ગિરનાર મહાતીર્થ ઉપર સફેદ પટ્ટા કરવાનો લાભ – 2018

ગિરનાર

કલ્યાણ મિત્ર મંડળ દ્વારા ઉનાળાની શરૂઆત થતા જ ગિરનાર મહાતીર્થ પર અલગ-અલગ ટૂંકમાં જાતે જ સફેદ પટ્ટા કરવાનો લાભ આ વર્ષે પણ લેવામાં આવ્યો હતો. આ સફેદ પટ્ટાથી ઉનાળાની અસહ્ય ગરમીમાં દર્શનાર્થે આવનાર અનેક સાધુ-સાધ્વીજી ભગવંતો તથા હજારો શ્રાવક-શ્રાવિકાઓને શાતા મળશે. સાથે-સાથે ચોમાસું બેસતા થતી નિગોદ(લીલ) થી પણ બચાશે.

ગિરનાર ગિરનાર

આ સફેદ પટ્ટા કરવા માટે આણંદજી કલ્યાણજી પેઢીએ કલ્યાણ મિત્ર મંડળ, અમદાવાદને લાભ આપ્યો હતો. કલ્યાણ મિત્ર મંડળ પરિવારના 10 સભ્યોએ કોઈ પણ મજુર કે માણસની મદદ વિના જાતે જ આ કાર્ય હાથમાં લીધું. સફેદ પટ્ટા કરવાની દરેક જગ્યાએ સરખી સાફ-સફાઈ કરી અને પછી પટ્ટા કરવામાં આવ્યા જેથી લાંબો સમય માટે આ પટ્ટા સચવાઈ રહે. ૨ દિવસ-રાત ચાલેલા આ કાર્યમાં ગિરનારજી મહાતીર્થ ઉપર પેઢીમાં રહેલા સ્વયં સેવક ભાઈઓએ રહેવા/જમવાના આયોજનમાં સુંદર સહકાર પ્રાપ્ત થયો હતો. સાથે કલ્યાણ મિત્ર મંડળના સભ્યો દ્વારા ગિરનાર મહાતીર્થ ઉપર કામ કરનાર દરેક સ્ટાફ મેમ્બરનું બહુમાન પણ કરવામાં આવ્યું હતું,

જ્યાં લાખો ભાવિકો દાદા નેમિનાથને દર વર્ષે ભેટવા આવે છે એવા પ્રાયઃ શાશ્વત કલ્યાણકારી ગિનારજી મહાતીર્થ પર આવનારને શાતા મળે અને ચોમાસામાં નિગોદથી રક્ષણ મળે તેવા સફેદ પટ્ટા જાતે જ કરવાના કાર્યમાં જોડાનાર સર્વે પુન્યશાળીઓની ખુબ ખુબ અભિનંદન.

ગિરનાર

Also Read : પાટણના એક જ પરિવારના 6 સભ્યોના નવા કોરોના કેસ સાથે ગુજરાતમાં કુલ આંકડો કેટલે પહોંચ્યો? ચલો જાણીએ…