કાદરબક્ષ થી કાદુ મકરાણી બનવાના સફરની શરુઆત!

કાદુ મકરાણી

કાદુ મકરાણી :
એવા ડુંગરે રે ડુંગરે કાદુ તારા ડાયરા,

દારૂગોળાની વાગે ઠોરમ ઠોર રે મકરાણી કાદુ,

તારે એવા રે બારવટા ન’તા ખેલવા!

જો તમે સોરઠના હો અને સોરઠની સંસ્કૃતિ અને ડાયરાના શોખીન હો તો, આ રાહડો તમે અચૂક સાંભળેલો હશે! સૌરાષ્ટ્ર તેમજ સોરઠમાં ઘણાં બારવટિયા થઈ ગયા છે. જ્યારે કોઈ વ્યક્તિ કોઈ નેક મકસદ કે ઈરાદા સાથે રાજ્યની સામે જંગે ચડે છે, ત્યારે તેને બહારવટિયો કે દેશી ભાષામાં બારવટિયો કહેવાય છે.કાદુ મકરાણી જૂનાગઢના નવાબનું રાજ હતું, તેમજ અંગ્રેજ સરકારનું પણ! વેરાવળની નજીક આવેલા ઈણાજ ગામની આ વાત છે. 19મી સદીના મધ્ય ભાગમાં રિંદ બ્લોચ મકરાણી અલી મહમદના વડવાઓ તેની ટોળી સાથે પોતાની માતૃભૂમિ બલૂચિસ્તાનથી સ્થળાંતર કરી ગુજરાતના કાઠિયાવાડમાં આવ્યા હતા. અલી મહમદના વડવાઓને જૂનાગઢના નવાબની ચાકરી કરવા બદલ ઈણાજ ગામ મળ્યું હતું અને અલી મહમદ ત્યાંનો જમાદાર.કાદુ મકરાણી એક લોકવાયકા પ્રમાણે અલી મહમદના જ ગામના કેટલાક મકરાણીઓએ અલી મહમદ વિરુદ્ધ જૂનાગઢ નવાબને ફરિયાદ કરી હતી, તો બીજી એક વાત પ્રમાણે તેવા સમયે સરકારના વસ્તી ગણતરી કરનાર સ્વયંસેવકોને વેરાવળની ફૌજ સાથે ઈણાજ ગામમાં ઘૂસવા દીધા ન હતા, એટલે જૂનાગઢ નવાબ અને વેરાવળની ફૌજ પણ અલી મહમદ નારાજ હતી. જૂનાગઢ સરકારે અલી મહમદને હુકમ કર્યો કે, કાંતો તમે હથિયાર મૂકી ઈણાજ ગામ ખાલી કરી નાખો’ને, કાંતો જૂનાગઢની તોપો કાલે ઈણાજ ગામનો વિનાશ કરી નાખશે!અલી મહમદએ નક્કી કર્યું કે, હું તો રિંદ બ્લોચ મકરાણી, હું મારા બાપ-દાદાએ આપેલી જાગીર માટે કોઈ દી’ હથિયાર ના મૂકું! હવે તો પરવરદિગારને જે મંજૂર હોય તે થાય! આવું વિચારી અલી મહમદ તેના ગામલોકોને ઈણાજ ખાલી કરવા કહે છે, અમુક લોકો હિજરત કરે છે’ને, અમુક લોકો તેના જમાદાર જોડે જ રહેવાનું નક્કી કરે છે.કાદુ મકરાણી અલી મહમદ તેના બધા સગા-સબંધીઓને બોલાવે છે. જેમાં અમરાપર ગામથી અલી મહમદકાકા નૂર મહમદનાં દીકરા કાદરબક્ષને પણ ખાસ બોલાવે છે. કાદરબક્ષ સ્વભાવે નેક અને સાચો ઇન્સાન છે. અલી મહમદના બધા સગા સબંધીઓ ફૌજ સામે લડવા માટે તૈયાર થઈ જાય છે ત્યારે કાદરબક્ષ, અલી મહમદને કહે છે કે, વેરાવળની ફૌજને ગામમાં ઘૂસવા નહીં દઈને આપણે ભૂલ તો કરી જ છે! ત્યારે અલી મહમદ કહે છે કે, ભૂલ તો આપણી થઈ ગઈ છે, પણ હવે આપણી જાગીર માટે હું તો મારવા તૈયાર છું ભાઈ કાદરબક્ષ, પણ મોત ઢુંકડું આવતા કોઈ પોતપોતાનું નથી રહેતું!ત્યારે જુવાન, નેક, ન્યાયપ્રિય મુસ્લિમ કાદરબક્ષ પહેલી પ્રતિજ્ઞા એ લે છે કે, હથિયાર મૂકવાની વાત ના હોય, કાલે જૂનાગઢની તોપો સામે પેલો કાદરબક્ષ ઊભો રહશે! સવારે જૂનાગઢની ફૌજ ઈણાજ ગામને ઘેરી લે છે, અલી મહમદના રક્ષકો અને ફૌજ વચ્ચે ધિંગાણું થાય છે. કાદરબક્ષ સમજી જાય છે. જૂનાગઢની પલટન સામે આપણો પન્નો ટૂંકો પડશે, કંઈક મારવાવાળા મરી ગયાં, પણ કાદરબક્ષ અને તેના બીજા ચાર-પાંચ પિતરાઇ ભાઈઓ સાથે પાછળથી નિકળી જાય છે.કાદુ મકરાણી વિક્રમ સવંત 1939, ભાદરવા સુદ ચોથના રોજ ઈણાજ ગામનું ધિંગાણું શરૂ થાય છે અને કાદરબક્ષનું બારવટુ શરૂ થાય છે! અથવા એમ કહીએ કે કાદરબક્ષમાંથી કાદુ મકરાણીની સફર શરૂ થાય છે!

વધુ ક્રમશ:…

સંદર્ભ: ઇન્ટરનેટ

Author: Kalpit Chandpa (“કસુંબી”) #TeamAapduJunagadh

Also Read : Content Creator/Writer in Digital Marketing Company