આવો જાણીએ Artist Of The Week -2020 કેમ્પેઇનના ફાયદા અને મહેનત વિશેની કેટલીક સચોટ વાતો | જૂનાગઢ

Artist Of The Week

Artist Of The Week : જૂનાગઢ..પ્રકૃતિ, સંસ્કૃતિ અને કલાનો અદ્દભુત ખજાનો! આ અઢળક ખજાનામાંથી કૈંક’ને કૈંક અમૂલ્ય વાતો અને બાબતો શોધીને, તેનાથી વાકેફ કરાવવાનું કામ Team Aapdu Junagadh દ્વારા હંમેશાથી થતું આવ્યું છે. જૂનાગઢમાં જેટલું હુન્નર છુપાયેલું છે, એટલું ભાગ્યે જ કોઈ નગરમાં જોવા મળે! ત્યારે આજના સોશિયલ મીડિયાના આધુનિક યુગમાં જૂનાગઢના યુવાનોમાં રહેલી કલાને ડિઝિટલ પ્લેટફોર્મ પૂરું પાડીને કલાપ્રેમીઓ સમક્ષ લાવવા Aapdu Junagadh દ્વારા છેલ્લાં બે વર્ષની ભવ્ય સફળતા બાદ સતત ત્રીજા વર્ષે પણ “Artist Of The Week” નું આયોજન થયું છે.Artist Of The Week-2020 ની શરૂઆત થઈ ચૂકી છે, ત્યારે આ સિઝનમાં કુલ 12 જેટલા કલાકારો પોતાની જુદી-જુદી કલાની ડિઝિટલ પ્રસ્તુતિ કરવાના છે. જે દરેક કલા અને કલાકારનો વિડીયો એપિસોડ દર શુક્રવારે સાંજે 08 વાગ્યે Aapdu Junagadh ના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પ્રસારિત થશે, આ 12 યુવા કલાકારો પૈકીમાંના એક કલાકારની કલાકારીનો વિડીયો એપિસોડ ગત તા.25 સપ્ટેમ્બરના રોજ પ્રસારિત થઈ ચૂક્યો છે, જો તમે જોવાનું ચૂકી ગયાં હોય તો તેને Aapdu Junagadh ના સોહિયલ મીડિયા પ્લેટફોર્મ પર જઈને નિહાળી શકો છો!Artist Of The Week-2020 ની આ સિઝન ગત વર્ષો કરતાં કૈંક ખાસ છે કારણ કે, આ વર્ષે યુવા કલાકારોની કલા સાથે જૂનાગઢમાં રહેલા પ્રાકૃતિક ખજાનાને પણ પ્રકાશિત કરવાનો અનોખો પ્રયત્ન Aapdu Junagadh દ્વારા કરવામાં આવ્યો છે. કુલ 12 કલાકારો પૈકીના મોટા ભાગના કલાકારોની કલા પ્રસ્તુતિનું વિડીયો રેકોર્ડીંગ જૂનાગઢના વિવિધ પ્રાકૃતિક સ્થળો એ સરકારશ્રીની મંજૂરી સાથે કરવામાં આવ્યું છે.Artist Of The WeekArtist Of The Week -2020 ની સિઝન તૈયાર કરવામાં ઘણી પૂર્વ તૈયારીઓ કરવામાં આવી હતી, સૌપ્રથમ અમે સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકીને ઓપન એંટ્રીઝ મંગાવી હતી, જેમાંથી 12 કલાકારો અને તેમની કલાને આ સિઝન માટે પસંદ કરવામાં આવ્યા, જે કાર્ય ખુબજ અઘરું હતું! જે બાદ અંદાજિત 20 દિવસ જેટલો સમયગાળો આ સિઝનના શૂટિંગમાં લાગ્યો, જેમાં 10 ટીમ મેમ્બરો, 03 કેમેરાઅ અને 01 ડ્રોન કેમેરાની મદદ લેવામાં આવી હતી. ત્યારે આ કલાકારોની કલા અને ટીમ વર્કની મહેનતનું ફળ નિહાળવા તમારે આ આખી સિઝનને નિહાલવી જ રહી!જૂનાગઢગત તા.25 સપ્ટેમ્બર થી શરૂ થયેલ ’Aapdu Junagadh Artist Of The Week 2020’ અંતર્ગત દર શુક્રવારે નવા કલાકારોની અવનવી કલા સાથે નવો એપિસોડ, Aapdu Junagadh ના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર મુકાશે. એટલું જ નહીં, આ કેમ્પેઇનના અંતે, ભાગ લીધેલ કુલ 12 કલાકારોમાંથી કોઈ ત્રણ કલાકારોને નીચેની વિગતો મુજબ Top 03 વિજેતા જાહેર કરવામાં આવશે, જેના માટે તમારાં પ્રોત્સાહનની આવશ્યકતા છે..
01. Youtube અને Instagram Views ની ગણતરી (50% Weightage)
જેના માટે તમારે તમારા મનગમતા કલાકારનો વિડીયો વધુને વધુ શેર કરવાનો રહેશે અને બીજું..
02. Aapdu Junagadh ની Website પર થયેલું Voting (50% Weightage)
જે તે Episode સાથે મૂકવામાં આવેલી Link પર ક્લિક કરી, તમારો મોબાઈલ નંબર નાખીને OTP ની મદદથી Vote કરવાનો રહેશે.જૂનાગઢઆપના વોટિંગ અને શેરિંગને આધારે વિજેતા થયેલ Top 03 Artist ને આકર્ષક ઇનામો આપવામાં આવશે સાથોસાથ વધુ વોટિંગ અને શેરિંગ કરનાર Lucky Followers ને મળશે, આકર્ષક ગિફ્ટ્સ..
તો તૈયાર રહેજો અવનવી કલાને જાણવા, માણવા અને પ્રોત્સાહન આપવા..
Artist Of The Week-2020 ની જેમ અમારા દ્વારા થતાં વિવિધ કેમ્પેઇન અને આયોજનોને જૂનાગઢ તરફથી અખૂટ પ્રેમ મળતો આવ્યો છે અને ભવિષ્યમાં પણ આવોજ પ્રેમ મળતો રહે એવી અપેક્ષા સાથે જય હો જૂનાગઢ.. Artist Of The Week

Also Read : Moti Baug

#TeamAapduJunagadh