દિવાળી ના તહેવારોમાં ઘરની કરો સુંદર સજાવટ, આ રહ્યાં કેટલાક સરળ ઉપાયો…

દિવાળી

દિવાળી એટલે ઉત્સવ, ઉમંગ અને ઝળહળતી રોશનીનું પર્વ. દર વર્ષે દિવાળી પોતાની સાથે કંઇક અલગ જ જોમ અને ઉત્સાહ લઈને આવે છે. આ પર્વને વધાવવા આપણે સૌ હોંશે-હોંશે તૈયારી કરતા હોઈએ છીએ. જેમાં સૌપ્રથમ આવે છે, ઘર સજાવટ. દરેક ગૃહિણી પોતાના ઘરને સુંદર રીતે સજાવવા ઈચ્છે છે, તો ચાલો આજે તમને ઘરસજાવટ માટેના થોડા આઇડિયાઝ આપીએ જે તમને અવશ્યથી કામ લાગશે…
દિવાળી
દિવાળીના તહેવાર પર ઘરને ટ્રેડિશનલ લુક આપવો જોઈએ. ગોલ્ડન સિલ્ક ડ્રેપની સાથે સિક્કા અને કાચથી સજેલી ગોલ્ડન માટલીઓ અને ફ્લોટર્સ તમારા ઘરને કંઇક અલગ જ ઉઠાવ આપશે. ઘરના દરવાજા અને કોર્નરને દીવા, ફ્લાવરપોટ કે દીવાથી સજાવો.દિવાળી
ટ્રેડિશનલ લુક માટે ગુજરાતી અને રાજસ્થાની થીમ પર ઘરની સજાવટ વધુ પસંદ કરાય છે. બેડ પર ભરત ભરેલી ચાદર, બેડ કવર્સ અને કુશંસ પણ ટ્રેડિશનલ ડેકોરેશનને દર્શાવે છે. બ્રાઈટ રંગના પડદા અને કુશન આવી સજાવટ પર સારા દેખાય છે. તમે તમારી જૂની બનારસી સાડી માંથી પડદા કે કુશન કવર્સ બનાવી શકો છો. કુશન કવર્સ પર આભલાં કે તુઈવાળી બોર્ડર મૂકી ટ્રેડિશનલ લુક આપી શકો છો.
સજાવટનો જૂનો માર્ગ પસંદ ન કરતાં એમાં પણ પરિવર્તન જરૂરી છે. દિવાળીના ઉત્સવમાં આ આવશ્યક છે. દિવડાઓ સાથે મીણબત્તી વચ્ચે ફૂલની સજાવટ કરી શકાય. ફૂલોની સજાવટ માહોલને વધુ સુંદર બનાવશે. વળી સાંજ ના સમયે ફૂલોની ખુશ્બુ એક નવીન તાજગી આપશે. સજાવટ માટે ખુશ્બૂદાર ફૂલો હોવાં જોઈએ.દિવાળી
ઘરના પ્રવેશ માર્ગ પર આ ખૂબસૂરતીનો પ્રયોગ કરાવવો જોઈએ. દિવાળીમાં રંગોળીનું વિશિષ્ટ મહત્ત્વ છે. રંગોના બદલે ફૂલોથી રંગોળીની સજાવટ કરશો તો આકર્ષણનું કેન્દ્ર બની જશે.
ઘરમાં નાનાં નાનાં છોડનાં કૂંડાં હોય તો તમે તેમાં નાના નાના બલ્બની રોશની કરી શકો છો. મીણબત્તી પણ મૂકી શકો છો. તમારા ઘરની રોનક વધી જશે. ડાઇનિંગ ટેબલની આસપાસ મીણબત્તી ગોઠવી ને પણ સુંદર મજાનો ઉઠાવ આપી શકો છો. હાલમાં આપણા માંગનાથ રોડ પર સુંદર મજાના દીવડાઓ મળે છે જેનો ઉપયોગ કરી શકો છો.
દિવાળી એ રોશનીનો તહેવાર છે એટલે રંગોની પસંદગી એવી કરજો જે બ્રાઇટ હોય. રંગોળી બનાવો ત્યારે રંગોમાં ચમકતા પદાર્થોની મેળવણી કરી શકો છો. તેના પર પ્રકાશ પડતાં જ તે ચમકવા લાગશે.
સજાવટ કરો ત્યારે એક વાતનું જરૂર ધ્યાન રાખજો કે તે તમારા બજેટને અનુરૂપ હોય. સજાવટ મોંઘી નહીં પણ સર્જનશક્તિથી ભરેલી અને આકર્ષક હોવી જોઈએ…
Happy Diwali In Advance…
Author: Urvashi Deshani #TeamAapduJunagadh

Also Read : કારગીલ વિજય દિવસ