જૂનાગઢ : 4 દિવસની અદભુત સફર

જૂનાગઢ

જૂનાગઢ : શું આપ પણકુદરતના ખોળે વસેલા જૂનાગઢ શહેરની મુલાકાત લેવા ઈચ્છો છો? અનેઆપની પાસે સમય છે 4 દિવસ નોતો આ આર્ટિકલમાંછે આપના માટે એક શેડ્યુલ જેથી તમે ઓછા સમયમાં પણ જૂનાગઢના બધાજ સ્થળો જોઈ શકશો જેને જોયા વગર જૂનાગઢ આવવું અધૂરું છે….

દિવસ 1 :

how to spend 4 days in Junagadhજૂનાગઢ સુધીની યાત્રા બાદ બપોરનું ભોજન અને થોડો આરામ કરી જુનાગઢને માણવાના સફરની શરૂઆત સરદાર બાગ, તાજ મંજીલ ખાતે આવેલ મ્યુઝીયમથી કરીએ. સરદાર બાગ મ્યુઝીયમ એટલે જૂનાગઢ શહેરની રાજાશાહી વિરાસતની એક ઝલક. જ્યાં આપનવાબોની રહેણી કરણી, વસ્ત્રો, શસ્ત્રો, ચીત્રો ઉપરાંત તેમની જીવનશૈલી સાથે સંકળાયેલ અનેકવિધ ભવ્યતાઓને નીહાળી શકો છો. ત્યાંથી આગળ જતાં આવે મોતીબાગ,


મોતીબાગએ ભારતની અગ્રણી યુનિવર્સીટીઓમાંની એક “જુનાગઢ કૃષિ યુનીવર્સીટી” નો સમાવેશ કરતો વિશાળ વિસ્તારમાં ફેલાયેલ બગીચો છે. જેમાં રાજાશાહી સમયની રચના ધરાવતું સુંદર પરી તળાવ આવેલું છે. વિવિધ વનસ્પતિ સાથે અવાર નવાર જોવા મળતા મોર તથા અન્ય પક્ષીઓનો મીઠો કલરવ એ આ સ્થાનની વિશેષતા કહી શકાય.
મોતીબાગના સામે જ આવેલું છે ભવ્ય કલાત્મક રચના ધરાવતું અક્ષર મંદિર. જ્યાનું ભક્તિમય વાતાવરણ અને આસપાસની હરીયાળી મનને શાંતી તથા નવી ઉર્જા આપે છે.

દિવસ 2:

બીજા દિવસની શરૂઆત કરવા માટેની બેસ્ટ પ્લેસ એટલે ઉપરકોટ. જુનાગઢના રાજાશાહી સ્થાપત્યકલાના ઉત્તમ ઉદાહરણ તરીકે આજ સુધી અડીખમ ઊભેલી આ રચના દરેક મુલાકાતીને આકર્ષે છે. અડીકડી વાવ, નવઘણ કૂવો, રાણીનો મહેલ, બુદ્ધ ગુફાઓ વગેરે જેવા આકર્ષણ ધરાવતું ઉપરકોટ એક તરફ લીલાછમ પહાડો અને બીજી તરફ સમગ્ર શહેરનો અદભુત નજારો ધરાવતો હોવાથી ફોટોગ્રાફી માટે પણ લોકપ્રીય સ્થાન છે.


ત્યારબાદ ઢાલરોડ થઈ આગળ જતાં રાજાશાહી સમયની કલાત્મકતાના પ્રતીક રૂપ બે ઇમારતો “મહોબત મકબરા” અને “જામા મસ્જીદ”ને આપ પ્રત્યક્ષ નીહાળી શકો છો. અને ત્યાથી આગળ જતાં આવે સકકરબાગ.


ઝૂઓલોજિકલ ગાર્ડન તરીકે ઓળખાતા સકકરબાગ પ્રાણી સંગ્રહાલયમાં વિશ્વ પ્રસિદ્ધ એશીયાઈ સિંહો ઉપરાંત દેશવિદેશના વિવિધ પશુ પક્ષીઓ તથા વિવિધ વન્ય જીવો વીશે માહિતગાર કરતું અવનવું મ્યુઝીયમ પણ આવેલ છે સાથેજ ઓપન સફારી એટલે “સોને પે સુહાગા” અને નાસ્તા માટે ગાર્ડન પણ.

દીવસ 3:

Datar- Top 10 place in Junagadh

જુનાગઢ શહેરનું અન્ય એક આકર્ષણ એટલે દાતાર. જેના વિસ્તારમાં પ્રવેશતાજ રસ્તા પર પણ જાણે જન્નતમાં પ્રવેશવા જેવી અનુભતી થાય તેવી કુદરતને માણવા માટેની બેસ્ટ પ્લેસ. અને તેની જ તળેટીમાં આવેલો છે જુનાગઢનો વિલિંગડન ડેમ.
પાણીની ઠંડક વચ્ચે એક તરફ ખડકોની અવનવી રચના અને હરીયાળા પહાડોથી ઘેરાયેલ, નેચરલ ફોટોગ્રાફી માટે એક વાર વિલિંગડન ડેમતો જોવો જ રહ્યો. દાતારની સફર પછી થોડી પેટપૂજા અને ગેમ્સ માટેનો પ્રોગ્રામતો અહી કરવો જ જોઈએ. ફેમેલી પિકનીક માટે પણ આ ઉત્તમ સ્થળ છે.

દીવસ 4:


જુનાગઢ આવીએ એટલે ગીરનારની મુલાકાત તો લેવી જ રહી. પરંતુ ગીરનાર જવાના રસ્તામાં પણ ઘણા મુલાકાત લેવા યોગ્ય સ્થળો આવેલા છે તેમાંનું પ્રથમ એટલે જુનાગઢનું સાયન્સ મ્યુઝીયમ.


આગળ જતાં મહાન સમ્રાટ અશોકનો શીલાલેખ જેના વિષે પ્રચલીત વાત મુજબ તેની લીપી અતી પૌરાણીક હોવાથી વર્તમાન સમયમાં પણ તેમાં લખેલ સંદેશને વાંચી શકાયો નથી.
ત્યાથી આગળ જતાં ભક્તિમય પવિત્ર વાતાવરણમાં નજર સમક્ષ આવે છે “દામોદર કુંડ” અને તેનાથી આગળ ગીરનારની તળેટીમાં આવેલું છે ભવ્ય “ભવનાથ મંદીર” જ્યાથી આગળ વધતાં હિન્દુ તથા જૈનોના વિવિધ મંદીરોના ગઢ ગીરનારનો પ્રારંભ થાય છે.

તો આપ ક્યારે પ્લાન કરોછો જૂનાગઢની પ્રકૃતિઅને વારસાને જણાવા અને માણવાનો?

Also Read : શાહીદ કપૂર છે નસીબદાર, ત્રણ મા અને ત્રણ પિતાના આશીર્વાદ છે તેના ઉપર. જાણો કોણ છે તેના માતા-પિતા…