પ્રવાસીઓમાં વધતું એશિયાઇ સિંહ નું આકર્ષણ: 5 લાખથી વધુ લોકોએ લીધી મુલાકાત.

એશિયાઇ સિંહ

એશિયાઇ સિંહ ની ગર્જનાથી ગર્જતું સાસણગીર દેશ-વિદેશનાં પ્રવાસીઓ માટેનું પસંદગીનું સ્થળ બની રહ્યું છે. દર વર્ષે સિંહ દર્શન કરવા આવનાર પ્રવાસીઓની સંખ્યા સાથે વન વિભાગની આવકમાં પણ સારી વૃદ્ધી થઇ છે.

એશિયાઇ સિંહ

– ગીર અભયારણ્યમાં વિહરતા એશિયાઇ સિંહ પ્રજાતિ વન્યજીવો અને કુદરતી સૌદર્યને માણવા 2016-17નાં નાણાંકીય વર્ષનાં આંકડા મુજબ સાસણ અભયારણ્ય દેવળીયા સફારી પાર્કની મુલાકાતે 5,20,246 પ્રવાસીઓ આવ્યા હતા.જેથી વન વિભાગને 10 કરોડ 50 લાખથી વધુની કમાણી થઇ હતી.

એશિયાઇ સિંહ
– 2017-18માં સિંહ દર્શન માટે 5 લાખ 46 હજાર પ્રવાસીઓ આવ્યા અને વન વિભાગને 1 કરોડ 11 લાખ રૂપિયાની આવક થઇ છે.

– ગીર જંગલમાં પ્રવાસીઓની સંખ્યા દર વર્ષે વધી રહી છે. જે અંતર્ગત વર્ષ 2016-17માં આવેલા પ્રવાસીઓ કરતા 2017-18માં 5 ટકા પ્રવાસીઓનો વધારો થયો હોવાનું વન વિભાગ અને પ્રવાસન વિભાગ જણાવી રહ્યું છે.


સાસણગીરની મુલાકાતે આવતા પ્રવાસીઓ હોટલમાં એક દિવસનું રોકાણનું આયોજન કરે છે અને સેન્ચ્યુરી અથવા દેવળીયાની મુલાકાત કરી ત્રણ કલાકમાં સિંહ દર્શનનો કાર્યક્રમ પૂર્ણ કરી બાકીનાં અડધા કલાકમાં મગર ઉછેર કેન્દ્રની મુલાકાત લે છે. હાલ ઉનાળાનું વેકેશન ચાલી રહ્યું છે જેથી સાસણગીરમાં પ્રવાસીઓનો ઘસારો પણ જોવા મળી રહ્યો છે. મે મહિનો નજીક આવતા પરમીટ ફુલ થઇ જશે તેવું સાસણનાં ડીસીએફ ડો.રામરતન નાલાએ જણાવ્યુ હતું.

Also Read : વીર રામવાળો : ગાયકવાડી ધરા ધ્રુજાવતો સોરઠી નરવીર (ભાગ: 2)