Veg Bread Lasanga : જૂનાગઢની જનતાનું મનપસંદ Social Media Page “Aapdu Junagadh” દ્વારા સ્વાદ અને સોડામથી ભરપૂર વિવિધ લહેજતદાર વાનગીઓ આપણી સમક્ષ રાખવા માટે “Online Cooking Competition”નું આયોજન કરેલ છે. જેમાંની ઘણીખરી વાનગીઓ વિશે તમે જોઈ-જાણી લીધું છે, ત્યારે ચાલો આજે ફરી તમારી સમક્ષ આ સ્પર્ધાની જ એક સ્વાદથી ભરપૂર વાનગી આ Blogના માધ્યમથી પીરસીએ…
Online Cooking Competitionની હવે પછીની વાનગી છે, “Veg Bread Lasanga”. નામ સાંભળતા જ તેના Ingredientsની અડધી માહિતી તો તમને મળી જ ચુકી હશે, તો ચાલો સ્વાદ અને સુગંધથી તરબોળ એવી આ સ્વાસ્થ્યપ્રદ Italian વાનગીમાં બીજા કયા કયા Ingredients વપરાય છે, તેના વિશે જાણીએ.
Veg Bread Lasanga બનાવવા માટેના Ingredients:
1. Sauce બનાવવા માટે:
- માખણ 2 મોટા ચમચા
- 1 મોટું અથવા 2 નાના ટામેટાની પ્યુરી
- 3 લસણની કળી
- મીઠું સ્વાદ અનુસાર
- ખાંડ સ્વાદ અનુસાર
( તમે બજારમાં તૈયાર મળતો Tomato Sauce અથવા Italian Sauce અથવા બન્ને Sauceનો ઉપયોગ કરી શકો છો.)
2. Stuffing માટે:
- ઝીણી સમારેલી 2 ડુંગળી
- ઝીણી સમારેલી 1 કાકડી
- ઝીણી સમારેલી 2 લસણની કળી
- ઝીણું સમારેલું 1 કેપ્સિકમ
- 1 કપ ઉકાળેલા મકાઈના દાણા
- મીઠું સ્વાદ અનુસાર
- ખાંડ સ્વાદ અનુસાર
- 1/5 T. Spoon મરચું પાઉડર
- Italian seasoning
- Bread slices
- અઢળક માત્રામાં Cheese (Mozeralla અને Processed)
Veg Bread Lasanga બનાવવા માટેના Ingredients વિશે તો આપણે માહિતી મેળવી લીધી. હવે આ બધા Ingredients વડે કઈ રીતે આ વિશિષ્ટ વાનગી બનાવવી તેનો એક Video પણ અહીં જોઈ લઈએ અને ત્યારબાદ આ વાનગીના શુ શુ ફાયદાઓ છે તેની પણ માહિતી મેળવીએ.
Veg Bread Lasangaની સ્વાસ્થયલક્ષી અને અન્ય માહિતી:
- Vegetablesથી ભરપૂર આ વાનગી પોષણ બક્ષે છે.
- આ એક સ્વાસ્થ્યપ્રદ Italian વાનગી હોવાથી તમારા દૈનિક સ્વાદમાં થોડો Change મળે છે.
- વાનગી બનાવવાની રીત પણ ઘણી મજેદાર છે, તેથી બાળકો અને ઘરના અન્ય લોકો પણ વાનગી બનાવવા માટે હોંશે હોંશે મદદરુપ થશે.
- માખણ અને Cheese જેવા Helthy તત્વો વપરાતા હોવાથી તમારા શરીરને જરૂરી માત્રામાં ચરબી મળી રહે છે.
- લીલા શાકભાજી અને અન્ય ઘરગથ્થુ વસ્તુઓનો ઉપયોગ થતો હોવાથી, તમે ઘરે રહીને જ Restaurant જેવી વાનગી માણી શકો છો.
- આજકાલ બાળકોને Cheese ખૂબ પ્રિય હોય છે, તો તમે Cheeseના આકર્ષણ થકી બાળકોને અન્ય પોષણયુક્ત તત્વો આપી શકો છો.
આ સાથે જ Dev Kitchen Hub દ્વારા પ્રસ્તુત કરવામાં આવતા આ “Online Cooking Competition”ને સફળ બનાવવા માટે Shobhanidhi Creation, Solidom અને Farm Fresh દ્વારા કરવામાં આવેલા સહયોગના અમે ખૂબ ખૂબ આભારી છીએ.
Also Read : Narsinh talav