દિવાળી એ તમારાં ઘરને સજાવવા માટે કેટલાક સરળ ઉપાયો

દિવાળી

દિવાળી હવે ખૂબજ નજીક છે એટલે ઘરને સજાવવાની શરૂઆત તો થઇ ગઇ હશે . ક્યાંક કલરકામ ચાલતું હશે તો ક્યાંક જુનો સામાન બહાર કાઢીને ઘરને વ્યવસ્થિત કરવાનું કામ ચાલી રહ્યું હશે ખરુને..!! ઘર એકદમ ચોખ્ખું કર્યા પછીનું કામ ઘરને સજાવવાનું છે. ઘરની સજાવટ માટે લોકો વિવિધ પ્રકારના પ્રયોગ કરતાં હોય છે. બજારમાં પણ સુશોભન માટે મળતી વસ્તુઓનો ઉપયોગ કરતાં હોય છે. ઘણા લોકો તો નકામી વસ્તુઓમાંથી કઈક નવું સર્જન કરી તેને ઘર સજાવટના ઉપયોગમાં લે છે.   દિવાળી દિવાળી પર તમે પણ ઘરને અલગ રીતે શણગારો જેથી આવનારા મહેમાન તમારા ઘરના વખાણ કરતા થાકે. આવો તો અમે તમને સજાવટ માટેનાં કેટલાક ઉપાયો જણાવી મદદરૂપ થઈએ. 

  1. પ્રથમ ઘરને તથા જૂના ઇન્ટેરિયરને નવું રંગરોગાન કરાવી અથવા તમારી પસંદગીનું નવું ઇન્ટેરિયર ખરીદીને તેને યોગ્ય જગ્યાએ ગોઠવી લો.   
  2. ઘર સજાવટની શરૂઆત ઘર આંગણા અને મુખ્ય દરવાજાથી થાય છે. તો તમારા ઘરના મુખ્ય દરવાજા પર ચિરોળી રંગો અથવા ફૂલોની મદદથી સુંદર રંગોળી જરૂર બનાવો. જો રંગોળી બનાવતા ફાવે તો બજારમાં મળતી તૈયાર રંગોળી કે સ્ટીકર્સનો ઉપયોગ પણ કરી શકો છો. ત્યારબાદ ઘરના મુખ્ય દરવાજે ગલગોટા અને આસોપાલવના તોરણ બાંધીને તેની શોભા વધારો.     
  3. તમારા ઘરના ઇન્ટેરિયરને કઇંક અલગ રીતે ગોઠવી, ઘરની દીવાલો પર પોસ્ટર્સ અથવા પેઇન્ટિંગ લગાવી ઘરને મનમોહક બનાવી શકો છો.
  4. દિવાળી પ્રકાશનું પર્વ હોવાથી ઘરને બજારમાં મળતી અવનવી લાઈટો અને હેંગિંગ લેમ્પ લગાવી સજાવો. પણ બને ત્યાં સુધી દિવડાનો વધુમાં વધુ ઉપયોગ કરી પર્વનું સાચું મહત્વ જાળવી રાખીએ. ઉપરાંત બજારમાં મળતી એરોમા કેન્ડલનો ઉપયોગ કરી ઘરના વાતાવરણને ખુશનુમા બનાવી શકો છો.      
  5. દિવાળીમાં તમારા ઘરમાં સ્થિત મંદીરોને ફૂલોના હાર અથવા રંગીન લાઇટોથી સજાવી શકો છો. બજારમાં મળતા રંગીન ચમકદાર કાપડનો ઉપયોગ કરી મંદિરના પડદા બનાવી મંદિર સજાવી શકો છો.   

તમારાં ઘરને સુશોભન કરવાની શુંશું તૈયારીઓ ચાલી રહી છે ?

કોમેન્ટ બોક્સમાં સિવાય ઘર શણગારવા માટેનાં તમારા વિચારો રજૂ કરો

Author : Piyush Malavi #TeamAapduJunagadh

Also Read :