Junagadh News : ઇસરોના ખુબજ ચર્ચિત મિશન ‘ચંદ્રયાન-3’ બાદ હવે સૂર્યના અભ્યાસ માટે ઇસરો ‘સૂર્યયાન’ પણ તૈયાર કરી રહ્યું છે!
- ઇસરો દ્વારા ગત તા.14 જુલાઇના રોજ લોન્ચ થયેલ ચંદ્રયાન-3 મિશન હવે ચંદ્રની સપાટી પર ઊતરવાની તૈયારીમાં છે, ત્યારે ઇસરો દ્વારા વધુ એક મહત્વાકાંક્ષી મિશનની જાહેરાત કરવામાં આવી છે.
- ચંદ્રના અભ્યાસના મિશનની સાથે ઈસરોએ હવે સૂર્યને સમજવાની દિશામાં એક પગલું ભર્યું છે; સૂર્યનો અભ્યાસ કરવા માટેનું ‘આદિત્ય-L1’ મિશન પ્રક્ષેપણ માટે તૈયાર થઈ રહ્યું છે.
- આદિત્ય-L1 ઉપગ્રહ બેંગ્લોરમાં યુઆરએસસીમાં બનાવવામાં આવ્યો છે અને તેને શ્રીહરિકોટા મોકલવામાં આવ્યો છે.
- આદિત્ય-L1 મિશન સતીશ ધવન સ્પેસ સેન્ટરમાં રાખવામાં આવ્યું છે, અહીં હવે તેને રોકેટમાં સ્થાપિત કરવામાં આવશે.
- આદિત્ય-L1 એ ભારતનું પ્રથમ સૌર મિશન છે; જેમાં અવકાશયાનને પૃથ્વી અને સૂર્યની વચ્ચેની L1 ભ્રમણકક્ષામાં મૂકવામાં આવશે એટલે કે; સૂર્ય અને પૃથ્વી સિસ્ટમ વચ્ચેનો પ્રથમ લેગ્રેન્જિયન બિંદુ; જ્યાં આદિત્ય-L1 સ્થાયી થશે.
- ભારતનું આ સૂર્યયાન પૃથ્વીથી લગભગ 15 લાખ કિમી દૂર સ્થિત આ બિંદુ પર સ્થિત હશે; આ જગ્યાએથી તે સૂર્યનો અભ્યાસ કરશે, પરંતુ તે સૂર્યની નજીક જશે નહીં!
- સૂર્યયાનમાં સ્થાપિત VELC સૂર્યનો HD ફોટો લેશે, આ અવકાશયાન PSLV રોકેટથી લોન્ચ કરવામાં આવશે. આ સાથે સ્પેક્ટ્રોસ્કોપી અને પોલેરીમેટ્રી પણ કરવામાં આવશે.
- મળતી માહિતી પ્રમાણે; ભારતીય સૂર્યયાનમાં સાત પેલોડ છે, જેમાંથી છ પેલોડ ઈસરો અને અન્ય સંસ્થાઓ દ્વારા બનાવવામાં આવ્યા છે.
- અત્યાર સુધીમાં અમેરિકા, જર્મની, યુરોપિયન સ્પેસ એજન્સીએ સૂર્ય પર કુલ 22 મિશન મોકલ્યા છે; જેમાંથી માત્ર એક મિશન નિષ્ફળ ગયું છે અને એકને આંશિક સફળતા મળી.
- જેમાં નાસાએ સૌથી વધુ મિશન મોકલ્યા છે; વર્ષ 1960માં પહેલું સૂર્ય મિશન પાયોનિયર-5 મોકલ્યું હતું, જે બાદ જર્મનીએ 1974માં નાસા સાથે મળીને તેનું પ્રથમ સૂર્ય મિશન મોકલ્યું હતું. યુરોપિયન સ્પેસ એજન્સીએ 1994માં નાસા સાથે મળીને તેનું પ્રથમ મિશન મોકલ્યું હતું.
- ત્યારે ભારત હવે ઈસરોના માધ્યમથી સૂર્યને સમજવાની દિશામાં એક પગલું ભર્યું છે અને સૂર્યના અભ્યાસ માટેનું ‘આદિત્ય-L1’ મિશન પ્રક્ષેપણ માટે તૈયાર થઈ રહ્યું છે!