World Press Freedom Day : દર વર્ષે 3જી મે ના રોજ વર્લ્ડ પ્રેસ ફ્રિડમ ડે એટલે કે વિશ્વ પ્રેસ આઝાદી દિવસની ઉજવણી કરવામાં આવે છે. આવો જાણીએ શું છે વર્લ્ડ પ્રેસ ફ્રિડમ ડે અને તેનું મહત્વ…?
વર્ષ 1991માં યુનાઈટેડ નેશન જનરલ એસેમ્બલીએ પ્રેસની સ્વતંત્રતાના મહત્વ વિશે જાગરુતતા વધારવા અને 1948ના માનવ અધિકારના વૈશ્વિક ઘોષણાપત્રની કલમ 19 હેઠળ નિર્મિત અભિવ્યક્તિની સ્વતંત્રતાના અધિકારને આદર આપવા, સમર્થન આપવાની તેમની ફરજને યાદ કરાવવાની તેમજ વિંડહોક ઘોષણાપત્રની વર્ષગાંઠને નિશાની આપવા, આફ્રિકન અખબાર પત્રકારો દ્વારા દર વર્ષે 3જી મે ના રોજ વર્લ્ડ પ્રેસ ફ્રિડમ ડે ઉજવવાનું ઘોષિત કર્યું હતું.
શું છે પ્રેસની સ્વતંત્રતા?
વિવિધ મીડિયા દ્વારા સંચાર અને અભિવ્યક્તિ, જેમાં છાપવામાં આવેલા અને ઈલેકટ્રોનિક મીડિયા, ખાસ કરીને પ્રકાશિત સામગ્રીઓનો મુક્તપણે ઉપયોગમાં લેવાનો અધિકાર માનવો તેમજ સંરક્ષણ બંધારણીય, અને કાનૂની રક્ષણ એટલે પ્રેસની સ્વતંત્રતા.
વર્લ્ડ પ્રેસ ફ્રિડમ ડે દર વખતે અલગ અલગ થીમ દ્વારા ઉજવવામાં આવે છે. આ વર્ષે “મીડિયા ફોર ડેમોક્રેસી: જર્નાલિસમ એન્ડ ઈલેક્ષન્સ ઇન ટાઈમ્સ ઓફ ડિસઇન્ફોર્મેશન” થીમ રાખવામાં આવી છે.
આ થીમ અંતર્ગત હાલના સમયમાં દેશની શાંતી જાળવી રાખવા મીડિયાનું યોગદાન અંગે વિચારણા અને જરૂરી મુદ્દાઓ અમલમાં મૂકવામાં આવશે.
આ ઉપરાંત આ દિવસની ઉજવણીના ભાગરૂપે પ્રેસ કોન્ફરન્સ, મીડિયાની બેઠકો તેમજ પ્રેસની સ્વતંત્રતાના કાયદાકીય હક્કની વિશ્વભરમાં ઉજવણી કરવામાં આવે છે. ફરજ પર જીવ ગુમાવેલા પત્રકારોને શ્રધ્ધાંજલી અર્પણ કરવા જેવી અનેક પ્રવુતિઓ આ દિવસે કરવામાં આવે છે.
વર્ષ 1997 થી દરવર્ષે યુનેસ્કો દ્વારા ગ્લિરમો કાનો વર્લ્ડ પ્રેસ ફ્રિડમ પુરસ્કાર આપવામાં આવે છે. કોલંબિયન ન્યૂઝપેપર એડિટર ગ્લિરમો કાનોના માનમાં આ પુરસ્કાર આપવામાં આવે છે. આ પુરસ્કારના ભાગરૂપે 45,000 ડોલર આપવામાં આવે છે. આ પુરસ્કાર એ વ્યક્તિ અથવા સંસ્થાને આપવામાં આવે, જેણે પ્રેસની સ્વતંત્રતા માટે ઉલ્લેખનીય કાર્ય કર્યું હોય.
દર વર્ષે યુનેસ્કો દ્વારા 14 ન્યૂઝ પ્રોફેશનલ્સની ટીમ નિયુક્ત કરવામાં આવતી હોય છે, જે ગ્લિરમો કાનો પુરસ્કારનો સાચો હકદાર કોણ છે તે નક્કી કરે છે. તો, આ છે વર્લ્ડ પ્રેસ ફ્રિડમ ડે…!!!
Author: Morvee Raval #TeamAapduJunagadh
Also Read : Classical Dance : જૂનાગઢના યુવા કલાકારો દ્વારા શાસ્ત્રીય નૃત્ય કલાને પૂન: જીવિત કરવા થઈ રહ્યા છે આ પ્રયત્નો