સરદાર – જૂનાગઢની આઝાદીના સૂત્રધાર

સરદાર

સરદાર : અજીબ લાગશે તમને પણ, કોઈ તમને આજ ઘરે આવીને પાકિસ્તાની કહી જાય તો ?!!! હા ખરેખર લે આપણો પારો આસમાને ચડી જાય, ત્રણ ચાર તો ગાળ પણ મોઢામાંથી ચાહ્યે અણચાહ્યે આવી જ જાય, અને કેમ ના આવે આપણને આપણા ભારતીય હોવા પર ગર્વ છે.

સરદાર

પણ વાત જાણે એમ છે કે જો સરદાર પટેલ જેવી વ્યક્તિ ભારતને ના મળી હોત તો આજ આપણે જૂનાગઢ વાસીઓ અવશ્ય પાકિસ્તાની કહેવાત. કારણ કે જૂનાગઢના મહોબ્બત ખાનને પાકિસ્તાન સાથે જોડાવું હતું પરંતુ એ પ્રેક્ટ્ટીકલી શક્ય નહોતું અને જૂનાગઢના રહેવાસીઓ પણ ભારત સંઘ સાથે જોડાવા માંગતા હતા. આખરે નવાબના શાસનમાંથી જૂનાગઢ મુક્ત કરાવવા આરજી હકૂમતની મુંબઈ ખાતે સ્થાપના થઈ. આખરે સરદાર પટેલ દ્વારા ગુરુ દયાલ સિંહના નેતૃત્વ હેઠળ સૈન્ય મોકલાયું અને ૯ નવેમ્બર ૧૯૪૭ ના રોજ નવાબના કબજામાંથી જૂનાગઢ સ્વતંત્ર થયું અને ભારત સંઘ સાથે જોડાયું. આજ આપણે સૌ જૂનાગઢવાસીઓ ભારત દેશના વતની છીએ તો તેનો સૌથી મોટો શ્રેય સરદાર વલ્લભાઈ પટેલના ખોળે જાય છે. સત્ સત્ નમન તુજને હે સરદાર.

સરદાર વલ્લભભાઈ પટેલ એ માત્ર નામ જ નથી પણ આપણા દેશની અખંડતાનું અમૂલ્ય પ્રતિક છે. દેશની આઝાદી માટે ભોગ આપવા વાળા નામોમાં સરદાર પટેલ મોખરે હતા.

સરદાર

આઝાદી મળ્યા બાદ પણ આપણા દેશની સૌથી મોટી મુશ્કેલી એ હતી કે આપણા દેશમાં કુલ ૫૬૨ દેશી રજવાડાં હતાં અને આ રજવાડાંઓને એકીકૃત કરી અખંડ ભારત બનાવવાનું કામ ભારતના બિસ્માર્ક એવા સરદાર પટેલ સિવાય કોઈ કરી શકે એમ નહોતું, બધાની નજર સરદાર સાહેબ ઉપર હતી કે આ માણસ માત્ર બે વર્ષમાં કેવી રીતે આટલા ભિન્ન ભિન્ન માનસિકતા ધરાવતા રાજા રજવાડાઓને એક ભારતના તાંતણે પરોવશે ? પણ જેને લોખંડી પુરુષ કહેવાય હોય એને અમથા થોડા કહેવાયા હોય !! પટેલ સાહેબે માત્ર પંદર સોળ મહિનામાં જ આખા ભારતને એકતાનાં રંગે રંગી દીધું. એવા ભારત રત્ન સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિ નિમિતે ૩૧ ઑક્ટોબર ૨૦૧૮ ના રોજ નર્મદા નદી પર આવેલા સાધુ બેટ પર વિશ્વનું સૌથી મોટું સ્મારક સ્ટેચ્યુ ઓફ યુનિટીનું પર અનાવરણ થવા જઈ રહ્યું છે. આ ખુશીના અવસર પર એક ગુજરાતી અને એક જૂનાગઢના વતની તરીકે ગર્વ કરવા જેવી બાબત છે.

” હે ભારત ભૂમિ તુને સત્ સત્ નમન હું કરનાર,
‘ આઝાદ ‘ સંઘ દ્રષ્ટા દીધો અખંડ સ્વપ્ની સરદાર ”

સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિની સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.

Author : Himanshu Kikani #TeamAapduJunagadh

Also Read : ગિનીસ બુકમાં નોંધાયેલી અભિનેત્રી અને મહેશબાબુ ની માનું અડધી રાત્રે આવી રીતે થયું અચાનક નિધન…