Loo Solution Summer : લૂ થી બચાવતા આ સરળ અને આવશ્યક ઉપાય તમને જરૂરથી મદદ કરશે | આપડું જૂનાગઢ

Loo Solution Summer

Loo Solution Summer : હાલમાં જૂનાગઢ સહિત સમગ્ર રાજ્યમાં ગરમીનું પ્રમાણ સતત વધી રહ્યું છે, ત્યારે ઘર કે ઓફિસની બહાર, ખુલ્લામાં કે ફિલ્ડ વર્ક કરતાં લોકોને સનસ્ટ્રોક(લૂ) લાગવાની શક્યતા ઘણી વધારે છે. ત્યારે આ આર્ટીકલમાં આપણે લૂ લાગવાના લક્ષણો અને તેનાથી બચવાના કેટલાક સરળ ઉપાય વિશે ટૂંકમાં ચર્ચા કરીશું..

Loo Solution Summer

સૌપ્રથમ આવો જાણીએ લૂ લાગવાના(સનસ્ટ્રોક) ના લક્ષણો:

માથું દુઃખવું, પગની પીંડીમાં દુઃખાવો થવો, શરીરનું તાપમાન વધી જવું, ખુબ તરસ લાગવી, શરીરમાંથી પાણી ઓછું થઇ જવું, ઉલટી થવી, ઉબકા આવવા, ચક્કર આવવા, આંખે અંધારા આવવા, બેભાન થઇ જવું, સુધ-બુધ ગુમાવી દેવી, અતિ ગંભીર કિસ્સામાં ખેંચ આવવી.

Loo Solution Summerલૂ(સનસ્ટ્રોક)થી બચવા આટલું અવશ્ય થી કરો:

  • સીધા સૂર્યપ્રકાશથી બચવું. વારંવાર પાણી પીવું અને શક્ય તેટલું વધારે પાણી અને પ્રવાહી પીવું
  • લૂ લાગવાની સ્થિતીમાં લીંબુ શરબત, મોળી છાશ, તાળફળી અને નારીયલનું પાણી તથા ખાંડ મીઠાનું દ્રાવણ તથા ઓ.આર.એસ. પુષ્કળ પ્રમાણમાં પીવા
  • ગરમીમાં શક્ય હોય ત્યા સુધી બહાર નીકળવાનું ટાળવું. દિવસ દરમિયાન ઠંડક અને છાયામાં રહેવું

ગરમીમાં સફેદ સુતરાઉ ખુલતા અને આખું શરીર ઢંકાય તેવા કપડાં પહેરવા, ટોપી, ચશ્મા, છત્રીમાં માથું ઢંકાય તેમ ઉપયોગ કરવો.
નાના બાળકો, સગર્ભા માતાઓ, વૃદ્ધો તથા અશક્ત અને બીમાર વ્યક્તિએ તડકામાં વિશેષ કાળજી લેવી.
ગરમીમાં બજારમાં મળતો ખુલ્લો વાસી ખોરાક ખાવો નહીં.

આર્યુવેદની દ્રષ્ટીએ ગરમીની ઋતુમાં વરિયાળી, કાચીકેરી, ગુલાબ, ખસ અને કાળી દ્રાક્ષનું સરબત ગુણકારી હોય છે. રાત્રે 10 નંગ કાળી દ્રાક્ષ પાણીમાં પલાળી સવારે આ પાણી પીવું અને દ્રાક્ષ ખાવી તથા તરબુચનો ઉપયોગ સવારે અને બપોરે કરવો.
લૂ લાગવાના કિસ્સાઓમાં જો તાત્કાલીક તબીબી સારવાર લેવામાં ન આવે તો હીટ સ્ટોક જેવી ગંભીર સમસ્યા બની શકે છે. લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલીક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કે સરકારી દવાખાનાનો સંપર્ક કરવો.

Also Read જૂનાગઢ માં લોકો ના મનોરંજન માટે ફન સ્ટ્રીટ નું આયોજન.

Loo Solution Summer

Also Read : ROPEWAY A BOON TO THE TOURISM OF JUNAGADH