ઉપરકોટ : રાજાશાહી ભવ્યતા અને હીસ્ટોરીકલ રજૂઆત હમેશા એક આકર્ષણ ઊભું કરે છે પછી તે મોટા પડદા પરની બાજીરાવ મસ્તાની, બાહુબલી, જોધા-અકબર જેવી ફિલ્મો હોય કે નાના પડદા પરની સીરીયલો. તેની રજૂઆત, અભીનય, કથા વગેરે ઉપરાંત જબરું આકર્ષણ હોય છે તેના લોકેશનનું ખરું ને… ભલે ફિલ્મો વગેરેમાં લોકેશનો ને વધુ ચમકાવીને દર્શાવ્યા હોય પણ તેને પ્રત્યક્ષ જોવાની ઈચ્છા તો થઈ જ જાય.
આજે આપણે જાણીશું જુનાગઢ શહેરમાં આવેલી આવીજ ભવ્ય રાજાશાહી સ્થાપત્ય અને કલાની ઝાંખી કરાવતી લોકેશન “ઉપરકોટ”ની. જૂનાગઢ એટલે પ્રકૃતિનાં ખોળે રહી પોતાના ઐતિહાસિક વારસાને સાથે લઇ વિકાસના પંથે સતત ધબકતું શહેર જ્યાં જુના વારસાની સાથે નવા આયામોનો સંગમ તમે જરૂરથી જોઈ શકો અને ઉપરકોટ એટલે તેની શાન એમ કહેવું ખોટુ નહી.
ઉપરકોટનુંબાંધકામચંદ્રગુપ્તમૌર્યદ્વારા 312 ઇસ. પૂર્વેકરાવવામાંઆવ્યું હોવાનું મનાય છે. ગુપ્ત યુગ બાદ સૌરાષ્ટ્રની રાજધાની બદલાતા આ કિલ્લો જંગલથી ઘેરાઈને વિસ્મૃત થઈ ગયો હતો જે ચુડાસમા શાસકના સમયમાં ફરી શોધવામાં આવ્યો હતો એવું એક દંતકથા પરથી જાણવા મળે છે. 2300 વર્ષથી પણ વધારે સમયથી વિવિધ રાજવીઓ, ઘટનાઓનો સાક્ષી બની આજે જૂનાગઢનાં ગૌરવ પૂર્ણ વારસાની ઝાંખી કરાવતો ઉપરકોટ એ જુનાગઢ શહેર ના મુખ્ય આકર્ષણ તરીકે આજ દિન સુધી અડીખમ ઉભેલો છે.
કોઈ પણ સ્થળ જેટલું જૂનું હોય તેની સાથે જોડાયેલ વાતો તેટલીજ વધારે હોય. તેમાં કેટલી સચ્ચાઈ હોય એ તો ના કહી શકાય પણ હા એ બધી જ વાતો રસપ્રદ હોય તેટલું તો ચોક્કસ અને તેમાં પણ સ્થળ જો ઉપરકોટ જેવું ઐતિહાસિક હોય તો પછી તેના સાથે જોડાયેલી વાતો પણ અસંખ્ય અને રસપ્રદ તો હોય જ. આપણે પણ તેમાંની કેટલીક વાતો વિશે જોઈશું આ સફરમાં,
જૂનાગઢ શહેરની ફરતે 7 દરવાજાઓ આવેલા છે જે પણ તે સમયની બેનમૂન સ્થાપત્ય કલાના દર્શન કરાવે છે. આપણી આ લોકેશનની એક પ્રચલીત વાત મુજબ રાજાશાહી સમયમાં આ 7 દરવાજાઓને જોડતી દીવાલો થી એક કીલ્લો રચાતો જે પ્રજાની સુરક્ષા માટે બનાવાયો હોવાનું મનાય છે. જે મુજબ પ્રજા આ કિલ્લાની અંદર રહેતી અને રાજા તેમાં આવેલ ઉપરકોટમાં રહી પ્રજાની દેખરેખ કરતાં. આ કિલ્લાના દ્વાર પ્રજાના કાર્યો અર્થે સવારે 7:00 થી સાંજે 7:00 વાગ્યા દરમ્યાન ખૂલતાં અને અન્ય સમય દરમ્યાન પ્રજા આ કીલ્લામાં સુરક્ષીત રહેતી. આજ કારણ હશે કે આ કિલ્લાને શત્રુઓ દ્વારા જ્યારે 12 વર્ષ સુધી ઘેરી રાખવામા આવ્યો તેમ છતાં પણ આ ઘેરો અસફળ રહ્યો હતો. 800 વર્ષોના સમયગાળામાં આ કિલ્લાને ઘેરવાના આવા 16 જેટલા પ્રયાસો કરવામાં આવ્યા છે. આ વાંચીને જ મનમાં એક જોરદાર કિલ્લાની કાલ્પનીક તસવીર આવી જાય કે નહી.
ઉપરકોટમાં તે સમયે ફાઇટ માટે વપરાતી ટોપ ઉપરાંત બૌદ્ધની ગુફાઓ, અડી કડી વાવ, નવઘણ કૂવો, અનાજના ભંડારો વગેરે જેવા આકર્ષણ આવેલા છે જેની આપણે આગળ વિગતવાર મુલાકાત લેશું. તો આપણી આ સફરને અહીં થોડો વિરામ આપીએ અને લઈએ એક ઈંટરવેલ. અને હા સ્નેક બ્રેક પછી ફરીથી આ સફરમાં જોડાવાનું ચુકતા નહિ કેમકે, અભી તો પાર્ટી શુરૂ હુઈ હૈ…
Also Read : વિશ્વ વસ્તી પખવાડિયાની થઈ રહી છે ઉજવણી, નસબંધી કરનારને અપાય છે આ ઈનામ!