Clean Junagadh : “ચાલો ભેગા થઇ ને આપણું ઘર “જૂનાગઢ” ને સાફ રાખવાની પ્રતિજ્ઞા લઈએ”. મોરારી બાપુએ કથાનાં અંતિમ દિવસે કહ્યુ હતું કે આપણા શહેર ની સ્વચ્છતાનું આપણે જ ધ્યાન રાખવુ પડશે અને જ્યાં ત્યાં કચરો અને પ્લાસ્ટિક ફેંકવાનું બંધ કરવું પડશે. આવનારા થોડાજ દિવસો માં ગિરનારની લિલી પરિક્રમા શરૂ થવા જઈ રહી છે અને આ પરિક્રમામાં ગિરનાર ને ચોખ્ખું અને “પ્લાસ્ટિક ફ્રી” રાખવું એ આપણા હાથ ની વાત છે.
આવો બદલાવ લાવવાનું પહેલું પગલું છે પોતાની જાત ને બદલવું, આપણે જયારે પણ દુકાને અથવા કોઈ વસ્તુ ખરીદવા જઈએ ત્યારે આપણે પ્લાસ્ટિક ની થેલી લઇ તો લઈએ છે પણ પછી એ જ થેલી ને આપણે ખુલ્લા માં જ્યાં ત્યાં ફેંકી ને આપણા ઘર “જૂનાગઢ” ને પ્રદૂષિત કરીએ છે. આવી રીતે ગંદકી કરવું એ આપણી આ અનમોલ ધરોહર નું અપમાન છે,ચાલો ભેગા થઇ ને આને અટકાવીએ.
સફાઈ માટેના થોડાક ઉપાયો:
૧. શોપિંગ કરવા જાવ ત્યારે પોતાની સાથે હંમેશા એક બેગ અથવા કાપડ ની થેલી રાખો.
૨. જરૂરી નથી જ્યાં કચરા પેટી ના હોઈ તો જ્યાં ત્યાં કચરો નાખવો, થોડુંક ચાલી ને કચરા પેટી શોધો.
૩. તમારા સગા સબંધી, મિત્રો સાથે બહાર જાવ ત્યારે તેમને પણ ગંદકી કરતા અટકાવો.
૪. તમારી સોસાયટી અથવા તમારા વિસ્તાર માં બીજા સભ્યો સાથે ભેગા થઇ ને તમે જાતે જ સફાઈ અભિયાન શરૂ કરી શકો છો. અથવા તો આ પોસ્ટ ને શેર કરી ને જાણકારી આગળ પાસ કરી શકો છો!
Also Read : ઓનલાઈન શિક્ષણ કેટલું સાર્થક? ચાલો જાણીએ થોડા સવાલ-જવાબ સાથે…