ગણેશ ચતુર્થી એક અનોખો ભક્તિ ઉત્સવ

ગણેશ ચતુર્થી

ગણેશ ચતુર્થી : ગણપતિ બાપા મોર્યા, મંગલ મૂર્તિ મોર્યાના નાદથી શેરીઓ ગુંજી ઉઠી છે અને દરેક શુભ કાર્યના પ્રારંભે જે પૂજાય છે તેવા રિદ્ધિ સિદ્ધિના દેવ ગણેશજી આપણા આંગણે પધાર્યા છે ત્યારે ભક્તજનો પણ તેટલાં ઉત્સાહ સાથે તેમનો સ્વાગત કરવા તૈયાર છે તો ચાલો ગણેશ ઉત્સવ વિશે થોડું જાણીએ.

                  વિનાયક ચતુર્થી તરીકે પણ  ઓળખાતા ગણેશજીના પર્વની ઉજવણી ક્યારથી શરૂ થઈ તે સ્પષ્ટ નથી પરંતુ મુઘલમરાઠા યુદ્ધો પછી છત્રપતિ શિવાજી મહારાજના યોગદાન સાથે ઉત્સવ મુખ્ય સામાજિક અને જાહેર પ્રસંગ બન્યો. તથા .. 1892 માં ભારતીય સ્વાતંત્ર્ય સેનાની લોકમાન્ય તિલકે બધા ભારતીઓને એકત્રિત કરવાના ઉદ્દેશથી ઉત્સવને ઉજવ્યો  હતો.

                   તહેવારમાં ભક્તજનો દ્વારા ગણેશજીની મૂર્તિની સ્થાપના કરવામાં આવે છે તેની પૂર્વ તૈયારી રૂપે ગણેશજીની વિવિધ કદની મૂર્તિઓ બનાવવામાં આવે છે તો ક્યાંક ફૂલો અને લાઈટોથી પંડાલો સજાવવામાં આવે છે અને ગણેશ ચતુર્થી ના દિવસે ધૂમ ધામથી ગણેશજીની મૂર્તિની સ્થાપના કરી સવાર સાંજ તેની પૂજા કરવામાં આવે છે. ઘરમાં પણ આજ રીતે ગણેશજીનો સ્વાગત કરવામાં આવે છે.  વૈદિક સ્તોત્રો અને હિન્દુ ગ્રંથો મુજબ પ્રાર્થના અને વ્રત નો સમાવેશ પણ તેમાં થાય છે.”મોદક પૂજા ઉત્સવ નો મુખ્ય પ્રસાદ છે જે ગણપતિને પ્રિય હોવાનું મનાય છે.

ગણેશ ચતુર્થી

                  સામાન્ય રીતે મૂર્તિ સ્થાપના બાદ 1 12, 3, 5, 7 અથવા 11 દિવસ સુધી પવિત્ર ઉત્સવ ચાલે છે અને અંતિમ દિવસે તેટલાજ ઉત્સાહથીગણપતિ બાપા મોર્યા, અગલે બરસ તુ જલ્દી ના વાયદા અને સંગીત સાથે ભવ્ય સરઘસનું આયોજન કરી નદી કે સમુદ્રમાં તેનું વિસર્જન કરવામાં આવે છે. તે  બાદ ગણેશજી કૈલાશ પર્વત પર માતા પાર્વતી અને શિવજી પાસે પરત ફરે છે તેવી માન્યતા છે.

                   માત્ર ભારતમાંજ નહિ પરંતુ નેપાળમાં અને  ત્રિનિદાદ , સુરીનામ , ફીજી , મોરિશિયસ , યુનાઇટેડ સ્ટેટ્સ, યુરોપમાં  જેવા અન્ય સ્થળોએ વસતા ભારતીઓ દ્વારા પણ ગણેશ ઉત્સવની ભક્તિ ભાવ પૂર્વક ઉજવણી કરવામાં આવે છે.

                    વર્તમાન સમયમાં પી..પી. અને કેમિકલ યુક્ત રંગો થી પર્યાવરણને થતા નુકસાન વિશે લોકો જાગૃત થયા છે અને માટીની મૂર્તિ બનાવવાના અભિગમ તરફ વળ્યા છે.

                    ત્યારે આપ સૌને પણ ગણેશ ચતુર્થીની ખૂબ ખૂબ શુભકામનાઓ.

Also Read : ઉતરન સિરિયલની ઇચ્છા અને તપશ્યા હવે દેખાય છે આવી, તસવીરો જોઈને ઓળખી પણ નહિ શકો…