ગિરનાર (Girnar): મિત્રો તમે કદાચ ગિરનાર પર્વત તો જોયો જ હશે, ઘણા મિત્રોએ આ ગિરનાર પર્વતરાજના 9999 પગથિયાં ચડીને યાત્રા પણ કરી હશે, પરંતુ શું તમે કોઈ દિવસ એ વિચાર કર્યો છે કે આ પગથિયાં કેવી રીતે બન્યા હશે?કોણે બનાવ્યા હશે?ચાલો આજે વાત કરીએ ગિરનારની છેલ્લી ટોચ સુધી યાત્રા કરાવતા આ પગથીયાના નિર્માણ પાછળની કેટલીક વાતો
મૃત્યુએ જ્યારે દ્વાર ખખડાવ્યું, ત્યારે મહામાત્ય ઉદયન રણછાવણીમાંપોઢ્યા હતા. ગુજરાતને એમણે જરૂર વિજયી બનાવ્યું હતું,પરંતુ પોતાના જીવનને હોડમાં મૂકીનેએમનું શરીરખુબજ જખમી બન્યું હતું. યુદ્ધમાં વિજયી બનીને પાછા વળતાં જ મંત્રીશ્વર મૃત્યુબિછાને પોઢ્યા અને એમણે પોતાના પુત્રને એક સંદેશ આપવાનું સૂચન કર્યું,”મારી ભાવના હતીકે શત્રુંજય પર યુગાદિદેવ મંદિરનું હું નવસર્જન કરું તથા ગિરનારતીર્થ પર હું પાજ પગથાર(પગથિયા)કંડારું.”
બાહડ મંત્રીએ શત્રુંજય પર યુગાદિદેવનું મંદિર બનાવીએક વચન પૂર્ણ કર્યું. હવે ગિરનાર તીર્થ પર પગથિયા બનાવાનું કામ કરીબીજું વચન પૂરું કરવાનું બાકી હતું.એ પછી બાહડ મંત્રી ગિરનાર આવ્યા. ત્યારે તેઓએ નજર ન પહોચી શકે તેવી ઊંચી ઊંચી ભેખડોજોઈ. પર્વતનો વિરાટ ઘેરાવો અને વાદળથી વાતો કરતા ગગનચુંબી શિખરોજોયા. આવા વિરાટકાય પર્વતમાં ક્યાં રસ્તે પગથાર સર્જવી, તેની મૂંઝવણ બાહડ મંત્રીને અકળાવીરહી હતી.તેમની સાથે આવેલા શિલ્પીઓએ ઘણી મહેનત લીધીપરંતુ પગથારનું ટાંકણું ક્યાંથી મારવું?એનો નિર્ણય તેઓ ન કરી શક્યા.
મંત્રીશ્વરે ઘણી મથામણ અને મનોમંથન કર્યાપણ માનવનું ગણિત હવે ગિરનાર પર નકામું લાગ્યું.એમને ગિરનારની રક્ષિકા માં અંબિકા સાંભરી આવી.એકઅણનમ સંકલ્પ સાથેઅને અજોડ વિશ્વાસ સાથે બાહડ મંત્રી અંબિકાનાચરણે બેસી ગયા! એમનું હૈયું એટલું જ ગાતું હતું કે:“માં, મને રસ્તો બતાવ! જે રસ્તે ડગ ભરીને હું ઋણમાંથી મુક્તિનો શ્વાસ લઉં!”
એક, બે, ત્રણ ઉપવાસના3 દિવસ વીતી ગયા. બાહડને વિશ્વાસ હતો કે, અણધારી રીતે જ આ અંધકારને અજવાળતી દીવડી પ્રગટશેઅને અંધકારની પળ પછી અજવાસમાં પલટાઈ જશે!ને બન્યું પણ એમ જ! ત્રીજા ઉપવાસને અંતે માંઅંબિકા હાજર થયાં’ને એમણે કહ્યું:”બાહડ! હું જે રસ્તે અક્ષતવેરતી જાઉં, એ રસ્તે પગથારનું સર્જન ટાંકણું મારજે!”
ધરતી આનંદથી હસી ઊઠી,વાતાવરણમાં આનંદ છવાયો. ગિરનારની વિકટ વાટ વચ્ચે અંબિકાદેવી ચોખા વેરતાં ગયા’ને એ રસ્તે પગથારનાં ટાંકણાં પડતાં ગયાં.એક પળ એવી આવી, જ્યારે ટાંકણાઓની ધ્વનિ નેમનાથની ટૂંકમાં ઘૂમી વળી.ઋણમુક્તિ પછીનો એ આનંદ બાહડના રોમ રોમમાં ફરી વળ્યો. ત્રેસઠ લાખ રૂપિયાના જંગી ખર્ચપછી પાજ બંધાઈ(પગથિયાં બંધાયા) અને ગિરનારની વિકટ વાટ કઈંક સહેલી થઈ!
ધન્ય છે એ બાહડ મંત્રીને જેમણે આ ગિરનાર તીર્થ પર પગથિયા બનાવ્યા,જેનાથી સહુયાત્રાળુઓગિરનારની યાત્રા કરી શકે છે. ધન્ય છે ઉદયન મંત્રીને, કે જેમણે આ ગિરનાર પર પગથિયા બનાવાનો વિચાર આવ્યો….
Author: Kajal Zala #TeamAapduJunagadh
Also Read : Post Office ની આ નવી સ્કીમથી બનો લખપતિ, 200 રૂપિયા જમા કરાવો અને મળશે 21 લાખ રૂપિયા..જાણો સંપૂર્ણ વિગતો.