Aapdu Junagadh Food Award 2020”જૂનાગઢવાસીઓને આ રીતે થશે ઉપયોગી
જૂનાગઢનું પોતાનું સોશિયલ મીડિયા પેઇજ એવું Aapdu Junagadh લઈને આવ્યું છે, “Aapdu Junagadh Food Award 2020”.જી હા!જૂનાગઢની જનતા તેમજ મહેમાન બનીને આવતી સ્વાદપ્રેમી જનતાને સૌથી સ્વાદિષ્ટ અને સ્વાસ્થ્યપ્રદ ફૂડ મળી રહે તે માટેAapdu Junagadh દર બે વર્ષે ફૂડ એવોર્ડ લઈને આવે છે. આ વર્ષે પણ તા.5મી ફેબ્રુઆરીથી ફૂડ એવોર્ડનું વોટિંગ શરૂ થઈ ચૂક્યું છે.
“Aapdu Junagadh Food Award”એ એક માપદંડ સમાન છે. જૂનાગઢનાં લોકો પોતાની પસંદગ અને મત પ્રમાણે દરેક કેટેગરીમાં આવતા ફૂડ પ્લેસને વોટિંગ કરેછે. જે ફૂડ પ્લેસ સૌથી વધારે વોટથી જીતે છે, તે બને છે આપડું જુનાગઢ ફૂડ એવોર્ડ વિજેતા. આ વર્ષે પણ જૂનાગઢની જનતાએ જ વોટિંગ કરીને બેસ્ટ ફૂડ પ્લેસને ટોપ 2ના સ્થાન સુધી પહોચાડવાની રહેશે, તો આ ફૂડ એવોર્ડ દ્વારા જાહેર જનતાને શું ફાયદા થશે તેના પર એક નજર કરીએ…
- આ ફૂડ એવોર્ડમાં જૂનાગઢની જનતા જે તે ફૂડ પ્લેસને વોટ આપીને ટોપ 2ના સ્થાનમાં પહોચાડશે, જેથી કરીને જૂનાગઢનાં લોકોના મંતવ્ય જ સર્વોપરી થઇને સાચા હકદારને ફૂડ એવોર્ડ સુધી પહોંચાડશે.
- આ વર્ષના ફૂડ એવોર્ડનો મુખ્ય હેતુ છે; સ્વાદ, સ્વછતા અને સર્વિસમાં બેસ્ટ ફૂડ પ્લેસને વિજેતા બનાવવાનો. આ કારણે જૂનાગઢના લોકોના મત મુજબ જે જગ્યા સ્વાદ, સ્વછતા અને સર્વિસની બાબતમાં ઉત્તમ હશે તેના વિશેની માહિતી જૂનાગઢની જનતાને મળતી રહેશે.
- સાથોસાથ દરેક ફૂડ પ્લેસની Hospitalityએટલે કે આતિથ્ય સત્કાર તેમજ દરેક ફૂડ પ્લેસના સ્ટાફનું વર્તન અને જે તે જગ્યાના વાતાવરણના આધારે સૌથી શ્રેષ્ઠ જ્ગ્યા ટોપ 2ના સ્થાનમાં પહોચશે.
- જૂનાગઢ એ ઐતિહાસિક અને સાંસ્કૃતિક નગરી હોવાની સાથે સાથે દર વર્ષે સેંકડો પ્રવાસીઓ માટેના આકર્ષણનું કેન્દ્ર પણ છે, માટે જો જૂનાગઢની જનતાના વોટિંગ દ્વારા કોઈ સ્થળ ફૂડ એવોર્ડમાં વિજેતા બને છે, તો તે જગ્યા દ્વારા પ્રવાસીઓ પણ એક ઉત્તમ મહેમાનગતિનો આનંદ માણી શકશે.
- તમારા વોટ થકી ટોપ 2માં જે કોઈપણ ફૂડ પ્લેસ આવશે, ત્યાં આપણાં સૌના ફેવરિટ એવા RJ આકાશ જેતે જગ્યા પર જઈને ત્યાનું ફૂડ, હાઇજિન આતિથ્ય માણશે. ત્યારબાદ RJ આકાશ અને જનતા દ્વારા મળેલા વોટ પરથી “Aapdu Junagadh Food Award 2020”નાં વિજેતાને એવોર્ડ આપવામાં આવશે.
તો આજેજ ફૂડ એવોર્ડમાં તમારો વોટ નોંધાવો અને દરેક કેટેગરીના સૌથી શ્રેષ્ઠ ફૂડ પ્લેસને ટોપ 2માં સ્થાન અપાવો. જેના દ્વારા જૂનાગઢને મળશે દરેક કેટેગરી પ્રમાણેનું સર્વોત્તમ ફૂડ પ્લેસ!
For Voting – www.aapdujunagadh.com
Also Read : Candle March in Junagadh | Justice for Asifa