Bhavnath Mahadev : શિવરાત્રિ આવી રહી છે.આપણાં જૂનાગઢમાં યોજાઇ રહેલા મિનીકુંભ મેળાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે.આ મેળાદરમિયાન ગિરનારની તળેટીમાં આવેલું ભવનાથ મંદિર આગવું મહત્વ ધરાવે છે.ત્યારે ચાલો જાણીએ ભવનાથ મંદિર વિશેની કેટલીક જાણી અજાણી વાતો…
Bhavnath Mahadev : ભવનાથ મંદિરએ શૈવ સંપ્રદાયનું ખૂબજ મહત્વનું પૌરાણિક મંદિર છે.સ્કંદપુરાણમાં ભવનાથ મહાદેવની કથા વર્ણવેલી છે.ભવનાથ મંદિરમાં આવેલા શિવલિંગનું અવલોકન કરતાં જણાય છે કે આ શિવલિંગ ખૂબજ પ્રાચીનછે. આ શિવલિંગમાં રૂદ્રાક્ષના પારા પર ઊપસેલા દાણા જેવા અનેક નાના નાના દાણાઓજોવા મળે છે. આ શિવલિંગ પર ઝીણવટપૂર્વક જોવામાંઆવે તો, ઊપસેલા દાણા પર ‘ૐ’ લખેલું છે તે જોઈ શકાય.
સુવર્ણરેખા નદીની મધ્યમાં આવેલા પુરાણ પ્રસિધ્ધ મૃગીકુંડના કિનારે આવેલ આ શિવલિંગનો ઇતિહાસ રાજા ભોજના સમય સુધી જાય છે.થોડા વર્ષ પહેલા જ્યારે આ મંદિરનો જીર્ણોધ્ધાર થતો હતો, ત્યારે તેના પાયા નજીકથી 8-10 ફૂટ ઊંડેસુંદર અને સૂક્ષ્મ કોતરણી વાળા શિલાખંડો મળી આવ્યા હતા. જે દર્શાવે છે કે ભૂતકાળમાં આ મંદિર ભવ્ય જાહોજહાલી ધરાવતું હશે.કાળક્રમે કુદરતી હોનારત કે આક્રમણનો ભોગ બનીને મંદિર કદાચ ધ્વસ્ત થયું હશે.
ભવનાથનાં મહાશિવરાત્રિ મેળામાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે.મહા વદ નોમથી શરૂ થતો આ મેળો મહા વદ તેરસ એટલે કે શિવરાત્રિ સુધી ચાલે છે.મેળાની શરૂઆત નોમના દિવસે ભવનાથ મંદિર પર ધ્વજા ચડાવીને થાય છે.શિવરાત્રિએ રાત્રે 12 વાગ્યે નાગા સાધુઓનું સરઘસ નીકળે છે.આ સરઘસમાં પહેલી પાલખી ભગવાન ગુરૂ દતાત્રેયની હોય છે.ત્યારબાદ અન્ય અખાડાઓની પાલખીઓ સાથે જુદા જુદા સ્થળોએથી આવેલા સાધુઓ જોડાય છે.નાગા સાધુઓ તલવાર,લાકડી, ભાલાઓ સાથે વિવિધ કરતબો કરતાં દ્રશ્યમાન થાય છે.
Bhavnath Mahadev : છેલ્લે સરઘસ ભવનાથ મંદિરના પટાંગણમાં દાખલ થઈને મૃગીકુંડ સુધી આવે છે.નિયત કરેલા સમય મુજબ સાધુ-સંતો મૃગીકુંડમાં સ્નાન કરે છે.ત્યારબાદ સૌ ભવનાથ મહાદેવની મહાઆરતી તેમજ પુજાઅર્ચના કરે છે.નાથસંપ્રદાયના સાધુઓ હાથમાં મશાલ લઈને નીકળે છે ત્યારે અદભૂત દ્રશ્ય સર્જાય છે.
તો તમે પણ આ મહાશિવરાત્રિના પાવનપર્વે આપણાં જૂનાગઢમાં આવેલા પુરાણ પ્રસિધ્ધ ભવનાથ મંદિર અને મૃગીકુંડના દર્શન કરવાનો લ્હાવો ન ચુકતા.
હર હર મહાદેવ!!!
Author: Urvashi Deshani #TeamAapduJunagadh