આપણું જૂનાગઢ ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

History Of Junagadhs Navratri

History Of Junagadhs Navratri : આપણાં જૂનાગઢની એવી ગરબીઓ કે જ્યાં આઝાદીનાં સમયથી નવરાત્રીની ઉજવણી કરવામાં આવે છે.

History Of Junagadhs Navratri

સામાન્ય રીતે નવરાત્રીમાં ગુજરાતીઓને કંઈક અલગજ જુસ્સો અને જુનુન હોઈ છે. ઘણાં લોકો નવરાત્રીમાં આકર્ષક દેખાવા અને અલગ તરી આવવાં નવરાત્રી પહેલાં જ ગરબે રમવાની અને અલગ અલગ પહેરવેશની તૈયારીઓ શરૂ કરી દેતા હોય છે, તો કોઈક બસ પોતાના જ અંદાજમાં બધુ ભાન ભૂલીને ગરબે ઘૂમતા હોય છે. આ બધી વાત તો અત્યારે ચાલી રહેલા ટ્રેન્ડની થઈ પણ જૂનાગઢમાં પહેલાંના સમયમાં નવરાત્રીમાં કંઈક અલગજ માહોલ જોવા મળતો.

History Of Junagadhs Navratri

જૂનાગઢની નવરાત્રીના ઇતિહાસને ચકાસતા એવું નજરે ચઢે છે કે અહીં આઝાદીનાં સમય પહેલાં પણ નવરાત્રી ઉજવવામાં આવતી અને આ નવરાત્રીની પરંપરા હજુએ વણઝારી ચોકમાં થતી પ્રાચીન ગરબીમાં ગરબે ઘૂમતી બાળાઓ દ્વારા રજૂ કરવામાં આવે છે.
History Of Junagadhs Navratri
ઘણાં વર્ષોથી ચાલી રહેલી આ ગરબીઓમાં કળા-નૃત્યોને સાંકળતા રાસ રમાડવામાં આવે છે જેમાં મુખ્યત્વે સળગતી હિંઢોળીનો રાસ, વિછુડો રાસ, ટિપ્પણી રાસ, આવળમાંનો જોડીયો રાસ જેવાં વગેરે રાસ રમાડવામાં આવે છે. આ રાસમાં માત્ર માતાજીનું સ્વરૂપ મનાતી નાની બાળાઓ દ્વારાજ રજુ કરવામાં આવે છે. જેમાં પુરુષોના અને માતાજીના પાત્રો આ બાળાઓ દ્વારાજ અલગ અલગ વેશભૂષામાં રજૂ કરવામાં આવે છે. આ સાથે ગિરનારના શિખર પર બિરાજમાન માં અંબાજીની આરાધનાનું પણ ઘણું વિશેષ મહત્વ છે.

History Of Junagadhs Navratri

જૂનાગઢમાં અર્વાચીન ગરબીઓની સાથે-સાથે પૌરાણિક ગરબીઓએ લોકોનું ધ્યાન ખેંચ્યું છે. જૂનાગઢમાં વણઝારી ચોકમાં થતી ગરબી, રંગમહેલમાં થતી ગરબી, નરસિંહ મહેતાના ચોરા પાસે થતી ગરબીઓમાં પારંપરિક ગરબાઓ ગાઈને અને જુદા-જુદા રાસથી માતાજીની આરાધના અને પ્રાર્થનાને સાચા અર્થમાં જીવંત રાખી છે.

History Of Junagadhs NavratriAlso Read : જગન્નાથ : રથયાત્રા ના 15 દિવસ પહેલા ભગવાનશ્રી જગન્નાથજી બીમાર પડી જાય છે! જાણો રથયાત્રા પાછળ વણાયેલી એક રોચક કથા…

આપણું જૂનાગઢ ફેસબુક પેઈજ લાઇક કર્યું ?


આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!