હિંદુ-મુસ્લિમની કોમી એકતાનું અનોખું ઉદાહરણ એટલે નરસિંહ મહેતા ના ચોરાની ગરબી

નરસિંહ મહેતા

નરસિંહ મહેતા:

“મઝહબ નહીં સિખાતા આપસ મે બૈર રખનાં” બરાબર ને ??

આપણે સૌએ કોમી એકતા વિશે ખૂબ વાંચ્યું હશે, ઘણા ઉદાહરણ જોયા હશે, સાંભળ્યા હશે, તો ચાલો એવા જ કોમી એકતા ના અનોખા ઉદાહરણ વિશે તમને જણાવીએ.

નરસિંહ મહેતા

આજનાં મોર્ડન યુગ મા કે જયારે લોકો અર્વાચીન સંસ્કૃતિ તરફ વળતા દેખાય છે લોકોનો અર્વાચીન ગરબા પ્રત્યેનો ક્રેઝ વધતો જાય છે. મોટા પાર્ટીપ્લોટ્સ, ડીજે, ફિલ્મી ગીતો વાળા કહેવાતાં ગરબાઓનો અવાજ લોકોને આકર્ષે છે ત્યારે પ્રાચીન ગરબીઓનું પ્રમાણ ઘટતું જાય છે. સમાજમા જ્ઞાતિવાદ નું પ્રમાણ વધી રહ્યું છે. હવે તો ગરબા પણ જ્ઞાતિ પ્રમાણે થતા જોવા મળે છે. પરંતુ આપણા જૂનાગઢ મા હજી પણ પ્રાચીન ગરબીઓ યથાવત છે જેમાં કોઈ પણ જ્ઞાતિ કે ધર્મ ના બંધનોને ભૂલી કોમી એકતાનું અનોખું ઉદાહરણ પૂરું પાડતી ગરબી એટલે આપણા જૂનાગઢમા આવેલાં નરસિંહ મહેતા ના ચોરાની ગરબી.

નરસિંહ મહેતા

આ ગરબી ઈ.સ.1960 એટલે કે છેલ્લા 58 વર્ષથી કાર્યરત છે, આ ગરબીમાં હિંદુ અને મુસ્લિમ બાળાઓ સાથે મળીને માઁ
અંબાની આરાધના કરે છે. ગરબી મંડળના કાર્યકરોમા પણ હિંદુ અને મુસ્લિમ સમાજના સભ્યો છે જે દર વર્ષે સાથે મળીને
ઉત્સાહપૂર્વક ગરબીનું આયોજન કરે છે.

નરસિંહ મહેતા

આ ગરબીમા થતા પ્રાચીન રાસ ગરબા, બેડાં રાસ શહેરીજનોના આકર્ષણ નું કેન્દ્ર બને છે અને મોટી સંખ્યા મા લોકો આ
ગરબી જોવા એકત્રિત થાય છે.

આવી અનેક પ્રાચીન ગરબીઓ આપણા જૂનાગઢમા છેલ્લા ઘણા વર્ષો થી કાર્યરત છે જે આપણને આપણી પ્રાચીન સંસ્કૃતિની યાદ અપાવે છે અને કોમી એકતાના ઉદાહરણ પુરા પાડે છે.તો આ નવરાત્રી આ પ્રાચીન ગરબીઓ ની મુલાકાત લેવાનું ભૂલતા નહીં..

આપણું જૂનાગઢ દ્વારા સાતમા નોરતે એટલે કે 16 ઓક્ટોબરના આ ગરબાનું લાઈવ કવરેજ પણ કરવામાં આવશે.

Also Read : સક્કરબાગમાં આવ્યા નવા રહેવાસીઓ, જેમાનું એક વિશ્વનું પાંચમા નંબરનું સૌથી વજનદાર પ્રાણી છે!