે.

Farmers benefitting from an AKRSP-supported solar powered irrigation and drinking water scheme at work. Sakra block, Muzaffarpur distruct, Bihar.

જેના માટે ગ્રામ પંચાયતએ રૂબરૂ જઈને અથવા તો નીચે આપેલી વેબસાઈટ પરથી અરજી કરી શકાશે. ખેડૂતોએ અરજી કરતી વખતે 7/12 અને 8-અ, આધારકાર્ડ, મોબાઈલ નંબર તેમજ બેંક પાસબુક જેવી વિગતો સાથે રાખવી જરૂરી છે. ઓનલાઈન ફોર્મની પ્રિન્ટ આઉટ લઈને તેમાં જરૂરી સહી સિક્કા કરી જરૂરી બિડાણો જોડીને તે ફોર્મ ગ્રામ સેવક તથા તાલુકા પંચાયત ખાતે વિસ્તરણ અધિકારી(ખેતી)ને પહોંચાડવાનું રહેશે. વેબસાઈટ નીચે મુજબ છે.

https://ikhedut.gujarat.gov.in/Public/frm_Public_SchemeDetails.aspx

Junagadh Farmer Online

અમે પણ જૂનાગઢને એટલો જ પ્રેમ કરીએ છીએ જેટલો તમે! જૂનાગઢ પ્રત્યેના આ પ્રેમને વધુ ગાઢ બનાવવા Aapdu Junagadh આપને જરૂરથી ઉપયોગી થશે. આ એક એવું માધ્યમ છે, જેના દ્વારા તમે આપણાં જૂનાગઢમાં બનતી રોજબરોજની સકારાત્મક ઘટનાઓ, નગરજનોને ઉપયોગી માહિતી, જૂનાગઢ શહેર અને તેની આજુબાજુ આવેલા સ્થળો, ધાર્મિકતા, ઐતિહાસિક સ્મારકો, વ્યક્તિ વિશેષ વિશેની માહિતી મેળવી શકશો. જો તમને ઉપરનો લેખ ગમ્યો હોય તો, શેર કરીને વધુને વધુ લોકો સુધી પહોંચાડો તથા તમારો અભિપ્રાય નીચે કોમેન્ટ બોક્સમાં જણાવો.
જો આપની પાસે જૂનાગઢ વિશેની વિશેષ માહિતી હોય તો અમારા સુધી ઇમેઈલ દ્વારા પહોંચાડી શકો છો.
Email Id: aapdujunagadh@gmail.com

Also Read : Mango Kesar History : કેસર કેરીનો કેસરિયાળો ઇતિહાસ